સામાજીક જવાબદારી નિભાવનારી માસ્ક, સેનીટાઈઝર તથા પીપીઈ કીટ બનાવતી કંપનીઓને મળશે લાભ

કોરોનાને લઈ ઘણી ખરી રીતે કંપનીઓ દ્વારા રાહત સેવા આપવામાં આવી હતી ત્યારે સરકારે પણ આ તમામ અંગેની નોંધ લીધેલી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ દ્રારા જે કંપનીઓએ તેમની સામાજીક જવાબદારી નિભાવી માસ્ક, સેનીટાઈઝર તથા પીપીઈ એટલે કે પર્સનલ પ્રોટેકટીવ ઈકવીપમેન્ટ કિટ બનાવેલી હશે તે કંપનીને ઈનપુટ ટેકસ ક્રેડિટ બાદ મળશે તેવું પણ હાલ જાણવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેકટ ટેકસીસ દ્વારા હાલ આ મુદે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. સરકારી સુત્રોનાં જણાવ્યા મુજબ આ તમામ મુદાને ધ્યાને લઈ આવનારા સમયમાં વિગતો પુરી પાડવામાં આવશે અને કંપનીઓને અનેકવિધ રીતે રાહત પણ અપાશે.

સરકાર અનેકવિધ રીતે ભલામણ પણ કરવામાં આવી છે કે જે રીતે કંપનીઓએ કોરોનાની મહામારીમાં સામાજીક જવાબદારી નિભાવી છે તો તે સર્વેને સરકાર તરફથી નાણાકિય સહાય મળી રહે ત્યારે સરકાર દ્વારા સીએસઆર કામગીરી કરતી કંપનીઓને ઈનપુટ ટેકસ ક્રેડિટ આપવા માટે વિચારણા પણ કરવામાં આવી છે પરંતુ કેવી રીતે કંપનીઓને ઈનપુટ ટેકસ ક્રેડિટ અપાઈ તે અંગેનાં વિકલ્પો ઉપર હાલ સરકાર વિચારણા કરી રહી છે. નાણા મંત્રાલય દ્વારા અનેકવિધ ક્ષેત્રની કંપની કે જે સીએસઆર એકટીવીટી કરી રહી છે તેને મદદરૂપ થવા માટે અનેકવિધ કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. કંપની લો પ્રમાણે દરેક કંપનીએ  અમુક ટકાની સામાજીક જવાબદારી નિભાવી સીએસઆર એકટીવીટી કરવી પડતી હોય છે ત્યારે આડકતરી રીતે સરકાર આ સેવાનાં અર્થે કંપનીઓને રાહત અપાય તેવું પણ હાલ વિચારણા હેઠળ ચાલી રહ્યું છે.

સરકાર જો સીએસઆર પ્રવૃતિઓને પ્રાધાન્ય અને પ્રોત્સાહન આપશે તો કંપની આ પ્રકારની સામાજીક જવાબદારી વધુ પ્રમાણમાં નિભાવશે. છેલ્લા ઘણા સમયથી ઈનપુટ ટેકસ ક્રેડિટ સીએસઆર પ્રવૃતિઓ ઉપર લગાવવા માટે વિચારણા કરવામાં આવતી હતી પરંતુ કોઈપણ કારણે આ શકય બન્યું ન હતું પરંતુ હાલ કોરોનાનાં સમયગાળા દરમિયાન જે કંપનીઓએ સખાવત સેવા કરી હશે તો તેઓને નાણાકિય લાભ પણ મળવાપાત્ર રહેશે તેવું હાલ જાણવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા આ પગલાને જો સાર્થક કરવામાં આવે તો કંપનીઓ અનેકવિધ રીતે પ્રેરીત થશે અને સામાજીક સેવા કરવા તરફ અગ્રેસર પણ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.