ઈન્ડિયા એસએમઈ ફોરમ અને એનએસઆઈસી દ્વારા સ્ટેટ કોન્કલેવ કોન્ફરન્સ અને એક્ષ્પો યોજાયો: એન્ટરપ્રિનરને અધિકારીઓ, બેન્કર્સ અને બિઝનેસ ગુરૂએ આપી વિશેષ માહિતી

ઈન્ડિયા એસએમઈ ફોરમ અને એનએસઆઈસી દ્વારા લઘુ ઉદ્યોગ અને મધ્યમ ઉદ્યોગ સાહસીકો માટે આજે સ્ટેટ કોન્કલેવ કોન્ફરન્સ અને એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અધિકારીઓ, બેંકર્સ અને બિજનેસ ગુરૂ દ્વારા નવા સાહસીકોને સ્ટાર્ટઅપ સંબંધીત તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી.

DSC 1771સ્ટેટ કોન્કલેવમાં ઈન્ડીયા એસએમઈ ફોરમનાં પ્રેસીડેન્ટ વિનોદકુમાર, કો.ફાઉન્ડર અને ડિરેકટર જનરલ સુષ્મા મોરથણીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, હેન્ડલુમ એન્ડ હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ ચેરમેન શંકરભાઈ દાલવાડી, એડીશનલ ઈન્ડસ્ટ્રીઝ કમિશ્નર એચ.ડી.શ્રીમાળી, સેન્ટ્રલ ઝોન એનએસઆઈસીનાં જનરલ મેનેજર પી.કે. ઝા, સુનીલ ઝોડે, એનએસએસએચનાં જનરલ મેનેજર કે.કે. શર્મા, ડે. સીએમએમ વેસ્ટર્ન રેલવે બીટી લાલગે, એરપોર્ટ ડિરેકટર બી.કે.દાસ, ફુડ કોર્પોરેશન એરીયા મેનેજર પ્રવિણ રાઘવન ઉપરાંત બેંકનાં અધિકારીઓ યશવંત નારાયણ કુલકર્ણી, કેવી પ્રકાશ, રાજેશ રાબડીયા, અનીલ સુલેખ, વાયજી ત્રિવેદી, નીરંજન સીંધ સેખાવત સહિતના મહાનુભાવોનાં સેશન યોજાયા હતા. જેમાં તેઓએ સ્ટાર્ટઅપને લગતુ તમામ પ્રકારનું માર્ગદર્શન આપ્યું હતુ.

DSC 1773ઉદ્યોગ સાહસીક વધુને વધુ આગળ વધક્ષ શકે તે માટે કામગીરી હાથ ધરી હતી. સ્મોલ ફાઈનાન્સ બેંકના મેનેજર જણાવે છે કે, જે લોકોને બેંકિંગ વિશે વધુ માહિતી નથી તેમણે જાણકારી આપી તેમની પ્રોસેસ કરી, ત્યારબાદ પણ જો કોઈ મુશ્કેલી થાય છે તો તેમણે મદદ કરવામાં આવે છે. વેસ્ટર્ન રેલવે હેડકવાટરના પ્રતિનિધિએ કહ્યું કે રેલવેમા જરૂર પડતા ઘણા મટીરીયલ્સ માટે સપ્લાયર્સની અછત છે, અને જે સપ્લાયર્સ છે તેમનો ભાવ ઉંચો . જેથી નાના ઉદ્યોગકારો જે ઉદ્યોગ કરે છે. તેમણે લીધે રેલવેમાં જરૂરી માલસામાન પહોચાડવા માટે સરકાર દ્વારા વિવિધ તકો ઉભી કરવામાં આવી છે. જેથી લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસીકતા ડેવલપમેન્ટ માટે વિવિધ તકો મળે, બેંકો ખાધ ઉદ્યોગ નિગમ વેસ્ટર્ન રેલવે ઉપરાંત યુનિવર્સિટી એ પણ એકઝીબીશનમાં ફાળો આપ્યો હતો. જેની કામગીરીનો મુખ્ય હેતુ ૨૦૨૨ સુધીનાં પ્રધાનમંત્રી યોજના અનુસાર ખેડુતોની આવક બે ગણી વધારવા માટે નો છે.જે માટે એગ્રીકલ્ચર એન્ટરપ્રિનરશિપનો પ્રોગ્રામ ચલાવવામા આવે છે. જજે અંતર્ગત એગ્રીકલ્ચર સેકટરમાં ભણેલા વિદ્યાર્થીને આગળ વધારવા તેમણે ૬૦ દિવસની ટ્રેનીંગ આપવામાં આવે છે. અને તેનો સમગ્ર ખર્ચ સરકાર ભોગવે છે. અને તે પછી માર્ગદર્શન તથા માહિતી રૂપે સંપૂર્ણ સપોર્ટ કરવામાં આવે છે.

DSC 1808

ઉદ્યોગ સાહસિક બનવાની તમામ આવડત મહિલાઓમાં છે: સુષ્મા મોરથણીયા

સુષ્મા મોરથણીયા ઇન્ડીયા એસ.એમ.ઇ. ફોરમના કો-કાઉન્ડર અને જરનલ ડિરેકટર સુષ્મા મોરથણીયા એ જણાવ્યુઁ  કે સ્ત્રીમાં પહેલેથી જ આવડત રહેલી છે. માત્ર આવડતને પોલીસ કરવાની જરુર છે. અને જો તેણે માર્ગદર્શન મળે તો તે ચોકકસપણે આગળ વધી શકે છે. સ્ત્રીઓ પર થતાં અત્યાચાર રોકવા તથા શસ્ત્રીકરણ લાવવાની ઘણી વાતો થાય છે પરંતુ સ્ત્રીને ઉઘોગ સાહસીક બનાવવા માટે પગલા લેવાતા નથી જે આ યુગમાં ખુબ જ જરુરી છે. જેથી સ્ત્રીઓ આગળ આવી શકે અને જો એવું થાય તો સ્ત્રીઓને હેરાન કરતી ઘણી સમસ્યાનું નિવારણ પણ આપોઆપ થઇ જાય.

DSC 1781

ઇન્ડીયા એસ.એમ.ઇ. ફોરમના પ્રેસિડેન્ટ વિનોદકુમારે જણાવ્યું કે, ગુજરાતમાં લધુઉઘોગનો વિકાસ થઇ રહ્યો નથી. કારણ કે ગુજરાતમાં ૩૦ ટકા ધંધો રોકડ આધારીત છે. જીએસટીના કારણે રોકડ વ્યવહારી ઓછા થઇ ગયા છે. ર૦ લાખથી ઓછું ટર્નઓવર હોય તેના વ્યવહારો ચાલુ છે. પરંતુ તેના માટે પણ એ સમસ્યા છે કે જેને તે માલ વેચે છે. તે જીએસટી નંબર વગર માલ ખરીદતા નથી આવનાર દિવસોમાં જીએસટીમાં થોડો ફેરફાર કરવાની જરુર પડશે..

લધુઉઘોગોને જીએસટીમાં થોડી રાહત આપવી જોઇએ. જેથી લધુઉઘોગો આગળ આવી શકે  ઉઘોગ વધે નહિ તો તે આપ મેળે ઘટી જાય છે. ગુજરાતમાં અગાઉ લોકો ધંધા તરફ વધુ વળતા હતા જયારે આજે મોટાભાગના લોકો નોકરી તરફ વળતા જોવા મળી રહ્યા છે. લધુ ઉઘોગને ઇન્સ્ટોલમેન્ટ ભરવામાં મોડુ થાય તો તેના પ્રત્યે બેન્કે ઉદારતા દાખવાની જરુર છે.

unnamed file 1

૩ મહિનાનો નીયમ દુર કરવાની જરુર છે. સ્મોલ એન્ટરપ્રિન્ટ પોતાનું ઘર ચલાવવા માટે બીઝનેશ કરે છે. તેના બિઝનેસથી અન્ય ૩ થી ૪ લોકોને રોજગારી પણ મળે છે. ત્યારે બેંકની લોન લઇને છેતરપીંડી કરવાનો તેનો કોઇ ઉદેશ હોતો નથી. સરકારે લધુઉઘોગોને વેગ મળે તે દિશામાં પગલા લેવાની જરુર છે.

વધુમાં તેઓએ વુમન એન્ટરપ્રિનરશીપ વિશે જણાવ્યું હતું કે ભારતીય મહીલાઓ જવાબદારી ખુબ સારી રીતે સંભાળી શકે છે. બિઝનેસ કરવા માટેની તમામ કવોલીટી તેમનામાં રહેલી છે. જો મહીલાઓ ઉઘોગ તરફ વળશે તો તેમના બાળકો પણ ઉઘોગ તરફ વળશે. જે વ્યકિતને એવો વિચાર આવે છે કે તે નોકરીનાં બદલે ઉઘોગ ક્ષેત્રે આગળ વધવા માંગે છે. તેવા છેવાડાના વ્યકિત સુધી પણ એસએમઇ પહોચશે.

DSC 1776

ઉઘોગ ક્ષેત્રે આગળ વધતા તમામ લોકોને સંપૂર્ણ માર્ગદર્શન અને મદદ અપાશે. આપણે ત્યાં ઉઘોગો આચાર વિચારની આપલે ઓછા પ્રમાણમાં કરે છે ત્યારે અમે આ પ્રકારની ઇવેન્ટ કરી તેઓને બીઝનેસની સારી વાતો સફળતા નિષ્ફળતાને લોકો સાથે શેર કરવાનો સંદેશો આપીએ છીએ.

દરેક રાજય લાર્જ કંપનીઓ પાસે જઇને તેમના રાજયમાં કંપની ખોલવા માટે આજીજી કરે છે. લાર્જ કંપની માત્ર ર૦૦ થી ૩૦૦ લોકોને રોજગારી આપે છે. જયારે લધુ ઉઘોગો ૪૦ ટકા રોજગારી આપેછે. રોજગારીનું સર્જન કરવું એ સરકારનું કામ છે છતા એન્ટીપ્રિન્ટ રોજગારીનું સર્જન કરે છે જેથી તેના પ્રત્યે હકારાત્મક વલણ દાખવવું જોઇએ.

DSC 1797

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.