કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષ કરતાં પણ વધુ સમયથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે, અને બાળકો – વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ દ્વારા તેમનો અભ્યાસ કરી રહયાં છે.
મોટાગુંદાળાની શાળાની લાયબ્રેરીમાં રહેલા 3 હજારથી વધુ પુસ્તકો ઘેર ઘેર જઈ બાળકોને આપવાનું શરૂ કર્યું
તેવા સમયમાં શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 8 ના બાળકો ઓનલાઈન શિક્ષણની સાથે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરી રહયાં છે. આવા બાળકો વાંચનની ટેવ ભૂલી ન જાય તે માટે જેતપુર તાલુકાના મોટી ગુંદાળા ગામની સરકારી શાળાના ઇંઝઅઝ આચાર્ય સંજય વેકરીયાએ એક અભિનવ અભિયાન હાથ ધર્યું છે.
તેઓએ જણાવ્યું છે કે ઓનલાઈન એજ્યુકેશનની સાથે મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે બાળકો વાંચનની ટેવ ન ભૂલી જાય, સાથો સાથકોરોનાની આ વિકટ પરિસ્થિતિમાં બાળકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે શાળાની સહ અભ્યાસ પ્રવૃત્તિ અન્વયે વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરી તેમને ટેકસ બુક બહારનું શિક્ષણ મળે તે માટે તેમને પુસ્તક વાંચન તરફ વાળવા મે ઘરે ઘરે જઈને વિદ્યાર્થીઓને પુસ્તક આપવાનું શરૂ કર્યું.
આ માટે શાળાની લાયબ્રેરીમાં રહેલા 3000 જેટલા પુસ્તકો બાળકો વચ્ચે ખુલ્લા મુકયા. ડોર ટુ ડોર જઈને બાળકોને તેમને ગમતા પુસ્તકો આપ્યા. એટલું જ નહી પરંતુ બાળકને પુસ્તક વાંચન બાદ તેમાં તેને શું ગમ્યુ ? પુસ્તકના વાંચનથી શું શીખ મળી ? જેવી બાબતોનો મોબાઈલમાં વિડીયો બનાવી મોકલવા પણ જણાવ્યું.
બાળકને ટચ સ્ક્રીનની આ દુનિયામાંથી બહાર કાઢવા મોટી ગુંદાળા ગામની સરકારી શાળાના ઇંઝઅઝ આચાર્ય સંજય વેકરીયાએ હાથ ધરેલો આ નવતર પ્રયોગ ગામના વિદ્યાર્થીઓની સાથે તેમના વાલીઓને પણ પુસ્તક વાંચન તરફ પ્રેરી રહ્યું છે.