ગુજરાત ગૌરવ યાત્રાએ પ્રથમ દિવસે 150 કિ.મી ફરી: 3 જાહેરસભા અને 2 સ્વાગત સભા,3 સ્થળો પર યાત્રાનું સ્વાગત
ગુજરાત ગૌરવ યાત્રાએ પ્રથમ દિવસે 150 કિમીનું અંતર કાપ્યું હતું. ત્રણ સ્થળોએ જંગી જાહેર સભા યોજાઈ હતી.બે જગ્યાએ સ્વાગત સભા કરવામાં આવી હતી.યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.કેન્દ્રના મંત્રી દાનેવ રાવસાહેબ દાદારાવજીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં 27 વર્ષથી જે વિકાસ થયો છે તેની યાત્રા નો લાભ માત્ર પાર્ટીને જ નહી પરંતુ ગુજરાતની જનતાને પણ મળશે. કેન્દ્ર અને રાજય સરકારે જે જે વિકાસના કાર્યો કર્યા છે તેને જનતા સમક્ષ પહોંચડાવાના છે.
નીતિનભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, કડી અને મહેસાણાને ભારતીય જનતા પાર્ટીથી ખૂબ મોટો લાભ મળ્યો છે. કોંગ્રેસના સાશનમાં કડીમાં અને ગામડામાં શું સ્થિતિ હતી તે આપ સૌ જાણો છો.વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી કાળમાં કડીને શ્રેષ્ઠ નગર પાલિકાને સારી કામગીરી કરવા બદલ 75 લાખ રૂપિયાનું ઇનામ મળ્યુ હતું. હાલમાં જ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કડીમાં અંદાજે 15 કરોડ રૂપિયા કરતા વધુ રકમની ગ્રાન્ટ ફાળવી છે. કડીમાં મોટુ ક્રિકેટ સ્ટેડિયમ અને રમત ગમતનુ મેદાન ટુંક સમયમાં બનનાર છે. જનતાને વિકાસના કાર્યોનો લાભ મળ્યો છે ત્યારે ચૂંટણીમાં કમળના ચિન્હ પર મતદાન થાય તે પણ જરૂરી છે.
નીતિનભાઇએ વધુમાં જણાવ્યું કે.. આજે ભાજપ પર લોકોને વિશ્વાસ છે. આજકાલ અન્ય પાર્ટીઓ બજારમાં ગેરેંટી કાર્ડ લઇને ફરે છે. અંહી થોળ તળાવમાં શિયાળામાં પક્ષીઓ હજારો કિ.મી દુરથી આવે અને ગુજરાતના લોકો જોવા આવે પરંતુ જેવો શિયાળો પુરો થાય કે તરત આ પક્ષીઓ તેમના ઘરે પાછા ફરે છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ચોમાસામા બિલાડી ના ટોપ ફુટી નિકળે તેમ ચૂંટણીમાં પણ જુદી જુદી રાજકીય પાર્ટીઓ આવી જાય છે. આવી પાર્ટીઓ તમને જાત જાતની લાલચ આપશે અને ભરમાવાનો પ્રયત્ન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાએ સંબોધન કરતા જણાવ્યું કે, પહેલા નગરપાલિકા એટલે અવ્યવસ્થા,ગંદકી,ગોટાળા માટે કુખ્યાત ગણાતું. નગરપાલિકામાં સારો હોલ જોયો હોય તેવુ આ પહેલુ કડી નગર છે.
કડી નગરપાલિકામાં ભાજપ સરકાર પહેલા ઉકેરડા કેન્દ્ર હતું અને આજે ગૌરવ યાત્રાનું સ્વાગત થાય છે તે ગૌરવની વાત છે.આજે ભારતીય જનતા પાર્ટી અને જનતા વચ્ચે અતૂટ સબંધ બંધાયો છે. ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારે ખેડૂતોનું આકસ્મિક મૃત્યુ થાય તો 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી અને સરકારે તે વઘારી 4 લાખ કર્યા. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોચાડવા ખૂબ પરિશ્રમ કર્યો છે. વડાપ્રઘાનશ્રી તરીકે જવાબદારી સંભાળ્યા પછી તેમણે ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાની વ્યવસ્થા કરી. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાત અને દેશમાં આરોગ્ય સુવિઘા સંભાળી અને આજે ગુજરાતના અમદાવાદમાં દેશ-વિદેશના દર્દીઓ સારવાર લેવા આવે છે. આપણા દેશનું અર્થતંત્ર આજે વિશ્વના નકશામાં 5માં નંબરે પહોંચાડ્યુ છે. વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આઇએનએસ વિક્રાતમાં વિક્ટોરિયાના નિશાનને દુર કરી મહારાજા છત્રપતી શિવાજી મહારાજની નૌ સેનામાં જે ચિન્હ હતું તે આજે ભારતની નૌ સેનમાં નિશાન લગાવ્યું.