જીએસટી રીટર્નના ધાંધીયા મામલે દેશભરના વેપારીઓ ફરિયાદ કરી રહ્યાં છે. ખાસ કરીને ગુજરાતના વેપારીઓને જીએસટી રીટર્નમાં રીફંડ મામલે પરેશાની ઈ રહી છે. જેના પગલે જીએસટી રીફંડ મેળવવા ગુજરાતના વેપારીઓએ ૮૫૦૦ ઓનલાઈન અરજી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
સૂત્રોના મત મુજબ ગુજરાતમાં વેપારીઓના જીએસટી રીફંડના રૂ.૯૫૦ કરોડ ચુકવી દેવાયા છે. હાલ તો ટેકસ કમિશ્નર પી.ડી.વાઘેલા જીએસટી રીફંડ મેન્યુઅલી અપાતા હોવાનું કહી રહ્યાં છે. તેમણે ઉમેર્યું છે કે, અત્યાર સુધીમાં કુલ રૂ.૧૨૫૦ કરોડના રીફંડની અરજીઓ મળી છે. જેમાંથી ૯૫૦ કરોડ ચૂકવી દેવાયા છે.
તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન ગુજરાત સરકારના ટેકસ કમિશનર પી.ડી.વાઘેલાએ આ ખુલાસો કર્યો હતો. વિગતો મુજબ જીએસટીના રીફંડ મામલે રાજયના ટેકસ ડિપાર્ટમેન્ટને ૮૫૦૦ ઓનલાઈન અરજીઓ મળી છે. જેમાંથી ૫૬૦૦ અરજીઓ પેનલ્ટી રિફંડની છે. હાલમાં સરકારે પેનલ્ટી ઉઠાવી લેતા વેપારીઓને આ રીફંડ કરવાના બાકી રહી ગયા છે. તાજેતરમાં સરકારે જીએસટી રીફંડ મેન્યુઅલી આપવાનું શરૂ કરતા વેપારીઓએ ફીજીકલ ફોર્મ ભરી અરજી કરવી પડતી હતી. જો કે, ઓનલાઈન એપ્લીકેશનનો વ્યાપ વધતા ૧૩૦૦-૧૪૦૦ અરજીઓ જ ફિજીકલ ઈ હોવાનું જાણવા મળે છે. સરકારના બાબુઓ ઓનલાઈન અરજીની જગ્યાએ ફિજીકલ અરજીનો આગ્રહ રાખી રહ્યાં છે. જયાં સુધી એક્ષપોર્ટના આઈજીએસટી રીફંડની વાત છે ત્યાં સુધી આ રીફંડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા ચૂકવવામાં આવતું હોય છે. માટે હવે રીફંડ ચૂકવવામાં અલગ અલગ ડિપાર્ટમેન્ટની કામગીરી ભિન્ન પ્રકારે તી હોય છે. ઘણા સમય લાગે છે.