ખડગપુર આઇ.આઇ.ટી. ના છાત્રોએ સોલાર વોટર વોલ કૂલીંગ સિસ્ટમ વિકસાવી

ખડગપુરના આઇ.આઇ.ટી. ના છાત્રોએ સોલાર વોટર વોલ કૂલિંગ સીસ્ટમ વિકસાવી છે. આનાથી કૂલીંગ કોસ્ટમાં ૫૦ ટકાનો ઘટાડો તો થશે જ એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ પણ ઘટી જશે.

આઇ.આઇ.ટી. ખડગપુરના બે છાત્રોએ એર ક્ધડીશનનો વિકલ્પ શોધ લીધો છે. તેમની આ શોધથી દરેક ઘર સોલાર કુલીંગ સીસ્ટરથી સજજ હશે હવે તે દિવસો દૂર નથી. વર્તમાન સમયમાં એક ક્ધડીશન એ ખમતી ઘર વ્યકિતની નીશાની ગણાય છે કેમ કે વર્તમાન એરક્ધડીશન સીસ્ટમની પાવર ક્ધજમ્પ્સન ખુબ જ વધુ છે. વીજ બીલ ખુબ જ આવે છે. આ સિવાય કોઇ પણ રીતે તમે એરક્ધડીશન લગાવ્યું તો પણ તેમાં તકનીકી ખરાબી બાદ મેઇનટેનન્સ ઘણું બધુ વધુ આવે છે.

સોલાર વોટર કુલીંગ સીસ્ટમ એવી રીતે કામ કરશે જેમાં એર ટેમ્પરેટરથી દીવાલની કુલીંગ સીસ્ટમ એકિટવેર કરશે.

સંશોધકોના મતે જેમ હાઇવે પર ટ્રક ચાલક અને કલીનર ટ્રકની બહાર કપડાની બેટમાં પાણી લટકાવી રાખે છે.તેમાં લોજીકએ છે કે જેમ જેમ તેને ગરમી મળે છે તેમ તેમ તેની કૂલીંગ સીસ્ટમ એકિટવેર થાય છે. અને પાણી ખુબ જ સરસ રીતે કુદરતી જ ઠંડુ થઇ જાય છે. ખડગપુર આઇ.આઇ.ટી.ના છાત્રો સરસરાંશુ મોર્ય અને સોમ‚પ ચક્રવર્તી જીઓલોજી ફેકલ્ટીના છે તેઓ જીઓગ્રાફિકસ પણ ભણે છે. તેમણે આ સોલાર ઇનોવેટિવ અને કોસ્ટ ઇફેકટીવ કુલીંગ સીસ્ટમ વિકસાવી છે. તજજ્ઞોના જણાવ્યા મુજબ વર્તમાન એરક્ધડીશન સીસ્ટમ ઘર વપરાશની ૩૫ ટકા વીજળી ખાઇ જાય છે. તેની સામે આ સોલાર વોલ કુલીંગ સીસ્ટમ ઘડી કિફાયતી છે. વળી કાર્બન ઉત્સર્જન પણ થતું નથી. આમ આ કુલીંગ સીસ્ટમથી એક કાકરે બે પક્ષી મારી શકાય છે.

તજજ્ઞોએ એવું પણ કહ્યું કે એર ક્ધડીશનની હવા એ ફિલ્ટર હવા કહી શકાય પરંતુ સો મણનો સવાલ છે કે કાર્બન ઉત્પન્ન થાય છે તેનું શું ? ટીમ તકનીકના હુલામણા નામથી ઓળખાતી આઇ.આઇ.ટી. ખડગપુરના જીઓલોજી અને જીઓ ફીઝીકસના છાત્રોની ટીમે વિકસાવલી કુલીંગ સીસ્ટમને પેસીવ સોલાર વોટર વોલી સીસ્ટમનું નામ આપ્યું છે. આ શોધને રોલ આઇડીયા ૩૬૦ ઓડીયન્સ ચોઇસ એવોર્ડના ફાઇનલમાં સ્થાન મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.