#Gondal #Gujarat #BhagawatGyanyagn #SauashtraNews
સર ભગવતસિંહજી સમયની બગીમાં ભાગવતજીનું વિચરણ
જ્ઞાતિજનો, નગરજનો અને સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા પોથીયાત્રાનું શાહી સ્વાગત: શહેરીજનોમાં અનેરો ઉત્સાહ
ગોંડલના સ્વર્ગસ્થ રાજવી જ્યોતેન્દ્રસિહજી ના આત્મમોક્ષાર્થે રાજવી પરિવાર દ્વારા તા.27 -3 થી તા.3-4 દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ ભવ્ય આયોજન કરાયુ હોય ઉધ્ધોગભારતી ચોક મા આવેલી નવનીત પ્રીયાજી હવાલી એ થી શાસ્દત્રોકત વિધી અને મંત્રોચ્ચાર વચ્ચે પોથીયાત્રા દરબારગઢ તરફ પ્રસ્થાન થઈ હતી.મહારાજા સર ભગવતસિહજી જે બગીનો ઉપયોગ કરતા હતા તે બગીમાં પોથી પધરાવાઇ હતી અને રાજવી હિમાંશુસિહજી જોડાયા હતા.ભાગવત સપ્તાહનુ વાંચન રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભાગવતાચાર્ય ડો. અનંતપ્રસાદજી દ્વારા કરાઇ રહ્યુ છે.ભાગવત કથા ને લઈ ને દરબારગઢ માં ભવ્ય અને જાજરમાન ડોમ ઉભા કરાયા છે,નગર શ્રેષ્ઠીઓ, વિવિધ જ્ઞાતિ મંડળો અને શહેર ની સામાજિક સેવાકીય સંસ્થાઓ પણ આયોજનમા સહભાગી બન્યા છે.
ગોંડલ મહારાજા હિમાંશુસિંહજી તથા રાજમાતા કુમુદકુમારીબા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંગે રાજવી પરિવાર નાં પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ કે રાજાશાહી સમયમાં કોઈપણ ધાર્મિક કાર્યક્રમ દરબારગઢ માંજ યોજાતા હતા એ પરંપરાને અનુલક્ષી ભાગવત સપ્તાહનુ આયોજન દરબારગઢમા કરાયુ છે કથાના વાંચન માટે જેમણે કાશી બનારસ માં વેદાંતાચાર્ય ની પદવી પ્રાપ્ત કરી છે અને જેઓ ગોલ્ડમેડાલીસ્ટ છે તેવા ડો.અનંતપ્રસાદજી ને પસંદ કરાયા છે તેનુ મહત્વ એ છે કે તેઓના પુર્વજો ને મહારાજા સર ભગવતસિહજી એ ભાગવત પોથી અર્પણ કરી હતી. આ સપ્તાહ મા કોઈ નૃત્ય કે સંગીત શૈલી ને સ્થાન નથી અપાયુ જે રીતે રાજા પરિક્ષીત ને વ્યાસજી એ કથા સંભળાવી હતી તે રીતે પ્રાચિન પરંપરા મુજબ કથાનુ વાંચન કરાઇ રહ્યુ છે.
પોથીયાત્રા ઉદ્યોગભારતી ચોક માં આવેલી નવનીતપ્રીયાજી ની હવેલીથી પ્રસ્થાન કરવામાં આવી હતી આ હવેલી નુ નિર્માણ રાજવીકાળ મા રાજવી પરિવાર દવારા કરાયુ હતુ પોથીયાત્રા હવેલીએ થી પ્રસ્થાન થઈ બેન્ડવાજા સહીતના શાહી રસાલા સાથે જેલચોક, ગુંદાળા દરવાજા, કડીયાલાઇન, વેરીદરવાજા, મોટીબજાર થઈ દરબારગઢ પોહચી હતી.
પોથીયાત્રા નાં લંબાયેલા રુટ અંગે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ કે વેરી દરવાજો જુના ગોંડલનુ મુખ્ય દ્વાર છે રાજા જ્યારે પોથી સાથે નીકળે ત્યારે મુખ્ય દ્વાર થી નિકળવુ પડે રાજવી ધરાની આ પરંપરા ને કારણે રુટ ગોઠવાયો છે પોથીયાત્રા શાહીરીતે નીકળી હતી.
પોથી યાત્રા દરમિયાન બેન્ડવાજા, ભજન કિર્તન મંડળીઓ અને નગરજનો પોથીયાત્રા માં સામેલ થયા હતા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન તા.30 ગુરુવાર ના સાંજે 6:30 કલાકે શ્રીનૃસિહ જન્મ, તા.31 શુક્રવાર ના બપોરે 12:30 કલાકે શ્રીવામન જન્મ તથા સાંજે 6:30 કલાકે શ્રીરામ જન્મ, તા.1 શનીવાર ના બપોરે 12:30 કલાકે શ્રીકૃષ્ણ જન્મ નંદોત્સવ, તા.3 સોમવાર સાંજે 6:30 કલાકે પૂર્ણાહુતિ તથા તા.4 મંગળવાર ના સવારે દશાંશ હવન નુ માંગલિક ભાગવત આયોજન કરાયુ છે કથા શ્રવણ સમય સવારે 10:30 થી 1 તથા બપોરે 4 થી 7 નો છે.કથા શ્રવણ નો લાભ લેવા નગરજનો ને રાજવી પરિવાર દ્વારા આમંત્રણ અપાયુ.
પ્રાચીન પરંપરા મુજબ કથાનું રસપાન
ગોંડલ મહારાજા હિમાંશુસિંહજી તથા રાજમાતા કુમુદકુમારીબા દ્વારા આયોજીત ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંગે રાજવી પરિવાર નાં પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ કે રાજાશાહી સમય માં કોઈપણ ધાર્મિક કાર્યક્રમ દરબારગઢ માંજ યોજાતા હતા એ પરંપરાને અનુલક્ષી ભાગવત સપ્તાહ નુ આયોજન દરબારગઢ મા કરાયુ છે કથા ના વાંચન માટે જેમણે કાશી બનારસ માં વેદાંતાચાર્ય ની પદવી પ્રાપ્ત કરી છે અને જેઓ ગોલ્ડમેડાલીસ્ટ છે તેવા ડો.અનંતપ્રસાદજી ને પસંદ કરાયા છે તેનુ મહત્વ એ છે કે તેઓના પુર્વજો ને મહારાજા સર ભગવતસિહજી એ ભાગવત પોથી અર્પણ કરી હતી. આ સપ્તાહ મા કોઈ નૃત્ય કે સંગીત શૈલી ને સ્થાન નથી અપાયુ જે રીતે રાજા પરિક્ષીત ને વ્યાસજી એ કથા સંભળાવી હતી તે રીતે પ્રાચિન પરંપરા મુજબ કથાનુ વાંચન કરાશે.
પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોથીયાત્રા નીકળી
પોથી યાત્રા દરમિયાન બેન્ડવાજા, ભજન કિર્તન મંડળીઓ અને નગરજનો પોથીયાત્રા માં સામેલ થયા હતા ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમ્યાન તા.30 ગુરુવાર ના સાંજે 6:30 કલાકે શ્રીનૃસિહ જન્મ, તા.31 શુક્રવાર ના બપોરે 12:30 કલાકે શ્રીવામન જન્મ તથા સાંજે 6:30 કલાકે શ્રીરામ જન્મ, તા.1 શનીવાર ના બપોરે 12:30 કલાકે શ્રીકૃષ્ણ જન્મ નંદોત્સવ, તા.3 સોમવાર સાંજે 6:30 કલાકે પૂર્ણાહુતિ તથા તા.4 મંગળવાર ના સવારે દશાંશ હવન નુ માંગલિક ભાગવત આયોજન કરાયુ છે કથા શ્રવણ સમય સવારે 10:30 થી 1 તથા બપોરે 4 થી 7 નો છે.કથા શ્રવણ નો લાભ લેવા નગરજનો ને રાજવી પરિવાર દ્વારા આમંત્રણ અપાયુ.