રાજોરી અને પૂંછ  વિસ્તાર આર્મી દ્વારા કોર્ડન કરાયો 

જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક જેસીઓ સહિત સેનાના 5 જવાન શહીદ થયા છે. અંતકીઓ સાથેના અથડામણમાં  એક જેસીઓ અને સેનાના 4 જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા .

સેના સાથે સંકળાયેલા અધિકારીઓના કહેવા પ્રમાણે આ આતંકવાદીઓ એલઓસી પાર કરીને ચમરેરના જંગલો સુધી પહોંચી ગયા હતા. તેઓ જંગલમાંથી બહાર ન નીકળી શકે તે માટે સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો. જંગલમાં 3થી 4 આતંકવાદીઓ સંતાયા હોવાની આશંકા છે.

આજે સવારથી જ આતંકવાદીઓ વિરૂદ્ધ સેનાનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ સવારના સમયે અનંતનાગ અને બાંદીપોરા ખાતે 1-1 આતંકવાદીને ઢેર કરી દીધા હતા. જેને ધ્યાને લઇ રાજોરી અને પૂંછ  વિસ્તાર આર્મી દ્વારા કોર્ડન કરવામાં આવયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.