આદિ દેવોની શણગાર આરતી બાદ દિવ્ય જ્યોત સો અગ્નિ નારાયણ દેવનું પ્રાગટ્ય
કમોસમી વરસાદ પડયો હોવા છતાં વડતાલ ગોમતી કિનારે વિશાળ સભામાં હરિભકતોનું ઘોડાપૂર
સંપ્રદાયના વડીલ સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી
જે ધામમાં હરિકૃષ્ણ મહારાજ પ્રત્યક્ષ બિરાજી સાક્ષાત સગુણ, સાકાર સ્વરૂપો દર્શન આપી હરિભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો વડતાલધામમાં ગુરૂવાર સવારે વશ્ર્વશાંતિ અને પર્યાવરણની રક્ષા માટે ર૦૦ કુંડી મહાવિષ્ણુયાગનો પ્રારંભ પ.પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સંપ્રદાયના વડિલ સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
ડો.સંતવલ્લભ સ્વામી (આ.કોઠારી-વડતાલધામ) જણાવ્યું હતું કે હરિભક્તો સરહદ ઉપર જઈ લડી તો નથી શક્તા પણ દૃેશ બાંધવો માટે પોતાનું સાત્વીક લોહી આપી દૃેશની રક્ષા કે સંસ્કૃતિ રક્ષા માટે પોતાનું યોગદાન આપી શકે માટે આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન થયુ હતુુ. અમારુ એવુ માનવુ છે કે શિક્ષાપત્રીની આજ્ઞા મુજબ જીવતા સત્સંગીજનોનું રૂધિર જે જરૂરીયાત મંદોને મળશે એ પણ અપ્રત્યક્ષ આ મહોત્સવ અને હરિકૃષ્ણ મહારાજના આર્શીવાદને પામશે એ નિશ્ર્ચિત છે.
ભગવાન હરિની પરાવાણી એટલે વચનામૃત. હરિએ વડતાલમાં ર૦ વચનામૃત પ્રબોધ્યા હતા. વડતાલમાં ચાલી રહેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગુરૂવાર સવારે લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોની શણગાર આરતી બાદ દિવ્ય જ્યોત સાથે અગ્નિનારાયણ દેવનું પ્રાગટ્ય કરાયું હતું. જે જ્યોત લઈ સંતો-ભક્તો સ્વામિનારાયણ મહામંત્રીની ધૂન સાથે યજ્ઞ મંડપ ખાતે પધાર્યા હતા. સંપ્રદાયના ભુદેવ ધીરેન મહારાજની સાથે ર૦૦ થી વધુ ભુદેવોએ સ્વામિનારાયણ ભગવાનના જયઘોષ સાથે યક્ષમંડપમાં પ્રવેશ કરાવ્યો હતો. પ.પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના શુભ હસ્તે વિશ્ર્વશાંતિ અને પર્યાવરણ સુરક્ષા અર્થે ર૦૦ કુંડી મહાવિષ્ણુયાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લક્ષ્મીનારાયણ દેવ હાઈસ્કૂલમાં મેગા રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં પુરૂષ અને સ્ત્રી હરિભક્તો સહિત સંતોએ રક્તદાન કર્યું હતું. બુધવારે રાત્રે કમોસમી વરસાદ પડ્યો હોવા છતાં વડતાલ ગોમતી કિનારે તૈયાર કરવામાં આવેલ વિશાળ સભામંડપમાં હરિભક્તોનું જાણે ઘોડાપુર આવ્યું હતું.
સત્સંગની મા બની, ભક્તોને પિતા સ્વામિનારાયણની ઓળખાણ કરાવી અને હરિની સાથે રહી વચનામૃતનું સંપાદન કર્યું હતું તેવા મુક્તાનંદ સ્વામીનું ભાવપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો તથા યજમાન પરિવારના સભ્યો ધ્વારા મુક્તાનંદ સ્વામીને વંદન,ચરણ અભિષેક, ધોતી-ચાદર જનોઈ અર્પણ, કંઠી-માળા તથા રૂમાલ અર્પણ કરી પુષ્પપાંદડી, ફૂલોના હાર-મોતીના હારથી પૂજન કરાયું હતું. ત્યારબાદ પત્તર-તુમડા-મિષ્ટાનફળો-સુકો મેવો-શાસ્ત્ર અને ચરોતરની માટી (માટીની કુંડળી-કરતાલ) અર્પણ કરી ભાવપૂજન કરવામાં આવતા સમગ્ર ભક્તજનો ભાવવિભોર બની ગયા હતા.
આજે પ્રબોધીની એકાદશીએ રપ થી વધુ પાર્ષદૃોને ભાગવતી દિક્ષા અપાશે
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કારતક સુદ એકાદશીને શુક્રવારના રોજ પ્રબોધીની એકાદશીના શુભદિને ગોપાળાનંદ સ્વામીના આસનો વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદૃજી મહારાજના હસ્તે રપ થી વધુ પાર્ષદોને ભાગવતી દિક્ષા ગ્રહણ કરી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબનો મોક્ષમાર્ગી સત્સંગ સમાજ ઉભો કરવા પોતાનું જીવન ભગવાન સ્વામિનારાયણના ચરણે સમર્પિત કરશે. આ દિવ્ય કાર્યક્રમ સવારે ૮ કલાકે પ્રારંભ કરવામાં આવ્યો હતો.