નવલખી પોર્ટથી નિકાસ થતા કોલસા પર બ્રેક લાગી: ટ્રક ચાલકો અને મજૂરીની રોજી રોટી પણ છીનવાઈ
મોરબી સિરામિક એસોસિએસસન દ્વારા તાજેતર માં સીરામીક યુનિટો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં અમુક સીરામીક યુનિટ બંધ થવાની શરૂઆત પણ થઇ ચુકી છે.જેના કારણે ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ટ્રક ચાલકોને મોટો ફટકો પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
મોરબી સીરામીક ઉદ્યોગ માં વપરાતો કાચો માલ રાજસ્થાનથી રોજ ૧૦૦૦ થી ૧૫૦૦ ટ્રકો મારફતે આવે છે. જેમાં રાજસ્થાન થી મોરબી કાચો માલ ભરી ને આવતા ટ્રકો ને મોરબી થી જ રાજસ્થાન ના પરત ભાડા સહેલાઇ થી મળી રહે છે. જેથી ટ્રક ચાલકોને રિટર્ન ભાડામાં પણ ખાસ્સા એવા પૈસા મળી રહે છે. ઉપરાંત નિકાસ કરતા ઉદ્યોગકારોને પણ ફાયદો થાય છે.
મોરબી જિલ્લા ના જીએમબી સંચાલિત નવલખી પોર્ટ પર થી ટ્રક મારફત રોજ ના ૫૦૦૦ થી ૧૦,૦૦૦ ટન કોલસા નું રાજસ્થાન સહીત ગુજરાત ના અન્ય વિસ્તારોમાં નિકાસ કરવામાં આવે છે જેમાં રોજ ના ૫૦૦ થી ૮૦૦ટ્રકો ની ફરજયાત જરૂરિયાત ઉભી થાય છે જે ટ્રકો મોટાભાગ ના રાજસ્થાન ના હોવાથી સરળ રીતે મોરબી અને રાજસ્થાન એમ બંને તરફ થી જે તે સ્થાનિક ટ્રકચાલકો ને વ્યાજબીરીતે ભાડાઓ મળી રહે છે.
તાજેતર માં જ મોરબી સિરમીક એસોસીએસન દ્વારા કરવામાં આવેલા બંધ ના એલાનના કારણે રાજસ્થાન તથા અન્ય રાજ્યો માંથી આવતા તમામ ટ્રકો પર બ્રેક લાગી જતા નવલખી પોર્ટ પરથી નિકાસ કરવા માં આવતા લાખો ટન કોલસા ના જથ્થાને બ્રેક લાગી ગઈ છે.રોજિંદી રીતે નિકાશ માટે મળી રહેતા ટ્રકો માટે મુશ્કેલી ઉભી થતા ડબલ ભાડા ચૂકવવા અનિવાર્ય બની જાય છે તેમજ સ્થાનિક મોટા ઉધોગકારો અને મજૂરો અને ટ્રક ડ્રાઈવરો ની રોજી રોટી છીનવાય જાય તેવી પરિસ્થિતિ પણ ઉભી થઇ છે.
આ ઉપરાંત આર્થિક રીતે જોઈ એ તો આ બંધ ના એલાન અને ટ્રક ના અવર જવર ની રોક થી અટકાયેલા લાખો ટન કોલસા નો જ્થ્થો પડ્યો રહેતા ગુજરાત સરકાર તથા ગુજરાત મેરિટાઇમ બોર્ડ ને કરોડો રૂપિયા નું નુકશાન થવાની ભીતિ ઉભી થઇ છે જેમાં વિદેશી કંપનીઓના વિદેશી હૂંડિયામણ નું પણ પારાવાર નુકશાન સહન કરવું પડે તો કોઈ નવાઈ ની વાત નથી આથી સરકાર જો સીરામીક યુનિટો સાથે વાટાઘાટો કરી જીએસટી અને ઈ વે બિલ થી થતી મુશ્કેલીઓ દૂર કરે તો બંધના એલાન થી અટકાયેલ ટ્રકો ના અવરજવર ફરીથી શરુ કરવા મા આવે તો અસંખ્ય લોકો ની રોજીરોટી ફરી થી મળતી થઈ જશે અને કરોડો રૂપિયા નું થતું નુકશાન થતું અટકાવી શકાય છે.