પૂર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલાએ કરાવ્યો કામનો આરંભ: લત્તાવાસીઓમાં ખુશાલી
વોર્ડ નં.૩માં પોપટપરા વિસ્તારમાં આવેલ શ્રી દયાસાગર હનુમાનજી મંદિરની પૌરાણીક જગ્યામાં અનેક ધાર્મિક દેવી-દેવતાઓના દેવસ્થાનો આવેલા છે. આ વિસ્તારના લોકો આ મંદિરમાં બહોળી સંખ્યામાં પુજા-અર્ચના કરવા માટે આવતા હોય છે. તેમજ આ જગ્યામાં ભાગવત સપ્તાહથી લઈ અનેક ધાર્મિક કાર્યક્રમો ઉજવાતા હોય છે ત્યારે મંદિરના વિશાળ પટાંગણમાં સ્વચ્છતા જળવાય અને આ જગ્યાનો લોકો વધુમાં વધુ સામાજિક તેમજ ધાર્મિક પ્રસંગોમાં ઉપયોગ કરી શકે તેવા હેતુથી સ્થાનિક લોકો દ્વારા વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાને મંદિરના પટાંગણમાં ઈન્ટર લોકીંગ બ્લોક નાખવા માટે રજુઆત કરતા આજરોજ ગાયત્રીબા વાઘેલાની ઉપસ્થિતિમાં દિલીપભાઈ આસવાણીના હસ્તે કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંધ્રિના મહંત અનંત મહારાજ મહંત મોજગીરી મહારાજ કોંગ્રેસના આગેવાન એડવોકેટ અશોકસિંહ વાઘેલા, અશોકભાઈ કાથળભાઈ, નરેન્દ્રભાઈ આહીર, કૃષ્ણભાઈ મોરે, કાનભાઈ જુંજીવાડીયા, લાલાભાઈ કુગશીયા, શૈલેષભાઈ દલવાડીયા, પાર્થ ડવ તેમજ વિસ્તારની સ્થાનિક મહિલાઓ ગૌરીબેન દલવાડિયા, ભાવનાબેન કલોલા, ચંદ્રિકાબેન, કોમલબેન ઠાકર, નીતાબેન, પુનમબેન વગેરે ઉપસ્થિત રહી આ કાર્યને બિરદાવી સ્થાનિક કોર્પોરેટરનો આભાર માન્યો હતો.