મુગલ વંશજ હબીબુદ્દીન તુસીએ રામ મંદિર માટે દર્શાવી ‘સોનાની ઈંટ’ આપવાની પણ તૈયારી

અયોધ્યામાં રામ જન્મભૂમિની વિવાદીત જમીનની માલિકી કેસમાં મધ્યસ્થી નિષ્ફળ નિવડયા બાદ સુપ્રીમ કોર્ટમાં આ કેસની નિયમિત સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી દરમિયાન હિન્દુ-મુસ્લિમ બન્ને પક્ષકારો પોતાના માલિકી દાવા માટે પુરાવાઓ રજૂ કરી રહ્યાં છે. ત્યારે આ સને જેમને મસ્જિદ બનાવી હોવાનું માનવામાં આવે છે તે મુગલ સામ્રાજ્યના વંશજે જો આ વિવાદ ટળતો હોય તો આ સને રામ મંદિર બનાવવા દેવા અને તે માટે પહેલી ઈંટ અને તે પણ સોનાની આપવા પહેલ કરી છે. મુગલ વંશજની આ પહેલી આ મુદ્દો નવો વળાંક આવ્યો છે.

મુગલ સામ્રાજ્યના છેલ્લા શાસક બહાદુર શાહ જફરના વંશજ યાકુબ હબીબુદ્દીન તુસીએ અયોધ્યામાં રામ મંદિર બને તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. એક મુલાકાતમાં તુસીએ કહ્યુ હતુ કે, જે જમીન માટે વિવાદ છેડાયો છે તેની માલિકાના દસ્તાવેજ કોઈની પાસે નથી. આથી મુગલ વંશના વંશજ હોવાના નાતે મારો અધિકાર છે કે હું કોર્ટ સમક્ષ મારી વાત મુકુ મને એક વખત સાંભળવામાં આવે.

જોકે રામ મંદિર મામલામાં પક્ષકાર બનવાની તુસીની અરજી સુપ્રીમ કોર્ટે સ્વીકારી નથી ત્યારે તુસીએ કહ્યુ હતુ કે, કમ સે કમ એક વખત મારી વાત સાંભળવી જોઈએ. ૧૫૨૯માં પહેલા મુગલ શાસક બાબરે પોતાના સૈનિકોને નમાજ પઢવા માટે જગ્યા આપવા બાબરી મસ્જિદનુ નિર્માણ કરાવ્યુ હતુ. આ જગ્યા માત્ર સૈનિકો માટે હતી અને બીજા કોઈ માટે નહી. અહીંયા પહેલા મંદિર હતુ કે નહી તે ચર્ચામાં હું નથી પડવા માંગતો. પણ જો હિન્દુઓ આ જગ્યાને ભગવાન રામનુ જન્મ સ્થાન હોવાની આસ્થા રાખતા હોય તો હું એક સાચા મુસ્લિમ તરીકે તેમની ભાવનાઓનુ સન્માન કરીશ.

તુસીએ વધુમાં કહ્યુ હતુ કે, મારી પાસે આ જગ્યાની માલિકીના કોઈ કાગળ નથી પણ મુગલ વંશના ઉત્તરાધિકારી તરીકે આ જમીનની માલિકી ધરાવુ છું અને મને જો આ જમીનનો કબજો મળશે તો હું મંદિર નિમાર્ણ માટે દાન કરી દઈશ. એટલુ જ નહી મારો પરિવાર મંદિર નિર્માણ માટે પહેલી ઈંટ દાનમાં આપશે. આ ઈંટ પણ સોનાની હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.