બુધવારના રોજ વેરાવળ નગરપાલિકા ના સભાખંડ માં અગત્ય ની મિટિંગ મળી એના અનુસંધાને આજ રોજ નગરપાલિકા પદાધિકારી શ્રી હીરપરા સાહેબ, RFO શ્રી વેગડા સાહેબ દ્વારા સ્થળ પર આવી ને પરિસ્થિતિ નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ નિરિક્ષણ દરમિયાન કેટલાક બાણગંગા ની બીલકુલ નજીક ખુલ્લા મા સૌચ કરતા નજરે પડેલ હતા ! અને તા. ૧,જુલાઈ ૨૦૧૮ ને રવિવારે થનાર લોકો દ્વારા સમુદ્ર કિનારે સ્વચ્છતા મહા અભિયાન શ્રમદાન માટે જરૂરીયાત પડતી યંત્ર સામગ્રી ને મેન પાવર અને અન્ય વ્યવસ્થા માટે નું નિરીક્ષણ કર્યું હતું !
આ સમુદ્ર કિનારે સ્વચ્છતા સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવાનું હોય પ્રભાસ ક્ષેત્રના RFO અધિકારીશ્રી વેગડા સાહેબ પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતું! સ્થળ નિરીક્ષણ કર્યા બાદ અમારી કોર ટીમ દ્વારા SDM શ્રી રાઠોડ સાહેબ, ચિફ ઓફિસર શ્રી મહેતા સાહેબ, નગરપાલિકા પ્રમુખ બહેનશ્રી મંજુલાબેન સુયાણી ની રૂબર મુલાકાત લઈ પરિસ્થિતિ થી વાકેફ કરી આ સમુદ્ર કિનારે મહા સફાઈ અભિયાન શ્રમદાન માં પ્રજા નો ને પ્રોત્સાહિત કરવા આમંત્રિત કરવામાં આવેલ હતા.
ચાલો સૌ સાથે મળીને વેરાવળ ને સ્વચ્છ સુંદર ને રળિયામણું બનાવીએ એની શરૂઆત ૧,જુલાઈ ૨૦૧૮ રવિવાર ના રોજ બાણગંગા બીચ સફાઈ થી કરી ભગવાન સોમનાથ મહાદેવ આશિર્વાદ લઈ આ જનહિત ના અભિયાન ને આગળ વધારીએ ને સરકાર ને જનતા સાથે મળીને વેરાવળ ની ગંદા શહેર ની છાપ ને હર હંમેશ માટે મિટાવીયે!
#કલીન વેરાવળ ગ્રીન વેરાવળ કરી # મારૂ ગામ સ્વચ્છ તો હું નિરોગી ના સુત્ર ને સૌ સાથે મળીને સાર્થક કરીએ.