સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને ગોંડલમાં આ સીસ્ટમની ટ્રાયલ બેઇઝ પર શરુઆત કરાઇ

માર્કેટ યાર્ડના કમીશન એજન્ટોની હડતાલ સમેટાઇ ગઇકાલે ગઇ, પરંતુ આજથી જુની સીસ્ટમ મુજબ તેમજ ઓન લાઇન નવી સીસ્ટમ ઇ-નામ ટ્રેડીંગની શરુઆત શરુ કરેલ છે. આ સીસ્ટમમાં ખેડુત માલનું વેચાણ કરવા માટે ખરીદનાર પાર્ટી મોબાઇલમાં વેબ સાઇટથી ભાવનાની બીટ મુકી જે વધુ ભાવ આપે તે પાર્ટી સાથે સવારે અગીયાર વાગ્યે વેચાણ નકિક કરી શકે પરંતુ ખેડુત માલમાં લેબોરેટરી ટેસ્ટીંગ રીપોર્ટ મુજબ કવોલીટી ન હોય તો સોદો રદ કરી નવો ભાવ નકકી થાય છે. આ ઇ-ટ્રેડીગ નો વેપાર દિલ્હી સરકારે સમગ્ર ભારતમાં દરેક મંદીમાં શરુ કરવા કડક સુચના આપેલ છે તેથી કમિશનો નાબુદ થવાથી ખરીદનારને ૧ ટકા થી ર ટકા નો ફાયદો જે થાય તેથી ખેડુતોને એટલો ભાવ વધારો મળી શકે. છે.કમિશન એજન્ટ દ્વારા માર્કેટ યાર્ડમાં હાલની સીસ્ટમમાં ૧.૫ ટકા નો જે કમિશન ખરીદનાર ચુકવે તેથી સામે કમિશન એજન્ટો પેમેન્ટ બાકી રાખે છે. માલની કવોલીટી વાઇઝ વકલ કરી ખેડુતનું હીત સાંચવી ભાવ વ્યાજબી અપાવી દે છે. ઇ-માર્કેટીંગમાં એરંડા, ગમ-ગુવાર, ચણા, તલ વિગેરે ઓન-લાઇન વેપાર થઇ શકશે પરંતુ તેનું પેમેન્ટ એડવાન્સ દેવાનું હોય કવોલેટીમાં વાંધા પડતા હોય ઘણી મુશ્કેલી ઉદભવે છે.આવતા ર થી ૩ વર્ષ ના અનુભવ પછી ઇ-નામ વેપાર સરળતાથી થાય તેવું લાગે છે. હાલ સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ, જામનગર, ગોંડલમાં આ સીસ્ટમની ટ્રાયલ બેઇઝ ઉપર શરુ કરાયેલ છે. જે ભવિષ્યમાં અનુભવી કર્મચારી તેમજ ટ્રેડસોના રાહબરથીવેપાર તંદુરસ્ત બનશે.તેમ સૌરાષ્ટ્ર કપાસ, કપાસીયા ખોળ ફટક દલાલ એશો.ફ ના પ્રમુખ અવધેશભાઇ સેજપાલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.