ઇનર વ્હીલ ક્લબ દ્વારા વિદ્યાર્થીઓ માટે મેગા મેડિકલ કેમ્પ યોજાયો
નિષ્ણાંત ડોકટરોએ તેમની કુશળતા પ્રદાન કરી
બધા જ ધોરણના બાળકો માટે આરોગ્ય તપાસ કરવામાં આવી
Gandhidham News : ગાંધીધામની ઇનર વ્હીલ ક્લબ દ્વારા ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ અને કિશોરોની આરોગ્યની જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રાથમીક સરકારી શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર દરમિયાન ડોકટરોએ તેમની કુશળતા પ્રદાન કરી.
જેમાં સ્ત્રીરોગચિકિત્સક ડૉ. શિખા ગલસરે કિશોરવયની વિદ્યાર્થીનીઓને માસિક સ્રાવની સ્વચ્છતા વિશે શિક્ષિત કર્યું અને સ્વાસ્થ્યની ચિંતાઓ પર ધ્યાન આપવા જણાવ્યું હતું. તેમજ ENT નિષ્ણાત ડૉ. દિનેશે કિશોરવયના વિદ્યાર્થીઓને હોમાફ પર માર્ગદર્શન આપ્યું. બાળરોગ નિષ્ણાંત ડૉ. આચાર્ય સાલિયાએ ધોરણ 1 થી 3ના બાળકો માટે આરોગ્ય તપાસ હાથ ધરી હતી. તેમજ ડૉ. નીલમ ડી વરચંદે ધોરણ 4 અને 5 માં વિદ્યાર્થીઓની તપાસ કરી અને સ્વાસ્થ્ય અંગેની સલાહ આપી.
સાથોસાથ સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી. તેમજ આ કેમ્પમા 400 થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો, અને મુખ્ય આરોગ્યની ચિંતાઓને સંબોધવામાં આવી. તેમજ ઇનર વ્હીલ ક્લબે ડોકટરો અને સ્ટર્લિંગ હોસ્પિટલના તેમના અમૂલ્ય સમર્થન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો હતો. આ પહેલના પ્રોજેક્ટ પર્સન પૂજા ઠક્કર રહ્યા હતા. આ ઉપરાંત અર્ચના અગ્રવાલ, સુધા શાહ, જાગૃતિ ઠક્કર (સચિવ), નીલમ તીર્થાની (પ્રમુખ) દેવીજી, ભૈરવીજી, મીનુજી, પૂજા જી, કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : ભારતી માખીજાણી