રાજ્યમાં કોઈપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઈજા પામેલને પ્રથમ ૪૮ કલાક સુધી વિનામુલ્યે સારવાર પૂરી પાડવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નિર્ણયને આવકારતા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ.
ગુજરાત રાજયના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના વધુ એક પ્રજાલક્ષી નિર્ણયને આવકારતા ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહએ જણાવેલ કે ગુજરાત રાજય માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવેલ છે રાજ્યના કોઈપણ વિસ્તારમાં થયેલ અકસ્માતમાં ઈજા પામેલને પ્રથમ ૪૮ કલાક સુધી વિનામુલ્યે સારવાર પૂરી પડાશે.
જે નજીકના સ્થળે સરકારી હોસ્પિટલ અથવા ખાનગી હોસ્પિટલમાં પૂરી પડાશે. તેમજ રાજય સરકારશ્રી દ્વારા કોઈપણ જાતની આવક મર્યાદાને ધ્યાને લીધા વિના તમામ નાગરિકોને આનો લાભ મળશે. અકસ્માત ગ્રસ્ત તમામ દર્દીને રૂ.૫૦,૦૦૦/- સુધીની નિશુલ્ક સારવાર મળશે. અને ખાસ કરીને ગુજરાત બહારના કે અન્ય રાષ્ટ્રના કોઈપણ નાગરિક હોય પરંતુ અકસ્માત ગુજરાતના કોઈપણ છેડે થયો હોય તો પણ નજીકના સ્થળે દર્દીને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર પૂરી પડશે.
તેમજ રાજય સરકારશ્રી દ્વારા વધુમાં પ્રથમ ૪૮ કલાક દરમ્યાન ઈજાગ્રસ્તનું ડ્રેસિંગ, સ્ટેબીલાઈઝેશન, એક્સ-રે, ઇજાનું ઓપરેશન, સિટી સ્કેન, આઈ.સી.યુ., એમ.આર.આઈ, વિગેરે જેવી તમામ પ્રકારની સારવારનો ખર્ચ હોસ્પિટલોને સીધે સીધો રાજય સરકાર દ્વારા ચુકવવામાં આવશે. અકસ્માતમાં ભોગ બનનાર દર્દીએ કોઈપણ ખાનગી હોસ્પિટલ તથા સરકારી હોસ્પિટલમાં સેવાઓ પૂરી પડાશે. ખાનગી હોસ્પિટલોએ કરેલ સારવાર અંગેનું બિલ સંબંધિત જીલ્લાના તબીબી અધિકારી/તબીબી અધિક્ષકને રજુ કરવાનું રહેશે.
તેમજ ખાનગી હોસ્પિટલની ખરેખર રકમ અથવા રૂ.૫૦,૦૦૦ બંને માંથી જે ઓછી હશે તે મળવા પાત્ર થશે. આ માટે રાજય સરકારશ્રી દ્વારા ચાલુ વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ.૩૦ કરોડની ફાળવણી પણ કરી છે. માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં આજે ગુજરાત રાજય વધુને વધુ વિશ્વના નકશામાં પ્રગતિશીલ વિકાસશીલ બની રહયું છે ત્યારે વિકાસશીલતા સાથે લોકોના આરોગ્યને લક્ષમાં રાખીને રાજય સરકારશ્રીના આ લોકઉપયોગી નિર્ણય કરવા બદલ ખુબ ખુબ અભિનંદન માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલને ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ દ્વારા પાઠવવામાં આવેલ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com