કર ચોરી અંગે ચાલી રહેલી તપાસ દરમિયાન જીએસટી સત્તાવાળાઓએ ઇનપુટ ટેક્સ ક્રેડીટની જોગવાઇના દૂર ઉપયોગથી 35,000 કરોડથી વધુનો ગોટાળો પકડી પાડ્યો છે. ઇનપુટ ટેક્સ ક્રેડીટના નામે થયેલી આ ગેરરીતીના આઠેક હજાર મામલા સામે આવ્યા છે.
સી.બી.આઇ.સી.એ. દ્વારા શરૂ કરવામાં આવેલી આ તપાસમાં આઉટપુટ ઉપર ટેક્સ ભરવા સમયે કંપનીઓ ઇનપુટ પર પહેલેથી ચુકવેલી ટેક્સની રકમ પર બાદ મેળવવાની જોગવાઇનો દૂર ઉપયોગ થઇ રહ્યો છે. ઇનપુટ ટેક્સ ક્રેડીટની જોગવાઇનો દૂર ઉપયોગ કરીને સૌથી વધુ ગેરરીતી થાય છે.
જીએસટીની શરૂઆતથી જ સી.બી.આઇ.સી.એ. દ્વારા ઇનપુટ ટેક્સ ક્રેડીટના નામે થતાં ગોટાળા પર નજર રાખવામાં આવી છે. 2020-21માં ગેરરીતી દરમિયાન સી.એ., વકીલ, ડિરેક્ટર જેવાં 14 હાઇપ્રોફાઇલ સહિત 426 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બનાવટી ઇનપુટ ટેક્સ ક્રેડીટના આધારે નકલી જીએસટી ઇનવોઇસ સામે 9 નવેમ્બર, 2020થી દેશવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી હતી.
કોરોના દરમિયાન આ ડ્રાઇવ ધીમી પડી હતી. પરંતુ કર ચોરો સામે તવાઇ ઉતારવામાં આવી હતી. વર્ષ દરમિયાન 1200 સંસ્થાઓ સામે 500થી વધુ ગેરરીતીના કેસો શોધી 2400થી વધુની ધરપકડ કરવામાં આવી હતી. કાયદામાં કાયદાકીય અને પ્રક્રિયાગત ફેરફારો સાથે દેશવ્યાપી ઝુંબેશથી જાણીતી કંપનીઓ સામે પણ ગેરરીતીના કેસ દાખલ કરવામાં આવ્યાં છે.
કેટલાંક નોંધપાત્ર કેસમાં ડી.જી.જી.આઇ. નાગપુર ઝોનલ યુનિટ દ્વારા 214 કરોડની ગેરરીતી પકડી પાડી હતી. હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાળાના લોખંડના વેપારીઓ દ્વારા ગેરરીતી કરવામાં આવી હતી. સુરત ઝોનલ એકમમાં પણ આઇ.ટી.સી.ને લઇને કર ચોરીના ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. જયપુર ઝોનલમાં 100 કરોડની ગેરરીતી બહાર આવી છે. ઇનપુટ ટેક્સ ક્રેડીટમાં ગેરરીતી કરીને 35,000 કરોડ રૂપિયાનો ગોટાળો કરનાર 426ને પકડી લેવામાં આવ્યા છે.