છેલ્લા સાત વર્ષમાં આર્મી, નેવી અને એરફોર્સના 800 જેટલા કર્મચારીઓએ આપઘાત કર્યો હોવાના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. આ આંકડા સામે આવતા જ દેશના કુલ 15 લાખ સુરક્ષા જવાનો ઉપરના માનસિક દબાણનો પ્રશ્ન ઉઠ્યો છે.
રાજ્યસભામાં સ્ટેટ ઓફ ડિફેન્સ મંત્રી શ્રીપદ નાયકે આપેલા આંકડા મુજબ 2014થી અત્યાર સુધીમાં સેનાના 591 સૈનિકોએ આપઘાત કર્યો હતો. એરફોર્સના 160 અને નેવીના 36 જવાનોએ મોત વ્હાલું કર્યું હતું.
એકંદરે છેલ્લા દસ વર્ષમાં દરેક વર્ષે 100 સુરક્ષા જવાનોએ આપઘાત કર્યો હોવાનું ફલિત થઇ રહ્યું છે. ઘણા કિસ્સામાં સંરક્ષણ વિભાગના કર્મચારીઓ ઉપર ઘરની ચિંતા આર્થિક સંકડામણ અને મેરિટલ પ્રશ્નો કારણભૂત હોય છે.
આર્મી નેવી અને એરફોર્સનામાં કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય માટે સરકારે પગલા લીધા છ. મનોચિકિત્સકો, માનસિક રોગના કલાકારોની મદદ લેવામાં આવી રહી છે. આ ઉપરાંત સૈનિકોને સારું ફૂડ અને કપડા મળે તેમજ સ્ટ્રેસ મેનેજમેન્ટના પગલાં પણ લેવામાં આવે છે. સૈન્યના કર્મચારીઓમાં રહેલા માનસિક તણાવ મામલે કમાન્ડર કક્ષાએથી નિકાલ લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કમાન્ડરને પણ ખાસ ટ્રેનિંગ અપાઈ રહી છે.
દેશના સીમાડાની રક્ષા કરતા સુરક્ષા જવાનોના સ્વાસ્થ્ય અંગે સરકાર ચિંતિત છે. જવાનોને યોગ્ય ખોરાક મળી રહે તેના પ્રયત્નો થાય છે. પરિવારથી દુર રહી દેશની સુરક્ષા કરતા કર્મચારીઓના માનસિક સ્થિતિ ડામાડોળ ના થાય તેનું ધ્યાન પણ રાખવામાં આવી રહ્યું છે. છેલ્લા સાત વર્ષમાં 800 જેટલા સુરક્ષા કર્મચારીઓ એ આપઘાત કર્યા હોવાની ઘટના ખૂબ ચિંતાજનક છે.