યુવતીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો
તા. ૨૫ એપ્રિલના રોજ સાંજના ૪.૩૦ વાગ્યાના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે મામલતદાર કચેરીની સામેથી રેલવે ટ્રેક પાસે ટ્રેનમાંથી પડી ગયેલા એક સગર્ભા યુવતી બેભાન હાલતમાં મળી આવેલ હતી. જે અંગેની જાણ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવતા, થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. ડી.એમ.ઢોલ તથા સ્ટાફ તાત્કાલિક રેલવે ટ્રેક મામલતદાર કચેરી સામે પહોંચી, બેભાન હાલતમાં મળેલ ઇજા ગ્રસ્ત અજાણી સ્ત્રીને પ્રથમ પ્રાથમિક સારવાર થાનગઢ હોસ્પિટલ ખાતે અને ત્યારબાદ વધુ સારવાર માટે પોલીસ જાપતા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ હતી…
ઇજાગ્રસ્ત સગર્ભા અજાણી સ્ત્રીને કોઈ તકલીફના કારણે પગલું ભરેલ છે કે કોઈએ ટ્રેનમાંથી ધક્કો મારેલ છે..? વિગેરે બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, સાથોસાથ સહિષ્ણુતાભરી કાર્યવાહી સાથે સારવાર કરાવવા પણ તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા થાનગઢ ખાતે મળી આવેલ ઇજાગ્રસ્ત સગર્ભા અજાણી સ્ત્રી બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી, આ સ્ત્રી ક્યાં કારણથી ટ્રેનમાંથી પડી જતા ઇજા થયેલ છે, તેનો તાગ મેળવવા સુવ્યવસ્થિત તપાસ કરવા સૂચનાઓ કરવામાં આવેલ હતી.
થાનગઢ ખાતેથી મળી આવેલ ઇજાગ્રસ્ત સગર્ભા અજાણી સ્ત્રી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં હોઈ, ભાનમાં આવતા, થાનગઢ પોલીસની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવતા, કોઈ સંતોષકારક જવાબ આપતી ના હતી. ઇજાગ્રસ્ત સગર્ભા અજાણી સ્ત્રી પોતાના અલગ અલગ નામ તેમજ અલગ અલગ સરનામાં આપતી હતી. જેથી, થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. ડી.એમ.ઢોલ તથા સ્ટાફને આ સ્ત્રી બાબતે શંકા જન્મેલી અને આ સ્ત્રી વિશે તથા તે ટ્રેનમાંથી ક્યાં સંજોગોમાં નીચે પડી ગયેલા, તે દિશામાં પોલીસ ટીમ દ્વારા ઊંડાણપૂર્વક પૂછપરછ કરી સત્યા શોધી કાઢવાનું અને ત્યાં સુધી પોલીસ જપતાને કડક બનાવવાનું નક્કી કરવામાં આવેલ હતું.
પોતે પ્રેગ્નેટ હોઈ, સારવાર માટે પોલીસ જાપતામાં સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લાવવામાં આવેલ હતી. જે દરમીયાન આ આરોપી કસ્તુરી સંજુ કમલેશભાઈ સહાની સિવિલ હોસ્પિટલમાંથી પોલીસ જાપતાને ચકમો આપી નાસી ગયેલ હતી. જે બાબતે સુરત શહેર ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જાપતામાંથી નાસી જાવા બાબતે ગુન્હો નોંધાયેલ હતો. આ ગુન્હામાં આ પકડાયેલ આરોપી કસ્તુરી સંજુ કમલેશભાઈ સહાની વોન્ટેડ હોવાનું ખુલવા પામેલ છે. વધુમાં, આ યુવતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સગર્ભા હોઈ, એક બાળકને જન્મ આપેલ છે.
સુરેન્દ્રનગર પોલીસ દ્વારા સુરત શહેર પોલીસને જાણ કરવામાં આવતા, ખટોદરા પોલીસ સ્ટેશનની એક ટીમ દ્વારા આરોપી બાઈનો કબ્જો મેળવી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. થાનગઢ ખાતેથી મળી આવેલ ઇજાગ્રસ્ત યુવતી પોલીસ જાપતામાંથી નાસી ગયેલ અપહરણ પોકસો તેમજ વેશ્યાવૃત્તિ ધારા હેઠળના ગુન્હાની કેદી આરોપી નીકળેલ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com