દરેક વ્યકિત ગૌ માતાના લાભાર્થે પોતાના ઇષ્ટના મંત્રનો જાપ કરે એવી પૂ.લાલબાપુની અપીલ
અબતક, રાજકોટ
ઉપલેટા પાસે ગધેથડ ખાતે ભવ્ય દિવ્ય ગાયત્રી આશ્રમનું નિર્માણ કરાવીને પૂર્ણ સાદગીથી પ0 વર્ષથી ગાયત્રી મંત્રની સાધનામાં ઓતપ્રોત પૂ. લાલબાપુએ ગૌ માતાના સ્વાસ્થ્ય માટે ર4 લાખ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન શરુ કર્યુ છે.
તાજેતરમા ગૌ માતામાં લમ્પી વાયરસનો રોગ ફેલાયો છે. ગૌ વંશના મૃત્યુ થઇ રહ્યા છે. ગાય સનાતન પરંપરાનો દિવ્ય જીવ છે. તેમાં 33 કરોડ દેવાતાઓનો વાસ હોવાનું શાસ્ત્રમાં નોંધ છે. ગાયને સ્વાસ્થ્ય, સમૃઘ્ધિ અને સાધના માટે શ્રેષ્ઠતમ માનવામાં આવે છે. પૂ. લાલબાપુ કહે છે કે ગૌ વંશને બચાવવો એ આપણી પ્રથમ ફરજ છે. આ માટે વિશેષ પ્રકારના લાડુ સુચવ્યા છે તે અકસીર છે. આ સાથે દૈવીકૃપા મેળવવા મંત્ર જાપ પણ જરુરી છે.
પૂ. લાલબાપુએ ગૌ વંશનો રક્ષા માટે ર4 લાખ ગાયત્રી મંત્રોનું અનુષ્ઠાન શરુ કરી દીધું છે. આ સાથે અપીલ કરી છે કે દરેક વ્યકિત પોતાના ઇષ્ટ દેવ-દેવોના મંત્રોનો મંત્રોનો જાપ ગૌ માતાના લાભાર્થે કરે. આ અપીલને પણ ભરપુર પ્રતિસાદ મળી રહ્યો છે.પૂ. લાલબાપુએ ગૌ માતા સ્વાસ્થ્ય માટે ઉપચાર બતાવેલ એ ઉપચારને મિડિયા દ્વારા પ્રચાર પ્રસાર કરવાથી ગૌ માતામાં લમ્પી વાયરસનો રોગનો ભોગ બનતી ગૌવંશને બચાવવા ભાગીદાર થયા તે માટે લાલબાપુ મિડિયા ખૂબ ખૂબ ધન્યવાદ માનીયો હતો.પૂ. લાલબાપુ ગાયત્રી આશ્રમમાં સતત મંત્રમય જીવન પસાર કરે છે આ આશ્રમ દ્વારા જીવ માત્રના કલ્યાણ માટે સેવા અને સાધના થાય છે. વધુ માહીતી માટે ગાયત્રી આશ્રમ સેવા સમીતી વતી સુખદેવસિંહ વાળા મો. નં. 90994 05040, 63559 68835 સંપર્ક કરો.
પૂજય સંત શ્રી લાલબાપુએ બતાવેલો દેશી ઉપચાર
પુજય સંતશ્રી લાલબાપુએ દેશી ઉપચાર બતાવેલ તેમાં ર0 ગાય માતાઓ માટે લમ્પી રોગનો દેશી ઉપચાર 1 કિલો હળદર, 1 કિલો ઘી, પ00 ગ્રામ સાકરનો ભુકો, પ00 ગ્રામ કાળા મરીનો ભૂકો આ બધી જ વસ્તુઓને મીકસ કરી લાડુ બનાવી સવારે તથા સાંજે ત્રણ દિવસ ઘંઉની રોટલી સાથે આપવાની, જો ગાયને વધારે તકલીફ હોય તો આ લાડુ ઘંઉની રોટલી સાથે પાંચ દિવસ આપવા. ફટકડી થા કપુરના પાણીનો છંટકાવ ત્રણ દિવસ સુધી સવાર, બપોર, સાંજ તથા રાત્રે એમ ચાર વખત ગાયના શરીર ઉપર છંટકાવ કરવો.ગોળનું પાણી ત્રણ દિવસ સુધી રોજ સવારે એક વાર પીવડાવવું.