પાણીદાર ગુજરાતના નિર્માણ માટે જનશક્તિની મદદી જળશક્તિ વધારવાનું ગુજરાતનું ગૌરવપ્રદ અભિયાન સમગ્ર દેશને રાહ ચીંધશે : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અંકલેશ્વર તાલુકાના કોસમડી તળાવને ઊંડા કરવાની કામગીરીમાં શ્રમદાની આ ભગીર કાર્યનો શુભારંભ કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત ગૌરવ દિવસી શરૂ થઇ રહેલાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન-૨૦૧૮ની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ જળસંગ્રહ અભિયાન સમગ્ર રાજ્યની જનશક્તિને જોડીને જળશક્તિ વધારવાનો વિરાટ પુરૂર્ષા ઉત્સવ બની રહેશે. પાણીદાર ગુજરાતના નિર્માણ માટે જનશક્તિની મદદી ગુજરાતનું આ ગૌરવપ્રદ અભિયાન સમગ્ર દેશને રાહ ચીંધશે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જળ એ જીવનરક્ષા માટે ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે અને જળ બચાવવું એટલે જીવન બચાવવું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આખું રાજ્ય સપનાના ગૌરવદિને જળ અભિયાનનો પ્રારંભ કરશે. એક ર્અમાં આ જળ અભિયાન નહીં, પરંતુ પ્રત્યેક ગુજરાતી દ્વારા કરાતી જળ આરાધના છે, ત્યારે સૌ ગુજરાતીઓ જળ સંચયની સાથે સાથે જળરક્ષાના, પાણી બચાવવાના સંસ્કારને પણ સુદ્રઢ કરે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સપ્ના દિન – ૧લી મે-૨૦૧૮ી શરૂ કરીને સમગ્ર માસ દરમિયાન સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન યોજવાનું નક્કી કરાયું છે. રાજ્યના પ્રત્યેક નાગરિકને આ કાર્યમાં જોડીને જનશક્તિના પ્રચંડ પુરૂર્ષાી રાજ્યમાં ચોમાસા પહેલાં જળસંગ્રહ ક્ષમતા વધારવાનું આયોજન છે. આ અભિયાનમાં રાજ્યભરની સ્વૈચ્છિક  સમાજિક  ધાર્મિક સંસઓની ભૂમિકા સૌી મહત્વની રહેશે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગુજરાત ગૌરવ દિન – તા. ૧ લી મે એ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના તળાવને ઉંડું કરવાની કામગીરી સાથે જળસંચયના આ મહાઅભિયાનનો શુભારંભ કરાવશે.

મુખ્યમંત્રી રૂપાણીએ જળ અભિયાન અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યભરની જનશક્તિને જોડીને સમગ્ર મે મહિના દરમિયાન જળસંગ્રહનો જે પુરૂર્ષા યજ્ઞ યોજાશે તેના પરિણામે ચેકડેમો, તળાવો અને જળાશયો ઉંડા વાને કારણે અંદાજે ૧૧,૦૦૦ લાખ ઘનફૂટી વધુ વરસાદી પાણીના સંગ્રહી ચોમાસુ પાકને પૂરક પિયત ઉપરાંત વધારાની સિંચાઇ સુવિધા ઉપલબ્ધ શેરૂ ભૂગર્ભ જળના તળ પણ ઉપર આવશે જેના પરિણામે રાજ્યના ખેડૂતોને ફાયદો થશે. તળાવો અને ચેકડેમો ઊંડા કરવાી ઉપલબ્ધ નારી ફળદ્રુપ માટી જેને જરૂર હોય તેને રાજ્ય સરકાર એક પણ પૈસાની રોયલ્ટી લીધા વિના ઉપલબ્ધ કરાવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આ અભિયાનની સૌથી મહત્વની બાબત વિશે ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, આ અભિયાનમાં રાજ્યભરની સેવાભાવી સંસઓને જોડવામાં આવશે અને જિલ્લા-તાલુકાની જળ સંચય પ્રવૃત્તિ સાથે આ સંસઓ જોડાશે. આવી સંસઓ લોકજાગૃતિ અને જનભાગીદારીને પણ પ્રવૃત્ત કરશે. આ ઉપરાંત આ જળ અભિયાનમાં ધાર્મિક સંસનો, લોક પ્રતિનિધિઓ, ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ સહિતની સંસઓ-અગ્રણીઓને જોડવામાં આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા, કચ્છ જિલ્લો તેમજ મધ્ય ગુજરાત વિસ્તારના પાણીની અછતવાળા જિલ્લામાં આ કામગીરી હાથ ધરાશે.

આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં અંદાજે ૧૩,૦૦૦ તળાવ, ચેકડેમ અને જળાશયો ઉંડા કરવા તા પરંપરાગત જળસ્રોતોના નવીનીકરણના ભગીર અભિયાનમાં ગુજરાતની જનશક્તિ જોડાશે. રાજ્યના ૧૧,૦૦૦ી વધુ ગામોમાં ૨૩,૬૭૦ કિ.મી. લંબાઇની પાણી વિતરણ નેટવર્કની પાઇપલાઇન, તેના ઉપર લાગેલા ૩૩,૭૭૭ એર વાલ્વનું નિરીક્ષણ અને મરામત, રરર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ૮૫૩ ઓવરહેડ ટેન્ક અને ૧,રર૪ જેટલા અન્ડરગ્રાઉન્ડ સમ્પની સફાઇ અને જાળવણીની કામગીરી પણ આ અભિયાન અંતર્ગત હા ધરાશે. આ ઉપરાંત જમીન સંરક્ષણ, વેસ્ટ વોટર રિયુઝ પોલીસીનું અમલીકરણ જેવી કામગીરી પણ હાથ ધરાશે.

સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ ૧૦,૫૭૦ કામો હાથ ધરવામાં આવશે. જેમાં રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓના વિવિધ તાલુકાઓનાં ૬૨૬૦ તળાવ-ચેકડેમ ઉંડા કરવા,૮૮૬ જેટલાં ચેકડેમોનું નિર્માણ, માટીના ૫૬૭ પાળા બનાવવા, ૯૩ ગેબિયનજેવા વિવિધ કામોનો સમાવેશ થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.