ભારતીય મઝદુર સંઘ સહિતના સંગઠનોનો આદોલનને ટેકો
જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે તથા અગાઉના વર્ષોમાં સરકારશ્રી સાથે થયેલ સમાધાનમાં સ્વીકારવામાં આવેલ મુદ્દાઓના બાકી રહેલા ઠરાવો તાત્કાલિક ધોરણે થવા માટે તથા અન્ય પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે રાષ્ટ્ ગુજરાત, ભારતીય મજદૂર સંઘ ગુજરાત, રાજ્ય સરકારી ચોથા વર્ગ કર્મચારી મંડળ ગાંધીનગર, આશ્રમશાળા કર્મચારી મહાસંઘ ગુજરાત તથા ઉત્કર્ષ મંડળ રાજકોટ અને અન્ય સંગઠનોથી બનેલા સંયુક્ત મોરચા ગુજરાત દ્વારા આપવામાં આવેલ તબક્કાવાર આંદોલન કાર્યક્રમનાં ભાગરૂપે સમગ્ર રાજ્યમાં એક જ દિવસે જિલ્લા કક્ષાએ શાંતિપૂર્ણ રેલી સ્વરૂપે ડો.આંબેડકર ની પ્રતિમા હોસ્પિટલ ચોકથી મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમા થઈને મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી માતૃભૂમિની માટીનું તિલક કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લામાં ઉત્કર્ષ મંડળ તેમજ સંયુક્ત મોરચો રાજકોટના તમામ સાથી સંગઠન મંડળો દ્વારા મહારેલી યોજી વિવિધ કાર્યક્રમો આપવામાં આવેલ જેમાં વિશેષ હાજરી આપી જૂની પેન્શન યોજના અને પડતર પ્રશ્નોનાં નિરાકરણ માટે શિક્ષક સહિત સર્વે કર્મચારીઓ ને આશ્વસ્ત કર્યાં હતા તેમજ જણાવેલ કે 2005 પહેલા ભરતી થયેલ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો બાકી ઠરાવ તાત્કાલિક કરાવવા અને 2005 પછી ભરતી થયેલ કર્મચારીઓ માટે આ પવિત્ર સંગઠન લડત શરૂ રાખશે, જે અંતર્ગત રાજ્યના તમામ ધારાસભ્ય, સાંસદ સભ્ય, જિલ્લા પ્રમુખ, પાર્ટી પ્રમુખને પોતાના લેટર પેડ પર સંયુક્ત મોરચાના કાર્યકરો માતૃશક્તિ ને સાથે રાખી આવેદન પત્ર આપવા જશે જેના આધારે મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી ને રજૂઆત કરવામાં આવશે
આજના કાર્યક્રમમાં ડો.બાબાસાહેબ આંબેડકરજી, મહાત્મા જ્યોતિબા ફૂલેજી અને મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સુત્રાત્મક રેલીનું આયોજન કરેવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લાના આચાર્યઓ,શિક્ષક બંધુ ભગીનીઓ તથા અન્ય વિભાગના સર્વે કર્મચારીઓએ બહોળી માત્રામાં હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ હર્ષદભાઈ પારઘી, તેમજ સર્વે તાલુકા અધ્યક્ષ શ્રી જિલ્લા કારોબારી તેમજ સર્વે તાલુકા કારોબારીઓ એ જહેમત ઉઠાવી હતી.