રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી ઈનોવેટિવ સ્કુલમાં ઈનોવેટિવ એકસ્પો-૧૯નું ભવ્ય અને શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસના ઈનોવેટિવ એકસ્પો-૧૯નાં ભવ્ય આયોજનમાં ઈનોવેટિવ સ્કુલના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના કે.જી.વિભાગથી ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિભાગોમાં ૩૦૦થી વધુ કૃતિઓ રજુ કરવામાં આવી હતી.
ઈનોવેટિવ એકસ્પો-૨૦૧૯નું ભવ્ય ઉદઘાટન પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનર સિઘ્ધાર્થ ખત્રી, નિવૃત કલેકટર ઉપાધ્યાય, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, મયુરભાઈ શાહ, સંસ્થાના ટ્રસ્ટી દર્શિતભાઈ જાની, દિલીપભાઈ સિંહાર, નિરેનભાઈ જાની, મયુરભાઈ ખીમાણીયા, ડો.વિવેકભાઈ સિંહાર તથા ડો.અતુલભાઈ વ્યાસ, આચાર્ય મોનાબેન રાવલ, હિનાબેન પંડયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ એકસ્પોની શ‚આત શહિદોને શ્રદ્ધાંજલી સાથે કરવામાં આવી હતી. સમગ્ર એકસ્પોની મુલાકાત લઈ સિઘ્ધાર્થ ખત્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
ઈનોવેટિવ એકસ્પો-૨૦૧૯ના જુદા જુદા વિભાગ જેવા કે વિજ્ઞાન, ગણિત, વાણિજય, ડિજિટલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, ડિવાઈન ચાઈલ્ડસ, સ્માર્ટ સીટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નવીનતમ પ્રયોગો, યોગા, સેવ એનિમલ્સ, વિદેશમાં અભ્યાસની તકો, સર્જિકલ સ્ટ્રાઈકસ, સ્કેરી હાઉસ, ગેમ્સ તથા ફન ઝોન, ફુડ ઝોન તેમજ આર્ટ અને ક્રાફટ ઝોન વગેરેએ ખાસ આકર્ષક જમાવેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી નિરેનભાઈ જાની તથા મયુરભાઈ ખીમાણીયાના માર્ગદર્શન હેઠળ આચાર્યા મોનાબેન રાવલ તથા આચાર્ય હિનાબેન પંડયાની ટીમે જહેમત ઉઠાવી હતી.