ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ . ગુરુદેવ ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂ . સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂ. જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્ય સદગુરૂદેવ પૂ. પારસમુનિ મહારાજ સાહેબની પાવનકારી પ્રેરણાથી જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં સમસ્ત જૈન સમાજનાં જનકલ્યાણ અર્થે જૈન ભોજનાલય નો સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ , બીજા માળે લીફટ નં .3 ની બાજુમાં દુકાન નં . 47 , કનક રોડ, ઢેબર રોડ રાજકોટમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સમસ્ત જૈન સમાજના જનકલ્યાણ અર્થે જૈન ભોજનાલયનો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે.તેમાં જાણીતા બિલ્ડર અને દાનવીર જીતુભાઈ બેરાણી તેમજ ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભગવાન મહાવીરે નવ પુણ્યમાં પ્રથમ અન્ન પુણ્ય બતાવ્યું છે . રાજકોટ શહેરમાં અનેક સાધારણ જરૂરિયાતવાળા જૈન સાધર્મિક પરિવારો તેમજ રાજકોટની આસપાસના અનેક નાના – નાના ગામડાઓમાંથી કોઈને કોઈ કારણથી વારંવાર રાજકોટ આવતા જતા જૈન સાધર્મિકોને જૈન ભોજન વ્યવસ્થિત ન મળતા પરેશાની ઉભી થતી હોય છે તો તે શ્રાવક શ્રાવિકાઓ કંદમૂળ રહિત શુદ્ધ સાત્વિક જૈન ભોજન પામે . અન્ન બ્રહ્મ – અન્ન જ ભગવાન છે આવા ભાવ સાથે ભોજન સઆદર ભક્તિ ભાવથી કરાવી માત્ર સાધર્મિક ભક્તિ અપાવે મુક્તિની વાતો જ ન કરી નકકર કાર્ય કરી સમાજને નવો રાહ ચિંધવાનો આ એક ભવ્ય અને નવ્ય અમારો પ્રયાસ છે . ટિફિન કે જમવાનું માત્ર દસ રૂપિયામાં આપવામાં આવશે.
રાજકોટ શહેરમાં જૈન સમાજની ઘણા સમયની જરૂરિયાતને લક્ષમાં લઈને જૈન સમાજના અશક્ત, જેમના ઘરમાં કોઈ કમાનાર ન હોય, એકલવાયુ જીવન વ્યતિત કરતા એકલા વ્યક્તિ કે દંપતિ હોય, ઘરમાં રસોઈ બનાવનાર કોઈ ન હોય તેવા વૃદ્ધ, બહારગામ થી રાજકોટ વ્યવસાય કે સર્વિસ માટે આવેલ વ્યક્તિ જે એકલા રાજકોટમાં રહેતા હોય, બહારગામ થી હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ હોય તે દર્દી કે તેની સાથેના સગા સંબંધી હોય, અભ્યાસ અર્થે બહારગામ થી રાજકોટ આવેલ વિદ્યાર્થી અપડાઉન કરતા હોય કે પેઇંગ ગેસ્ટ તરીકે રાજકોટમાં રહેતા હોય આદિ યોગ્ય કારણ હોય તેવા જૈનને જૈન ભોજનાલયમાં એક ટાઈમ રૂપિયા 10 માં જમવા કે ટિફિન આપવામાં આવશે.
કાર્યવાહક ટ્રસ્ટીગણ પ્રવિણભાઇ કોઠારી, અશોકભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, હિતેશભાઈ મહેતા ડો . પારસભાઈ શાહ , શૈલેષભાઈ માઉં , અજયભાઈ ભીમાણી અમિષભાઈ દોશી , મનિષભાઇ કામાણી , મેહુલભાઈ રવાણી , મિલનભાઈ કોઠારી, જયભાઈ ખારા , વિશ્વાસભાઈ મહેતા ટ્રસ્ટીગણે જણાવ્યું હતું કે સાચી જરૂરિયાતવાળા માનવ માત્ર સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે . આગળ પણ અન્ય યોજનાઓ અમલમાં મૂકવાની અમારી ભાવના છે વર્તમાન સમયમાં માત્ર જૈન સમાજ માટે જૈન ભોજનાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે. માત્ર 10 રૂપિયા માં ભોજન અથવા ટિફિન જોઈતું હોય તેમણે ફોર્મ ભરીને આપવાના રહેશે ફોર્મ ભરીને તુરંત પહોંચાડવા જેથી યોગ્ય વ્યવસ્થા થઈ શકે.
માણસને આવક અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માત્ર
દસ રૂપિયામાં ટિફિન: પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
રાજકોટમાં જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા સમસ્ત સમસ્ત જૈન સમાજ ના જન કલ્યાણ અર્થે માત્ર દસ રૂપિયામાં ભોજન તથા ટિફિન સુવિધા નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જૈન સમાજના વૃદ્ધ બીમાર તેમજ એકલવાયું જીવન જીવતા લોકો અને બહારથી નોકરી તેમજ અભ્યાસ માટે આવેલા લોકો માટે માત્ર ₹10 માં ભોજન આપવાનું કરવામાં આવ્યો છે જ્યારે ભોજન તથા ટિફિન સેવા ની સુવિધા મોટા સમુદાયના લોકોને લાભદાય છે પારસમુનિ મહારાજતેમજસુશાંત મહારાજ સાહેબ ના માર્ગદર્શનથી આ રાજકોટમાં ભોજનાલય ચાલુ થયું છે હું એમ માનું છું કે ખૂબ મોટી સમાજ સેવા થઈ રહી છે ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવી છે આજના સમયમાં જ્યારે માણસની આવક અને મોંઘવારી આ બંનેને ધ્યાનમાં રાખીને જો વ્યવસ્થિત ચલાવવામાં આવે તો બહુ મોટા સમુદાયને લાભ થશે
અત્યાર સુધી 260 ટિફિન નોંધાય ચૂકયા છે: મિલન કોઠારી
જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા સમસ્ત જૈન સમાજ કલ્યાણ અર્થે પારસમુનિની પ્રેરણાથી અમે 14 ટ્રસ્ટીઓએ એક સંકલ્પ કર્યો છે. અંદર કોઈ પણ જૈન સમાજના લોકો ભુખ્યા લોકોને સમયસર ભોજન મળી રહે રાજકોટમાં ને બહારગામથી જે લોકો આવે તેવા લોકો માત્ર 10 રૂપીયામાં ભોજન આપવામાં આવશે.અત્યાર સુધી 260 ટિફિન નોંધાય ચૂકયા છે. અમારો સંકલ્પ 1000 ટીફીન સુધીનો છે.
ટુંક સમયમાં જૈન વૈયાવચ્ચ ગોચરી વાનનો પ્રારંભ કરીશું: મયુર શાહ
અબતક સાથેની વાતચીત કરતા મયુરભાઈ શાહ જણાવ્યું હતુ કે જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં જે સાધુ સંતો વિહારમાં હોય 10 કી.મી.ના એરિયામાં વિહાર કરતા હોયતેમને એમને ત્યાં જઈ ને ગોચરી ઓળાવશું સમય જતા જૈનમ તેમજ સમાજ માટે પણ ટીફીન તેમજ ભોજન સેવાનો પ્રારંભ કરવામાં આવશે.