કોઈ જ કામ ન હોવાને લીધે ક્યાંક લઘુતાગ્રંથિ અનુભવતા હોય ઊંઘમાં તકલીફ પડતા ઇનસોમેનિયાની શરૂઆત થાય છે
વૃદ્ધાવસ્થા એક એવી અવસ્થા જેમાં વિવિધ પ્રકારની તકલીફો અનુભવાતી હોય છે જેમાં ખાસ જઈએ તો અનિંદ્રા ની સમસ્યા જેને ઇનસોમેનિયા તરીકે ઓળખવામાં આવે છે તે ઘણા વૃદ્ધોમાં જોવા મળી.
આ અવસ્થામાં વૃદ્ધોને એકલા લાગવું, બેચેની, ઘર કુટુંબના વિચારો આ બધા ને કારને ઘણી તકલીફો થતી હોય છે. ઉપરાંત અન્ય પર અધારીતતા આ સમયમાં વધી ગયેલ હોય એક હતાશા તેમને ઘેરી વળે છે. કોઈ જ કામ ન હોવાને લીધે ક્યાંક લઘુતાગ્રંથિ અનુભવતા હોય ઊંઘમાં તકલીફ પડતા ઇનસોમેનિયાની શરૂઆત થાય છે.
મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની નારીયા ધરતીએ ડો.ધારા આર.દોશીના માર્ગદર્શન માં ભવનમાં આવતા વડીલો અને આવેલ ફોન નું વિશ્લેષણ કરતા માલુમ થયું કે વૃદ્ધોમાં અનિંદ્રા ની સમસ્યા મુખ્ય જોવા મળી. આખી રાત દરમિયાન માત્ર એક થી બે કલાક જ તેઓને ઊંઘ આવે અને આખો દિવસ ઊંઘ નથી આવતી.
શુ છે ઇનસોમેનિયા?
આ સમસ્યા માં વ્યક્તિને પ્રયત્ન કરવા છતાં ઊંઘ આવતી જ નથી. આખી રાત તેઓ જાગતા રહે છે અને દિવસે પણ તેમને ઊંઘ આવતી નથી. સતત 5 કલાક પણ સુઈ શકતા નથી. માત્ર એક બે કલાક ખૂબ પ્રયત્ન બાદ સુઈ શકે અને અચાનક જ ઊંઘ માંથી જબકી જાગી જાય છે.
*વૃદ્ધ દાદા* ઉંમર આશરે 72 વર્ષ આર્થિક રીતે સુખી હોવા છતાં ભવિષ્યમાં વહીવટ દિકરાઓ કેવી રીતે સંભળાશે એ ચિંતામાં આખી રાત સુઈ શકતા નથી અને દિવસ આખો બેચેની રહ્યા કરે છે. સ્ત્રીઓ કરતા પુરુષો માં આ પ્રમાણ વધુ જોવા મળ્યું
અસરો
- ઊંઘ ન અવવાને કારણે સ્વભાવ ચીડિયો બનવો
- બેચેની
- ગુસ્સો
- સુસ્તી લાગવી
- રોજિંદી ક્રિયા સરખી રીતે ન કરી શકવી
- ધ્રુજારીની બીમારીનો અનુભવ
- રક્તવાહિનીનો રોગ થયો તેવો ભ્રમ
- ચિતભ્રમ
- શ્વાસ અથવા ફેફસાની બીમારીનો અહેસાસ
- ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરમાં ફેરફાર
કારણો
- ઉંમરના કારણે
- તણાવ.
- ભય
- અતિ ચિંતા
- કુટુંબની ચિંતા
- ઘરે એકલું અનુભવવું
- સંતાનો સાથે અણબનાવ.
- પતિ અથવા પત્નીનું મૃત્યુ
- મનમાં અનેક વિચારોની અસર
ઉપચાર
- હળવું સંગીત
- અધ્યાત્મ પ્રવૃત્તિ
- વાંચન
- સુતી વખતે નિષેધક વિચારો ન કરવા
- યોગ્ય લાગે ત્યારે ડોઝટરની સલાહ મુજબ હળવી ઊંઘની દવાઓ