ગૌણ સેવા પસંદગી દ્વારા એક જ દિવસે એક કરતા વધુ પરીક્ષાઓ ન લેવા રાજુલા ચેમ્બર ઓફ કોમર્સની મુખ્યમંત્રીને રજૂઆત
ગૌણ સેવા પસંદગી દ્વારા સંકલનના અભાવે એક જ દિવસે એક સાથે ત્રણ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગોઠવવામાં આવે છે. જેથી બધી જ પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ અંગે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
ગૌણ સેવા પસંદગી તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંકલનના અભાવે એક જ દિવસે ત્રણ ચાર પરીક્ષાઓ સાથે લેવાતી હોવાનાં કારણે લાખો યુવક યુવતીઓ એ બધી જ પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારે બધી જ પરીક્ષાની નિયમ મુજબ ફી ભરેલ હોવા છતા એકજ દિવસે બધી જ પરીક્ષાઓની તારીખ નકકી થવાને કારણે માત્ર એક જ પરીક્ષા આપી શકે છે. જે ખૂબજ અન્યાય કર્તા છે. અને લાખો પરીક્ષાર્થીઓની લાગણી પણ દુભાય છે. શિક્ષીત બે રોજગારોને નોકરી આપવાનાં આશયથી રાજય સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં જયારે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે પરીક્ષાર્થી ઉમેદવારોને લાયકાત મૂજબ જુદી જુદી દરેક પરીક્ષા આપવાની તક મળે તે માટે સરકાર ગૌણ સેવા પસંદગી મંડળ યુનિ.ઓ બેંકીંગ વિભાગો તથા અન્ય સંસ્થાઓ દ્વારા યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે સરકાર દ્વારા સંકલન કરી પરીક્ષાની જુદી જુદી તારીખો નકકી કરવામાં આવે તો પરીક્ષાર્થીને દરેક પરીક્ષા આપવાની તક મળશે ઉપરોકત બાબતમાં સત્વરે ઘટતી કાર્યવાહી કરી યોગ્ય કરવા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માંગતા તમામ ઉમેદવારોની લાગણી અને માંગણી રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા દ્વારા મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરવામાં આવી છે.