“મામકા: પાંડવા: વાદ સામે એક રાષ્ટ્રવાદી નેતા એ જ ખજુરાહો ઓપરેશન કરી હજુરીયા-ખજુરીયા એમ પક્ષમાં બે જુથ ઉભા કર્યા !

તે સમયે ટાસ્ક ફોર્સના ફોજદારની નિમણુંકએ ફોજદાર માટે પ્રતિષ્ઠાવાન અને ગૌરવ પ્રદ બાબત ગણાતી હતી પરંતુ જયદેવે જોયું કે અમરેલી પોલીસના ટાસ્કફોર્સમાં  બે સમાંતર વિભાગો છે. જેમાં એક વિભાગમાં સતાધારી રાજકારણીઓના જાસુસ કમ પીઠ્ઠુઓએ અગાઉથી જ સ્થાન મેળવીને કબ્જો જમાવી દીધેલ છે. અને તેઓ સવાર સાંજ તેમના રાજકીય આશ્રય દાતાને કુરનીશ બજાવવા જતા હતા તેથી આ પીઠુઓને તો પોલીસ વડા પણ બદલી શકે તેમ નથી તે હકિકત સર્વવિદીત પણ હતી અને વાસ્તવીક પણ હતી.

જયદેવની અમરેલીથી જૂનાગઢ જિલ્લામાં નવી સરકાર આવતા બદલી થયેલી તેથી આ પીઠુઓ એમ સમજતા હતા કે જયદેવ સતાધારી પક્ષનો વિરોધી છે. પણ કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીની ભલામણથી પાછો અમરેલી બદલી કરાવીને આવ્યો છે. વળી જયદેવે જે રીતે કોન્સ્ટેબલ ગફાર અને ગીગાભાઈની ટાસ્કફોર્સમાં ખાસ નિમણુંક કરાવી તેથી તો આ પીઠુઓ તો એમ જ સમજવા લાગેલા કે જયદેવ રાષ્ટ્રવાદીઓનો વિરોધી છે. પરંતુ જયદેવ કોઈનો વિરોધી નહ તો હા તે વિરોધી હતો અસામાજીકોનો અને કાનૂન ભંગ કરનારાઅને નિદોર્ષ આમ જનતાને રંજાડતા ગુંડા તત્વોનો તે પાકકો દુશ્મન હતો તે હકિકત આમ જનતા અને રાજકારણીઓ માત્ર જાણતા હતા પરંતુ આ પીઠુઓનો ખ્યાલ જુદો હતો જયદેવ આ પીઠુઓના કુપ્રચારની માહિતી તેના ખાનગી ઈન્ટેલીજન્સ નેટ વર્ક દ્વારા મેળવતો હતો.

પોલીસ દળમાં એવી શિસ્ત છે. અને નોકરી એવી આકરી અને પધ્ધતિસરની છે કે ફોજદાર ધારે તો આવા નોકરી ચોર, અણ આવડત વાળા બુઠ્ઠાઓને સાંજ પડયે ઘોડી વાળી શકે પરંતુ તે બાબત પોલીસ સ્ટેશનમાં કે જયાં સ્ટેશન ડાયરી અને નોકરી બુક ફોજદારના હથીયાર હોય છે. પરંતુ બ્રાંચો એલ.સી.બી. ટાસ્ક્ફોર્સમાં ફોજદાર પોલીસ વડાને કહીને બદલાવી શકે પરંતુ આ પીઠુઓને પોલીસ વડા બદલી શકે તેમ જ નહતા આમ બ્રાંચમાં એવું કોઈ હથીયાર ન હતુ કે મોકો મલ્યે જ‚રીયાત મુજબ રાજકારણી અને પીઠુઓને પણ સબક શિખવાડી શકે.

આ સમયે રાજયનાં ખેડા જિલ્લામાં હાઈવે ઉપર આવેલા એક પરોઠા હાઉસમાં પંજાબના આતંકવાદીઓએ આશરો લીધેલો અને તે બાતમી પંજાબ પોલીસને મળતા તેમણે ગુજરાત પોલીસને સાથે રાખી પરોઠા હાઉસ ઉપર છાપો મારતા આતંકવાદીઓ ચેતી જતા તેમણે વળતો હુમલો કરી દીધો આથી પંજાબ પોલીસના એક અધિકારી ત્યાં શહીદ થઈ ગયેલા છાપો મારવાની ઉતાવળ કોણે કરી તે તો ચર્ચાનો વિષય હતો.

પરંતુ તે પછી ગુજરાત પોલીસ દળને આતંકવાદીઓનો મુકાબલો કરવા માટે ખાસ પ્રકારની તાલીમો આપવાનું આયોજન થયેલુ જેમાં ફીલ્ડ ટ્રેનીંગ જૂનાગઢ ખાતે પોલીસ ટ્રેનીંગ કોલેજમાં યોજાતી અને તપાસ તથા આંતકવાદીઓને વૈજ્ઞાનિક ઢબે પૂછપરછ, થરો ઈન્વેસ્ટીગેશન માટે અમદાવાદ શાહીબાગ ડફનાળા ખાતે આવેલ રાજયના એન્ટી ટેરરીસ્ટ સ્કોડ (એટીએસ)માં ત્રણ મહિનાની તાલીમ થતી.

આ તાલીમમાં ખાસ કરી ને લોકલ ક્રાઈમ બ્રાંચ, ટાસ્કફોર્સ અને પોલીસ સ્ટેશનના ડીટેકટીવ સ્ટાફની પસંદગી કરવામાં આવતી પરંતુ ત્રણ મહિનાનો લાંબો સમય હોય જેથી વગ અને પહોચ વાળા કર્મચારીઓ, અધિકારીઓ આ તાલીમમાંથી છટકી જતા અને સામાન્ય રીતે જે બીનવારસી જેવા કે અણગમતા હોયતેવાઓનો જ વારો ચડી જતો.

જયદેવનો વારો અમદાવાદ એટીએસની ત્રણ મહિનાની તાલીમમાં આવ્યો તેથી તો તે ખુશ થયો કેમકે નવુ જાણવાનું મળશે ભાથામાં એક હથીયાર વધારે ઉમેરાશે બીજુ જયદેવને આમેય અમરેલીમાં એકલા જ રહીને લોજના ટીફીન જમતો હતો તેથી તેને અમદાવાદ જવાથી કોઈ ફેર પડતો ન હતો. પરંતુ વધારાના શનિ રવિની રજાના લાભ મળતા અને તપાસોમાં સમગ્ર રાજયમાં ફરવાનું હોય રાજકોટ ઘેર જવાના ચાન્સ વધારે મળે તેમ હતા. આથી તેને તાલીમનો હુકમ મળતા જ તે ફટાફટ અમદાવાદ આવી ગયો. ફરી એ જૂનુ અને જાણીતુ વિશ્રામ ગૃહ ન્યુમેન્ટલ, દિલ્હી દરવાના બહાર ખાતે મુકામ કરી નાખ્યો.

એટીએસ યુનિટ નં. ૪માં તેની નિમણુંક થઈ યુનિટના વડા કાંતો ડીવાયએસપી રેન્કના અથવા પોલીસ ઈન્સ્પેકટર રેંકના રહેતા જયદેવને એટીએસની તે સમયની કાર્યવાહી ખુબ પસંદ પડી જે અસામાજીક તત્વો રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરતા હોય તેમની ઉપર નજર રાખવાની અને સિંહની જેમ તેમની ઉપર ત્રાટકવાનું ગુજરાત રાજયમાં કહેવાતા બોગસ એન્કાઉટરોના કેસો પહેલા રાજય પોલીસ દળ અને ખાસ તો એટીએસની છાપ સિંહ જેવી હતી તે સમયે એટીએસનું નામ પડતા ગુનેગારો અને દેશદ્રોહીઓ થરથર કાંપતા અને આ તત્વોને આશ્રય કે મદદ કરનારાઓ કે સહાનુભૂતિ વાળાઓમાં પણ ફેંફાટતી અને ભલભલા ગુનેગારો પલળી જતાહતા અમદાવાદ શહેરના જે વિસ્તારો અગાઉ દુર્ગમ કહેવાતા પોલીસ દળને પ્રવેશ માટે પણ ફાંફા હતા ત્યાં એટીએસ શિવાજીની માફક ત્રાટકીને સફળતા મેળવતી અને આવી જગ્યાએ પોલીસ પ્રવેશનો શિલશિલો ચાલુ કરેલો.

જયદેવને એક આવા તે સમયના દુર્ગમ સ્થળે ત્રાટકસવાનો મોકો યુનિટના સભ્યો સાથે સાંપડયો અને શાહપૂરના સરકીવાડમાં એટીએસ ટીમે ખાબકીને ત્રાસવાદીઓ દ્વારા જમ્મુ અને કાશ્મિરથી મોટા પાયે મોકલાયેલ ચરસનો મોટો જથ્થો આરોપી સાથે પકડી નારકોટીક ડ્રગ્ઝ એન્ડ પ્સાયકોટ્રોપીક સબસ્ટન્ટ એકટ મુજબ કેસ કરેલો તેમાં સહયોગી બનવાનો લહાવો મળેલો આ સરકીવાડ વિસ્તાર અતિ સાંકડી શેરીઓમાં ગલી કુચીઓ અને તે પણ ગંદકીથી ભરેલો હતો. તે સમયે જયદેવને મનમાં થયેલુ કે લોકો આવામાં પણ રહે છે? પરંતુ તે સમયે જયદેવને કયાં ખબર હતી કે ભવિષ્યમા તેની નોકરીની આખરી મંઝીલ આ વિસ્તારમાં જ પુરી થવાની હતી !

એટીએસની તપાસ ટીમોને ગુનેગારોની તપાસમાં પકડાયેલા ગુનેગારોની પૂછપરછમાં સમગ્ર રાજય અને દેશઆખામા જવું પડતુ અને તે પણ ઓચિંતા કોઈ પૂર્વ તૈયારી વગર અને અનિશ્ર્ચિત દિવસો માટે રવાના થવું પડતુ આ રીતે જયદેવને ઓચિંતા જ દિલ્હી જવાનો હુકમ મળ્યો જયદેવ પીઆઈ પટેલ જોડે દિલ્હી આવ્યો દિલ્હીમાં ગુજરાત ભવનમાં એટીએસ અધિકારીઓનું રીઝર્વેશન કાયમી રહેતુ જ.

દિલ્હીમાં જે તપાસ કરવાની હતી તે કાશ્મીરી આતંકવાદી ગ્રુપનો એરીયા કમાન્ડર દિલ્હીના તીલકનગર પોલીસ સ્ટેશનમાં પકડાયેલો જેની સાથે મુંબઈનો એક ઈસમ પણ આરડીએકસ વિસ્ફોટક સાથે પકડાયેલો તેમના ગુજરાત કનેકશન અંગે તપાસ પૂછપરછ કરવાની હતી. તીલકનગર તપાસ કરતા આરોપી હાલ અશોક વિહાર પોલીસ સ્ટેશનના કબજામાં હોય એક આરોપીને તીહાર જેલમાં મોકલી દીધો હતો.

એક આરોપીની ત્રણેક દિવસ સુધી દિલ્હી પોલીસની સાથે રહી પૂછપરછ કરી બાદ મુખ્ય આરોપી જયુડીશીયલ કસ્ટડીમાં તીહાર જેલમાં હોઈ તેની પૂછપરછ કરવા માટે સંબંધીત કોર્ટની મંજૂરીની જરૂરત રહેતી હોઈ પ્રથમ તીસહજારી કોર્ટ અને બાદમાં પતીયાલા હાઉસ કોર્ટમાં જઈ મંજૂરી હુકમ મેળવ્યો અને તીહાર આવ્યા તીહાર ગામમાં ચાર પાંચ જુદી જેલોનાં બિલ્ડીંગનું એક અલાયદુ વિશાળ જેલ સંકુલ જ હતુ જેમાં દેશ વિદેશના હજારો કેદીઓ કેદમાં હતા.

પ્રથમ આવતી જેલનાં પ્રવેશ દ્વાર ઉપર જ કોર્ટનો હુકમ આપતા કોમ્પ્યુટર ઓપરેટરે તે હુકમની વિગત કોમ્પ્યુટરમાં નાખતા ખાત્રી કરી જોઈને જણાવેલ આરોપી કયાં છે. તે જણાવ્યું તેણે કહ્યું કે આ જણાવેલ ખૂંખાર આતંકવાદી જેલ નંબર ૩માં છે. જાવ ત્યાં તેની વિગત મળશે.

બંને જણા પીઆઈ પટેલ અને જયદેવ તીહાડ જેલ નં.૩ ઉપર આવ્યા કોર્ટની મંજૂરી હુકમ આપતા જેલ અધિક્ષકે કહ્યું કે ‘આ ખૂબજ ખતરનાક ત્રાસવાદી છે. તમને વાંધો ન હોય તો આરોપીને મારી ચેમ્બરમાં જ બોલાવી લઉ જેથી સલામતી અંગે બીજી કોઈ ઉપાધી નહી પીઆઈ પટેલે કહ્યું ભલે અને તે રીતે ચેમ્બરમાં જ આરોપીની પૂછપરછ ચાલુ થઈ. જે રીતે આ આરોપી જલાલ એહમદ અંગે દિલ્હીની પોલીસ કોર્ટ અને જેલના અધિકારીઓ આ આતંકવાદી અંગે જણાવતા હતા તે રીતે ‚બ‚ આરોપીને જોતા કાંઈ લાગ્યું નહિ.

તે સામાન્ય કદનો ૨૫ થી ૩૦ વર્ષનો વિદ્યાર્થી જેવો જ દેખાતો હતો. પરંતુ તે ખરેખર પાકિસ્તાન રીટર્ન ખતરનાક આતંકવાદીતો હતો જ પરંતુ તે જમ્મુ એન્ડ કાશ્મીર લીબરેશન ફ્રન્ટનો વડો પણ હતો. દેખાવે તો સામાન્ય જ જણાતો હતો. પણ પાકિસ્તાન દ્વારા તેના મગજમાં ત્રાસવાદની ભયંકર કેસેટ જ ચડાવી દેવામાં આવી હતી. જે કેસેટ તેના મગજમાંથી કોઈ હિસાબે ડીલીટ જ થાય તેમ નહતી. છતા પકડાયા બાદ પોલીસ જે પૂછપરછ કરે તેનો જવાબ સાચો અને પૂરો જણાવી દેતો હતો. આમ ચારેક દિવસ પૂછપરછ કરી લીધી અને દસબાર દિવસ થયા હતા દિલ્હીનું કામપૂર્ણ થતા બંને જણા પાછા ગુજરાત આવી ગયા.

તાલીમમાં ત્રણ મહિના પૂરા થતા જયદેવ અમદાવાદ એટીએસની તાલીમ પૂરી કરી અમરેલી પાછો આવી ગયો તે સમયે છેલ્લા બે વર્ષેથી સત્તા‚ઢ નવી રાષ્ટ્રવાદી પાર્ટીની સરકારમાં નવા પ્રકારનો ‘મામકા: પાંડવા:’ વાદ ચાલુ થયેલો તેના વિરોધમાં પક્ષમાંજ ઘણો ઘુંઘવાટ હતો અગાઉ એક બે વખત દિલ્હીથી પક્ષના મોટા નેતાઓ ‘ઘીના ઠામમાં ઘી ઠાલવીને’ મામલો થાળે પાડીને જતા રહેલા પણ સત્તારૂઢ મુખ્યમંત્રી અને અમુક પક્ષના નેતાઓએ જ આ નવો વાદ ચાલુ રાખતા રાષ્ટ્રવાદી પાર્ટીમાં વાવાઝોડુ ફૂંકાયેલું.

દેશમાં આઝાદી પછી રાષ્ટ્રીય પાર્ટીએ લઘુમતી બહુમતી એવા જનતામાં બે ભાગ કરી મતો મેળવવા માટે અમુક ચોકકસ પ્રકારનાં પણ દેખીતા અન્યાયી એવા તૃષ્ટિગુણ સંતોષવાના બેહુદા નિર્ણયો અને ફતવા બહાર પાડેલા જેથી રાજયની જનતા આ અતિશયોકિતથી ત્રાસી જઈ ને આ રાષ્ટ્રીય પાર્ટીને જ ફેંકી દઈ રાષ્ટ્રવાદીઓને સત્તા આપી દીધેલ હતી.

પરંતુ રાજય કક્ષાએ અહી રાષ્ટ્રવાદી નેતાઓએ મદારી કોથળામાં લખોટો નાખી બીલાડુ કાઢે તેમ નવું ગતકડુ કાઢ્યું હતુ રાજયનાં રાષ્ટ્રવાદી પાર્ટીના સત્તા‚ઢ રાજકારણીઓ અને તેમની કીચન કેબીનેટે બહુમતી પ્રજામાં જ મતો પ્રમાણે જે તેની પેટા કોમોમાં  ‘મામકા:  પાંડવા: ’  ચાલુ કરેલું તે ઘુંઘવાટ જયારે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસમાં જતા જ ભડકા ‚પે પ્રગટ થયો. અસંતુષ્ટ એવા રાષ્ટ્રવાદી પાર્ટીના એક મોટા નેતાએ પક્ષના જ આ વાદ તેમજ અન્ય અમુકને હોદા અને પદોની લાલચને કારણે પણ અસંતુષ્ટ વિધાયકો એકઠા થયા. અમુક કાચા પોચા વિધાયકો દ્વિઘામાં હતા કે શું કરવું તેમને પણ એકઠા કરી એક ખાસ ચાર્ટર પ્લેનમાં અમદાવાદથી પડોશી રાજય મધ્ય પ્રદેશના ખજૂરાહો ખાતે જાન જોડીને લઈ ગયા સત્તાની ખૂરશી રૂપી લાડી તો ગાંધીનગર હતી પણ જાન અવળી દિશામાં ગઈ.

આમ એક રાષ્ટ્રવાદી નેતા એજ મુખ્યમંત્રીના મામકા: પાડવા: ની નીતિ સામે બળવો પોકાર્યો રાજય આખામાં તો ચકચાર મચી ગઈ પરંતુ વિદેશમાં રહેલા મુખ્યમંત્રી તાબડતોબ ગુજરાત પાછા આવ્યા કે કયાંક ખુરશીબાઈ ઘરઘરણુ ન કરી નાખે. મુખ્યમંત્રી એ ગુજરાત પાછા આવી દુધ અને દહિ બંનેમાં પગ રાખનાર વિધાયકોનાં કુટુંબીજનો દ્વારા વિધાયકોના અપહરણની પોલીસ ફરિયાદો દાખલ કરાવી બીજા કોઠા કબાડા કર્યા પરંતુ કેન્દ્રની રાષ્ટ્રીય પાર્ટીની સરકાર અને ગુજરાતના ગવર્નર સહિતનાઓનાં કહેવાતા દોરી સંચારને કારણે આ બળવાખોર રાષ્ટ્રવાદી નેતા એજ રાજપા નામની નવી પાર્ટી રચીને રાષ્ટ્રીય પાર્ટીના ટેકાથી રાજયમાં ટનાટન સરકાર રચી નાખી આથી અમરેલીનાં અમુક બીચારા હજુરીયા વિધાયકો નોંધારા થઈ ગયા.

આટલા વર્ષની નોકરી અને આટલા થયેલા અનુભવથી જયદેવ જનતાના હાર્દને જાણતો થઈ ગયો હતો જયદેવનું અનુમાન હતુ કે આ રાજપા અને રાષ્ટ્રીય પાર્ટીના માથાધડ વગરના જોડાણનું રગસ ગાડુ લાંબુ ચાલશે નહિ. કેમકે રાષ્ટ્રીય પાર્ટીની તો એ જૂની પ્રથા જ હતી કે ઉપયોગ કરી મોકો મળ્યે સ્વાર્થ પૂરો થયે પગતળેથી શેતરંજી ખેંચી જ લેવાની. આથી રાજયમાં પેટા ચૂંટણીઓ આવવાની જ હતી. તેવું જયદેવ માનતો હતો.

જયદેવએ પણ જાણતો હતો કે રાષ્ટ્રીય પાર્ટીનું જે અનુમાન અને વલણ છે કે રાષ્ટ્રવાદીઓના પક્ષપલ્ટા, ભવાડા અને ખજૂરાહોના નાટકથી જનતા કંટાળીને તેમની રાષ્ટ્રીય પાર્ટીને મત આપશે તે જે દિવા સ્વપ્નો જોતા હતા તે ખોટા જ હતા. તે તેમની ખોટી મધ લાળ હતી. કે જનતા તેમને મત આપશે અને પોતે સત્તાનો લ્હાવો માણશે જયદેવના મતે રાજયની શાણી જનતા રાષ્ટ્રવાદી પાર્ટીને જ ફરીથી સત્તાનું સુકાન સોંપી ફરી એક વખત ચાન્સ આપશે અને તો અમરેલીનાં જયદેવથી વ્યકિતગત નારાજ રાજકારણીઓ જયદેવે જે રીતે ટાસ્કફોર્સ માં રહીને જે રીતે તેમના પાગીયા અને ટાયાઓને બરાબર રગદોળ્યા છે તેના વળતા બદલા રૂપ બરાબર શિક્ષાત્મક જગ્યાએ બદલી કરાવશે જ.

આથી જયદેવે ભાવનગર જિલ્લામાં પોતાના જ બચપણના મિત્રો પણ હાલ રાજકારણીઓ હતા તેમને કહ્યું કે હવે તો મારે ભાવનગર જિલ્લામાં આવવું જ પડશે આથી તેઓતો ખુશ થયા પણ જયદેવે બદલી વતનથી એંસી કિલોમીટર દૂરના ગઢડા (સ્વામીના) પોલીસ સ્શનની જ માગી.તે સમયે સત્તા પર રહેલ ટેકાવાળી રાજપાની સરકારમાં વળી પાછી રાજકીય લાગવગ વાળાઓની નિમણુંકો માટે જબ્બરદસ્ત ઘસારો થયો. જીલ્લાઓની લોકલ ક્રાઈમ બ્રાંચ અને ટાસ્કફોર્સમાં નિમણુંકો માટે પડાપડી થતી હતી. આથી આ નવી સરકારે કંટાળી જઈને આ બંને બ્રાંચોને જ ડીમોલીશ કરી રદ કરી નાખવા નિર્ણય કર્યો. દારૂ બંધીની કામગીરી જે ટાસ્કફોર્સ કરતું હતુ તે કામગીરી રાજયના નશાબંધી અને આબકારી ખાતાને વધારાનું પોલીસ દળ ફાળવીને સોંપી દેવાનો હુકમ કર્યો.

જયદેવની તો જાણે જેલ મૂકિત થઈ હોય તેમ બંધીયાર વાતાવરણ અને તે પણ નવા માહોલમાં રાષ્ટ્રવાદીઓના જ બે તોફાની બારકસો હજુરીયા ખજુરીયા રાજકીય ખટપટીયાઓ વચ્ચેથી છૂટકારો થતો હોય તેમ લાગ્યું આવેલ આદેશ મુજબ રાજયના આબકારી અને નશાબંધી ખાતાને હવાલો સોંપવા માટે સરકારી દફતરનું વિભાજન ગોઠવણ કરી સંકેલો પૂરો કરી રાજકોટ રજા ઉપર ગયો અને પાછળથી ટાસ્કફોર્સનું વિસર્જન થઈ તાળા લાગ્યા. નવા આવેલા પોલીસ વડાએ રાજકીય તૃષ્ટિગુણ સંતોષવા જયદેવનો નિમણુંક હુકમ ધારીના વિભાગીય પોલીસ વડાની કચેરીમાં રીડર ફોજદાર તરીકે કરી દીધો.

જયદેવને આ હુકમની જાણ થઈ જેથી હવે તેને કોઈ અગત્યની ફરજ હોઈ નહિ તેણે રજા લંબાવીને આરામ કરતો હતો. પરંતુ અમરેલીનાં અતિ અટપટા રાજકારણના અનુભવી એક રાષ્ટ્રીય પાર્ટીના યુવા નેતા જેને અમુક વ્યકિત યુવરાજ તરીકે પણ ઓળખતા હતા તેને વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણી સામે જ દેખાતી હતી. આ યુવરાજની આમતો જાહેરમાં ઘણી વખત જયદેવ દ્વારા હવા નીકળી ગઈ હતી. પરંતુ રાજયની રાજપા સરકારનો ‘સંઘ દ્વારકા પહોચે તેમ લાગતો ન હતો’ અને નવા માહોલમાં જો ચૂંટણી લડવી હોય તો કડક અને કાયદેસર કરવા વાળો પોલીસ અધિકારી હોય તો જ ફાયદો જણાતો હોય અને તોજ બોગસ વોટીંગ અને બે નંબરી લેવડ દેવડ અટકે તેમ હોય વળી તે લાયકાતમાં જયદેવ જ ફીટ બેસતો હતો.

સરકાર રાજપાની પણ રાષ્ટ્રીય પાર્ટીના ટેકો વાળી હોય રાષ્ટ્રીય પાર્ટી ત્યારે સત્તાધારી રાજપા કરતા પણ વધુ પાવર વાળી હતી તેથી યુવરાજે પોલીસ વડાને કહ્યું જયદેવની નિમણુંક બગસરા પોલીસ સ્ટેશનમાં કરી દો આથી પોલીસ વડા એ રીડર  તરીકે કરેલો હુકમ બદલીને જ જયદેવની બગસરા સીનીયર ફોજદાર તરીકે નિમણૂંક કરી દીધી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.