Abtak Media Google News
  • સ્પેશિયલ સ્કવોડનો ચાર્જ પીએસઆઈ એન વી હરીયાણીને અપાયો

રાજકોટ શહેરમાં છેલ્લા બે વર્ષથી ખૂન, હત્યાની કોશિશ, પ્રોહીબિશન, લૂંટ સહિતના ગંભીર ગુનામાં પોલીસ પકડથી દૂર રહેલા હિસ્ટ્રીશીટર – આરોપીઓને પકડી પાડવા ડીસીપી ઝોન-2 જગદીશ બંગરવા દ્વારા એક સ્પેશિયલ સ્કવોડની રચના કરવામાં આવી છે. જે સ્કવોડ રાજકોટ શહેરના ઝોન-2 હેઠળ આવતા તમામ પોલીસ મથકમાં નોંધાયેલા ગુન્હામાં પોલીસ પકડથી દૂર રહેલા ફરાર આરોપીઓને પાંજરે પુરવા સક્રિય રહેશે. આ સ્કવોડ સીધી જ ડીસીપી ઝોન-2ના માર્ગદર્શનમાં કાર્યરત રહેનાર છે. સ્કવોડનો ચાર્જ ગાંધીગ્રામ પોલીસ મથકના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એન વી હરીયાણીને સોંપવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરમાં છેલ્લા વર્ષ દરમિયાન બનેલા ગંભીર ગુન્હાઓ કે જેમાં ખૂન, હત્યાની કોશિશ, લૂંટ, અપહરણ, પ્રોહીબીશન, કાવતરું ઘડવું સહિતના ગુન્હાનો સમાવેશ થાય છે. આ ગુન્હામાં છેલ્લા બે વર્ષથી જે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે તેમની એક ખાસ યાદી કરવામાં આવી છે. પોલીસની યાદીમાં કુલ 94 જેટલાં આરોપીઓનો સમાવેશ થાય છે. જેઓ હાલ નાસ્તા ફરતા છે.

બે વર્ષથી વોન્ટેડ આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ખાસ બુટલેગરો તેમજ નામચીન હિસ્ટ્રીશીટર સહિત 94 જેટલા આરોપીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસને વોન્ટેડ હીસ્ટ્રીશીટરો સહિતના 94 જેટલા આરોપીઓને પકડવા માટે પોલીસ કમિશ્નર બજેશકુમાર ઝાની સુચનાથી ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં ખાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ઝોન-2 વિસ્તારમાં નાસતા કરતાં આરોપીને પકડવા માટે કામગીરી કરશે. શહેરમાં છેલ્લા બે વર્ષથી ગંભીર ગુના તેમજ અન્ય ગંભીર ગુનાઓમાં ચકમો આપી પકડાતા ન હોય જેના માટે ખાસ નાસતા ફરતા સ્ક્વોડની રચના કરવામાં આવી છે.

આ સ્ક્વોડમાં ડીસીપી જગદીશ બાંગરવાના અધ્યક્ષસ્થાને એસીપી રાધિકા ભારાઈ તેમજ એસીપી બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પીએસઆઈ તરીકેએન.વી. હરિયાણી તેમજ સ્ટાફમાં હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ વ્યાસ, કોન્સ્ટેબલ કનુભાઈ બસીયા, મિતેશભાઈ આડેસરા, અંકીતભાઈ નિમાવત અને મહાવીરસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્કવોડ દ્વારા ઝોન-2 વિસ્તારના પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કરાર 94 આરોપીઓને પકડવાની ખાસ કામગીરી કરશે.

ખાસ સ્કવોડમાં ઝોન-2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાંથી એક-એક કર્મચારીનો સમાવેશ કરાયો

નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે જે ખાસ સ્કવોડની રચના ડીસીપી ઝોન-2 દ્વારા કરવામાં આવી છે. તેમાં ઝોન-2 હેઠળ આવતા તમામ પોલીસ મથકમાંથી એક એક પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ મથકના સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ એન વી હરિયાણી ઉપરાંત હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ વ્યાસ, કોન્સ્ટેબલ કનુભાઈ બસિયા, મિતેશભાઈ આડેસરા, અંકિતભાઈ નિમાવત અને મહાવીરસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.