ગ્રાહકોના માલને ચોકકસ સમયમાં સહી સલામત પહોંચાડવા ભારતીય રેલવે સજજ

ભારતીય રેલવે દ્વારા માલ ભાડાને પ્રોત્સાહન આપવાના ઉદેશયને પૂર્ણ કરવા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલના માર્ગદર્શન હેઠળ ઝોનલ હેડ કવાર્ટર અને વિભાગીય કચેરીઓમાં તાજેતરમાં મલ્ટિ ડિસીપ્લીન બિઝનેસ, ડેવલોપમેન્ટ યુનિટસ (બી.ડી.યુ)ની સ્થાપના કરવામાં આવી હતી. માલવાહકોને આકર્ષવા પશ્ર્ચિમ રેલવે દ્વારા નવી પાંચ પ્રોત્સાહક યોજનાઓ લાવી જેના દ્વારા ગ્રાહકોને તેમના માલ-પાર્સલના પરિવહન માટે રેલવે સાથે જોડાણ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ યોજનાથી ભારતીય રેલવે પ્રતિસ્પર્ધાત્મક એકમ દરો પર ગુડઝ ગ્રાહકોને ટ્રાફિક પ્રદાન કરશે જે માર્ગ પરીવહન કરતા ઘણા ઓછા હોવા ઉપરાંત માલને ચોકકસ સમય સાથે ઝડપી ગતિએ પહોંચાડાશે.

GM WR

પશ્ચિમ રેલવેના મુખ્ય જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા અનુસાર ગુડઝ પ્રમોશન યોજનાઓ ગ્રાહકોને વ્યવસાય કરવાનું સરળ બનાવશે અને રેલવેને વધુ ટ્રાફિક અને આવક થશે. રેલવેની પાંચ પ્રોત્સાહક યોજનાઓ અંતર્ગત પી.ઈ.ટી.કોક માટે મંજુરીપાત્ર લોડ વહન ક્ષમતા, ભરેલા ક્ધટેનરની હિલચાલ માટે પરિવહન શુલ્ક પર છુટ જેમાં પરિવહન દર પર ૨૫ ટકા છુટ આપવામાં આવી છે. તેમજ ભાડા દર મુજબ રેટ ઉપર ૫ ટકા છુટ આપવામાં આવી છે. ઔધોગિક ઉપયોગ માટે મીઠાના વર્ગીકરણ, માલ ભાડા પ્રોત્સાહન યોજના હેઠળ ખુલ્લા વેગનમાં ફલાય એશલોડ કરવાની છુટ અપાઈ છે. ક્ધટેનર ટ્રાફિકના કિસ્સામાં સ્ટેબલિંગ શુલ્ક લેવામાં નહીં આવે તેઓ અંતમાં જણાવ્યું હતું કે, આ યોજના માલ ભાડા ગ્રાહકો માટે લાગુ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.