લોકસભામાં નાણામંત્રી અરૂણ જેટલીએ રજુ કર્યું હતું નવું બિલ

લોકસભામાં ઈન્સોલ્વન્સી અને બેંકરપ્સી સુધારા બિલ મંજુર થયું હતું. નાણામંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં બેંકરપ્સી કોડ એમેન્ડમેન્ટ બિલ-૨૦૧૭ રજુ કર્યું હતું. જે સર્વાનુમતે મંજુર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ગત નવેમ્બરમાં ઈન્સોલ્વન્સી અને બેંકરપ્સીને લઈને ઓર્ડીનન્સ લવાયો હતો હવે તેના સ્થાને નવું બિલ આવી ગયું છે. આ બિલની જોગવાઈઓનો હેતુ ઈન્સોલ્વન્સી અને બેંકરપ્સીને લગતી જોગવાઈઓનો ગેરઉપયોગ થતો અટકાવવાનો છે.

આ સિવાય, ઈન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ એમેન્ડમેન્ટ બિલ નિહાયત જરૂરી હતું. આ બારીમાં લોકસભામાં બિલ રજુ કરતા જેટલીએ જણાવ્યું હતું કે, બિલમાં કેટલાક જરૂરી સુધારા કરાયા છે. તેથી તેને એમેન્ડમેન્ટ બિલ નામ અપાયું છે. નાદારીને લગતા કાયદાનો દુરુપયોગના કિસ્સા વધવા લાગતા સરકારે બિલ રજુ કર્યું. જોકે, હવે બિલ મંજુર થતા નાદારીને લગતી કલમોમાં છટકબારીનો કોઈ લાભ લઈ શકે નહીં. બેંકો પાસેથી મસ મોટી લોન લઈને પછી નાણા પરત ન કરવા પડે એ માટે જાણી જોઈને નાદારી નોંધાવી દેતા પક્ષકારોની સંખ્યા વધવા લાગી હતી.

આ મામલે સરકાર ચિંતિત હતી પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ હોય જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.