ભારતીય રેલવેના 100% ઈલેકિટ્રફિકેશનના લક્ષ્યાંક અંતર્ગત
ભારતીય રેલ્વેના 100% ઇલેક્ટ્રિફિકેશન ના લક્ષ્યાંક ને ચાલુ રાખીને, સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ફોર રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન (ઈઘછઊ) હેઠળ ના રેલ્વે ઇલેક્ટ્રિફિકેશન, અમદાવાદ ડિવિઝન ના સામાખ્યાલી-ભચાઉ સેક્શન શરૂ કરી ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રેલવે ઇલેક્ટ્રિફિકેશન/અમદાવાદ ના શ્રી જી. એસ. ભાવરિયા, પ્રિન્સિપાલ ચીફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પીસીઈઈ, પશ્ચિમ રેલવે દ્વારા સફળ નિરીક્ષણ બાદ નવા ઇલેક્ટ્રિફાઇડ સેક્શન માં ગુડ્સ અને પેસેન્જર ટ્રેન ખોલવા માટે ફરજિયાત, ઉચ્ચત્તમ કાર્ય પ્રાપ્ત થયું છે. શ્રી તરુણ જૈન, ડીઆરએમ પશ્ચિમ રેલવે અમદાવાદ અને શાખા અધિકારીઓ સાથે ફરજિયાત નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું
પીસીઈઈ/ડબલ્યુઆરને વિભાગ ઓફર કરતા પહેલા, ઇલેક્ટ્રિક લોકો ટ્રાયલ વિભાગીય ગતિ એ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાંઆવી. શ્રી જી.એસ.ભાવરીયા,એ સામાખ્યાલી-ભચાઉ સેક્શન હેઠળ પ્રોજેક્ટ ઈપીસી-12 સેક્શન ના વિભાગીય લંબાઈ ધરાવતા 19.208 આરકેએમ અને 48.935 ટીકેએમના વિભાગ નું નિરીક્ષણ કર્યું અને ટેક્નિકેલ પાસાઓ અને વિશ્વસનીયતા, ઓએચઈ સિસ્ટમ ની સલામતી અને સુધારણા માટે સલાહ આપી.2022-23 ના આ નાણાકીય વર્ષ માં અમદાવાદ ના રેલવે ઇલેક્ટ્રિફિકેશન યુનિટ દ્વારા કોર/અલ્હાબાદ હેઠળ આજની તારીખ સુધીની સિદ્ધિ, જેમાં અમદાવાદ ડિવિઝન ના સામાખ્યાલી-ભચાઉ નો સમાવેશ થાય છે, જેમાં 332 કિલોમીટર રૂટ નો સમાવેશ થાય છે.આ ટ્રેક રૂટ માં ઇલેક્ટ્રિક ટ્રેક્શનની રજૂઆત પછી નજીકના ભવિષ્યમાં ઝડપી અને સારી ટ્રેન સેવાઓ તરીકે કાર્ય કરશે. આ એક મહત્વનો રેલ્વે માર્ગ છે જે માલસામાન ની અવરજવર માટે ઉચ્ચ ઘનતાવાળા માર્ગ માટે પણ જાણીતો છે અને હવે પ્રથમ વખત ઈલેક્ટ્રીક એન્જિનના સફળ અજમાયશ બાદ ભુજ અને કંડલા પોર્ટ સુધી વિદ્યુતીકરણ પૂર્ણ કરવા તરફ આગળ વધે છે. ભવિષ્ય માં આ માતાનામઢ મંદિર, નડાબેટ બોર્ડર અને લખપત કિલ્લા જેવા અસંખ્ય પ્રવાસન સ્થળોની મુસાફરી ને પણ સુવિધા આપશે અને ભારતીય રેલવે ની સૌથી તાજેતર ની ગ્રીન ઈન્ડિયા ના મહત્વાકાંક્ષી ધ્યેય ને પણ સમર્થન આપશે.