ભાવનગર જિલ્લાના અલગ ખાતે ભાંગવા માટે લાવવામાં આવેલા અને જેને ભાંગવાની કામગીરી પણ શરૂ થઇ ગઇ છે એવા વિમાનવાહન યુધ્ધ જહાજ આઇએનએસ વિરાટને ભાંગતું આટકાવવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. આ અંગે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજય સરકારનો જવાબ પણ માગ્યો છે. આઇએનએસ વિરાટ જહાજને મ્યુઝીયમમાં ફેરવવા માટે એક સંસ્થાએ માંગણી કરી હતી અને રૂ.૧૦૦ કરોડ આપવાની આ જહાજ ખરીદનાર કંપનીને ઓફર કરવામાં આવી હતી. આ અંગે કોર્ટમાં દાદ મગાતા સુપ્રીમે આજે આ આદેશ કર્યો હતો. વિમાનવાહક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટે બ્રિટીશનેવીમાં નવેમ્બર ૧૯૫૯થી એપ્રિલ ૧૯૮૪ સુધી સેવા આપી હતી અને તેનું નવીની કરવા કરી ભારતીયને વીમાં સામેલ કરવામાં આવ્યું હતું. ભારતીયનેવીમાં ૨૯ વર્ષ સેવા આપ્યા બાદ માર્ચ ૨૦૧૭માં આ જહાજને સેવા નિવૃત કરવામાં આવ્યું હતું. સેવા નિવૃત કરાવ્યા બાદ આ યુધ્ધ જહાજને વેચવામાં આવ્યું હતું. અલગના એક શીપબ્રેકર તેને ખરીદી અલગ જહાજ યાર્ડ ખાતે લાવવામાં આવ્યું હતું અને ભાંગવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી.
એન્વીટેક મરીન ક્ધસલ્ટન્ટએ સંરક્ષણ મત્રાલયમાં આ યુદ્ધ જહાજને મ્યુઝીયમમાં ફેરવવા માંગણી કરી હતી. પણ સંરક્ષણ મત્રાલય આ માંગણી ઠુકરાવી દીધી હતી. અને સરકારે જહાજ ભાંગવાની મંજૂરી આપી દીધી હતી. આથી એન્વીટેક સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી હતી.
ચીફ જસ્ટીસ એસ.એ. બોબડેના નેતૃત્વ હેઠળની બેંચે યુદ્ધ જહાજને ભાંગતું રોકવા આદેશ કરી કેન્દ્ર સરકાર અને રાજય સરકારને નોટિસ પાઠવી જવાબ માગ્યો છે.