મિશન નિરામયા ૧૦૦ દિવસમાં મચ્છરજન્ય, ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા રોગોનો આંક ૫૦ ટકા કરાશે
ગીર-સોમનાથ જિલ્લાનાં આરોગ્ય વિભાગે મચ્છરજન્ય ડેંગ્યુ, મેલેરીયા, ચિકનગુનીયા જેવા રોગો પર કાબુ મેળવવાં માટે પ્રોજેક્ટ નિરામયાનો પ્રારંભ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરનાં હસ્તે સોમનાથ ખાતે રામમંદીરનાં ઓડીટોરીયમ હોલથી કર્યો હતો.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, આપણાં જિલ્લામાં મેટરનલ હેલ્થ, એનેમિયા, ઇન્ફેક્ટ હેલ્થ, ટી.બી. વાહક જન્ય રોગ, ન્યુટ્રીશન જેવા રોગોનાં કેસો અડધા નોંધાયા એ માટે મિશન નિરામયા અંતર્ગત યુધ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવશે. ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેક કરવાથી રોગોનાં ફેલાવા પર અંકુશ મેળવી શકાય છે.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્યએ જણાવ્યું હતું કે, રાજ્ય ટકાઉ વિકાસ ધ્યેય હેઠળ લક્ષ્યાંકિત લક્ષ્યો અને લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રતિબધ્ધ છે. તમામ હિસ્સાધારકોનાં ટેકાથી સ્ત્રોત પુરા કરીને ધ્યાન કેન્દ્રીત કરીને ક્ષેત્રિય અભિગમ દ્વારા આરોગ્યનાં પરિણામોને વેગ આપવા માટે કલ્પના કરવામાં આવી છે. માતા મૃત્યુમાં ઘટાડો, શીશુ મૃત્યુમાં ઘટાડો સંપૂર્ણ રોગ નિવારકતા આ મિશન મુજબ દરેક જિલ્લાનાં ૨ તાલુકા પસંદ કરવામાં આવેલ છે. ગીર-સોમનાથ જિલ્લાનાં સુત્રાપાડા અને કોડીનાર એમ બે તાલુકા પસંદ કરવામાં આવ્યા છે.