આર.આર. કેબલ્સની સેવા બદલ અભિનંદન પાઠવતા ડો.વિનોદરાવ
ગોત્રી કોવિડ હોસ્પિટલમાં નવીન વાયરલેસ ટેકનોલોજી લાઈફાઈનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ પરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે નવા આઈસીયુ અને વોર્ડની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ગોત્રી કોવિડ હોસ્પિટલમાં લાઈટ ફિડેલિતી એટલે કે લાઇફાઇ ટેકનોલોજીનો પ્રાયોગિક ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે તેનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે આ લાઈફાઇ ટેકનોલોજી આઇસોલેશન વોર્ડના વેન્ટિલેટરસના રિયલ ટાઈમ મોનીટરીંગમાં ઉપયોગી છે. તેમણે સી.એસ.આર.ના અભિગમ હેઠળ તેને ઉપલબ્ધ કરાવવા માટે આર.આર. કાબેલ્સની પેટા કંપનીને ધન્યવાદ આપ્યા હતા અને જણાવ્યું હતું કે તેની કામગીરી અને ઉપયોગીતાના અનુભવને આધારે અન્ય હોસ્પિટલો માં તેને વપરાશમાં લેવામાં આવશે. આ સ્વદેશી નવ વાયરલેસ ટેકનોલોજી અંગે જાણકારી આપતા દાતા એકમના હાર્દિક સોનીએ જણાવ્યું કે લાઈફાઈ સેન્ટ્રલાઇઝડ પેશન્ટ મોનીટરીંગ સિસ્ટમ થી ડોક્ટર્સ અને પેરા મેડિકલ ટીમની સુરક્ષા વધશે અને આઇસોલેશન વોર્ડ્સ માં સારવાર હેઠળના દર્દીઓ ઇન્ટરનેટ ની મદદ વગર તબીબો અને પરિવારજનો સાથે વિડિયો કોલીંગ કરી શકશે. ગોત્રી હોસ્પિટલની મુખ્ય ઇમારતના ભોંય તળિયે નવું આઇ.સી.યુ.બનાવવામાં આવ્યું છે.અને તેની સાથે પાંચમાં માળે ૧૩૦ પથારીની સુવિધાવાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે જે ટુંક સમયમાં ઉપયોગમાં લેવાનું આયોજન છે. ડો.વિનોદ રાવે આ નવી સુવિધાઓની નિરીક્ષણ મુલાકાત લઈને માર્ગદર્શન આપ્યું હતું.
ખાસ ફરજ પરના અધિકારીએ શહેરી આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે દિવાળીપુરા અને શિયાબાગ ના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ની નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને તેમના વિસ્તારમાં ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણની થઈ રહેલી કામગીરી અને એ વિસ્તારમાં ધન્વંતરિ રથો દ્વારા આપવામાં આવેલી આરોગ્ય સેવાની સમીક્ષા કરી હતી. તેમણે આ કેન્દ્રોના આરોગ્ય કર્મચારીઓ સાથે સંવાદ કર્યો હતો.
આરોગ્ય કર્મચારીઓને બિરદાવતા ડો.વિનોદરાવ
શહેરમાં કોરોના વોરિયર આરોગ્ય કર્મચારીઓ સંપૂર્ણ તકેદારીઓ નું પાલન કરીને આરોગ્ય સંભાળની કામગીરી કરી રહ્યાં છે અને હિંમત દાખવીને કોવિડ દર્દીઓના ઘર આંગણા સુધી જઈને એમની પરિસ્થિતીનો તાગ મેળવી, જરૂરી સાર સંભાળ લઈ રહ્યાં છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે એમની સંનિષ્ઠ સેવાઓને બિરદાવી છે.