બે દિવસીય કાર્યક્રમમાં ફેશન શો, પપેટ શો, બાળ મેળો, ફૂડ અને ક્રાફટ ઝોન, ડિજીટલ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા જેવા ઢગલાબંધ કાર્યક્રમો
ઈનોવેટીવ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ આગામી તા.૧૬ અને ૧૭ના રોજ યુનિવર્સિટી રોડ ખાતે શાળામાં જ સવારે ૯:૦૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૯:૦૦ દરમિયાન ઈનોવેટીવ એકસ્પો ૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમથી લઈ કેજી અને ૧૨ સુધીના વિદ્યાર્થીઓ વિવિધ વિભાગોમાં ૩૦૦થી વધુ કૃતિઓ રજૂ કરશે.
ઈનોવેટીવ એકસ્પો ૨૦૧૯માં વિજ્ઞાન, ગણીત, વાણીજય, ડિજીટલ ઈન્ડિયા, મેઈક ઈન્ડિયા, ડિવાઈન ચાઈલ્ડ, સ્માર્ટ સિટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, યોગા, સેવ એનીમલ્સ, વિદેશમાં અભ્યાસની તકો, સર્જીકલ સ્ટ્રાઈક, સ્કેરી હાઉસ, ગેમ્સ, ફન ઝોન, ફૂડ ઝોન અને આર્ટ એન્ડ ક્રાફટ વગેરે સ્ટોલ તેમજ એક્ટિવીટીઝ ઉપલબ્ધ રહેશે.
કંઈક નવા વિચારો નવસર્જન ધરાવતા વિદ્યાર્થીના ભાવી ઘડતર માટે ઈનોવેટીવ સ્કૂલનો હંમેશાથી પ્રયાસ રહ્યો છે જેના ભાગરૂપે કલા નૃત્ય, પહેરવેશ વગેરે કિડ્ઝ ફેશન, બાળમેળો, પપેટ શો જેવી એક્ટિવીટી રાખવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નરેનભાઈ જાની, મયુર ખીમાણીયા, મોનાબેન રાવલ, હિનાબેન પંડયાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ તકે આગેવાનોએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત દરમિયાન વિગતો આપી હતી.