પુસ્તકીય જ્ઞાન સાથે પ્રેકટીકલ જ્ઞાન આપી વિદ્યાર્થીઓનાં ભવિષ્યનું નિર્માણ કરવામાં આવે છે
રાજકોટ આજે કયાંકને કયાંક એજયુકેશન હબ બની ગયું છે. ત્યારે મેહુલભાઈ રૂપાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે ‘ભાર વગરનું ભણતર’ આ એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્લોબલ ઈન્ડિયન સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને મોજ કરાવતું શિક્ષણ પૂરૂ પાડવામાં આવે છે. હિન્દુ, ગુજરાતી, અંગ્રેજી જેવાવિવિધ વિષયોને ગમ્મતના માધ્યમથી બાળકોને શિખવવામાં આવે છે બાળકોને શિક્ષણ પ્રત્યેની અરૂચી દૂર કરી રૂચી વધારવા માટે આ એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. શાળામાં બાળકોને તેડવા મૂકવા જવાની બસને ‘મોજ’ નામ અપાયું છે. શાળામાં લાયબ્રેરીને બસનાં રૂટમાં ઉભી કરવામાં આવી છે. સાથે કલાસ રૂમમાં પણ અવનવાં આકર્ષણ ઉભા કરી બાળકોને ખરેખર ભણતરના ભાર મૂકાવીને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે મુખ્ય હેતુથી શાળા કાર્યરત છે.
વાલીઓ પોતાના બાળકની પ્રતિભા નિહાળી શકે તે માટે સ્કુલ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને વાલીઓ દ્વારા અપાતા ટોપીક પર ડ્રામા, પ્રશ્ર્નો-જવાબ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમને બિરદાવવા શહેરનાં માનનીય હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. જેમાં રાજકોટ શહેર મેયર બિનાબેન આચાર્ય, સૌરાષ્ટ્ર યુનિ.ના વા. ચાન્સેલર ડો. વિજયભાઈ દેસાણી, રાજકોટ પોલીસ કમિશ્નર મનોજભાઈ અગ્રવાલ, ડિસ્ટ્રીક ઈન્સ્ટીટયુટ ઓફ એજયુકેશન એન્ડ ટ્રેનીંગ ડિરેકટર ચેતના વ્યાસ અને ગ્લોબલ સ્કુલ ઈન્ડિયન સ્કુલના પ્રિન્સીપાલ મેહુલભાઈ રૂપાણી હાજર રહ્યા હતા.
હાલના સમયમાં દોટ ભણતર માટે મૂકવામાં આવે છે: મેહુલ રૂપાણી
અબતક સાથેની વાતચીતમાં મેહુલભાઈ રૂપાણીએ માહિતી આપતા જણાવ્યું હતુ કે હાલ સમાજમાં દોટ ભણતર માટે મૂકવામાં આવે છે. અને જાણે કફર્યુ લાગી ગયું હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થતુ દેખાય છે. પરિક્ષા સમયે ઘરમાં પણ ગંભીર વાતાવરણ નિર્માણ થાય છે. જેમાં સારા ગુણ મેળવવા માટે ઘરમાં વિદ્યાર્થીઓને ટીવી જોવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. તેઓની મોજ મજાને હણી લેવામાં આવી હોય છે.પરીક્ષા સમયે જેરીતે માતા-પિતા બાળકો પર બંદીશ લગાવતા હોય છે. એવું શુ કામ? જરૂર છે કે જો બાળક તેના કૌશલ્યને પારખશે તો તે શિક્ષરમાં અને તેના જીવનમાં પણ સફળતા પ્રાપ્ત કરશે જેના માટે સંસ્થા દ્વારા મોજ બસ બનાવવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓને ભણતર ભાર વગરનું લાગે. વિદ્યાર્થીઓના જીવન ઘડતર માટે શાળા ટેકનીકનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે મદદરૂપ અને કડી સાબીત થાય છે.હાલના તબકકે ભાર વગરનાં ભણતર માટે વાલીઓ પણ ખૂબ વધુ ભરોશો સંસ્થા ઉપર મૂકી રહ્યા છે. કારણ કે તેઓને ખરા અર્થમાં ભાર વગરનાં ભણતરનું જ્ઞાન થયું. વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા ટારગેટ આપવામાં આવે છે. અને તે મુજબ કામગીરી સોપવામાં આવે છે જેથી સમયસૂચકતાને ધ્યાને લઈ વિદ્યાર્થીઓને આપેલ ટાસ્ક ને વહેલાસર પૂર્ણ કરવામાં આવે તે દિશામાં પ્રેરિત કરવામાં આવે છે.
ગ્લોબલ ઈન્ડિયન સ્કૂલ ૨૧મી સદીમાં બાળકોને શિક્ષણની સાથે ઘડતર પણ કરે છે: બીનાબેન આચાર્ય
ગ્લોબલ ઈન્ડિયન સ્કુલ દ્વારા જે રીતે નવતર પ્રયોગ હાથ ધરી જે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તે સરાહદીય છે. સ્કુલ શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓનું ઘડતર પણ કરે છે. સ્કુલના બાળકોને જયારે સ્ટેજ ઉપર જોયા ત્રે તે વાતની પ્રતિતિ થઈ છે. આ ૨૧મી સદીનું અને આજના સંપ્રદ સમયનું ગૂરૂકુળ છે. જયાં ગુરૂકુળ જેવો ભાષ પણ થાય છે. એ પણ માનવામાં આવે છે કે શાળામાં જે રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેનાથી વિદ્યાર્થીઓને શિક્ષણની સાથોસાથ સંસ્કૃતિનું ઘડતર પણ થઈ રહ્યું છે. તે ખૂબ જ સારી વાત કહી શકાય હાલ બાળકો ટી.વી. અને મોબાઈલ સાથે સંકળાઈ ગયા છે. પણ ખરેખરજે નવી ટેકનોલોજીની સાથે એટલે કે સ્માર્ટ બોર્ડ ટેકનોલોજરની સાથે બાળકને જે ભણાવું છે તે પ્રેકટીક રૂપથી ચરિતાર્થ કરી શકાય.
શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓનાં સ્કીલ ડેવપલમેન્ટ માટે શાળા ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે: વિજયભાઈ દેસાણી
ગ્લોબલ ઈન્ડિયન સ્કુલને સૌ પ્રથમ તો હાર્દિક અભિનંદન પાઠવું છું કે શિક્ષણની સાથોસાથ કૌશલ્યને નિખારી શકાય તે માટે સ્કીલ પણ ડેવલપ કરવામાં આવે છે. કે જે જીવન ઉપયોગી સાબીત થાય છે. આ શાળામાંથી બહાર નીકળેલા વિદ્યાર્થીઓ બક્ષીસ લક્ષણોને આધીન થઈ સમાજ સેવા માટે ઉપયોગી બનતા હોય છે. માત્ર સમાજ સેવા જ નહી પરંતુ તે તેમનું નામ રોશન કરી રાષ્ટ્ર નિર્માણમાં પણ સહભાગી બને છે. ગ્લોબલ સ્કુલ ખાતેખરા અર્થમાં ભાર વગનાં ભણતરનાં નવતર પ્રયોગને પૂર્ણતહ ચરિતાર્થ કરવામાં આવી રહ્યા છે. સ્કુલમાં માત્ર પુસ્તક લક્ષી શિક્ષણ નહી પરંતુ આધ્યાત્મિક શિક્ષણ પણ મળી રહ્યું છે. કે જે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. અને આપણા સંસ્કારોનું પણ ચિત્ર પ્રદર્શિત કરે છે. આવનારા સમયમાં વિદ્યાર્થીએ ડીગ્રી તો મળી પરંતુ સંસ્કારોનો અભાવ જોવા મળે.