ખાતુ ફકત આધાર કાર્ડ અને મોબાઇલ નંબરથી ખોલાવી શકાશે: વિજય કોરાટ
ડીજીટલ ચુકવણી સેવાઓને પ્રોત્સાહન આપવા ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકનો ૧લી સપ્ટેમ્બર-૧૮થી પ્રારંભ થયો છે. જેમાં મોટામવા ગામે સરપંચ વિજયભાઇ કોરાટની રજુઆતોને ઘ્યાને લઇ પ્રથમ ચરણમાં જ મોટામવાને પોસ્ટ બેકીંગ સેવાનો લાભ મળ્યો જેનું ઉદધાટન સરપંચ વિજયભાઇ કોરાટના હસ્તે કરાયું હતું.
સમગ્ર દેશમાં એક સાથે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ડીજીટલ ચુકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ ખાતાઓમાંથી એક એવા પોસ્ટ ખાતા દ્વારા ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઇપીપીબી) નો પ્રારંભ ૧લી સપ્ટેમ્બર ૧૮ શનિવારના રોજથી જેના ભાગરુપે પ્રથમ ચરણમાં દેશના ૬૫૦ જીલ્લાઓમાં આ બેંકની બ્રાન્ચો અને ૩૨૫૦ એકસેસ પોઇન્ટ પોસ્ટ ખાતાએ આપેલ છે. આ બેંકનું રાષ્ટ્રીય સ્તરે દિલ્હીમાં માન. પ્રધાનમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત મોટામવા ગ્રામજનોની સુખ, સુવિધા અને સગવડતામાં વધારો કરશે તથા દરેકે દરેક સ્તરના રહેવાશીને બેન્કીંગને લગતી અદ્યતન સુવિધાઓ ઘેર બેઠા મળી રહેશે. પોસ્ટ બેન્કીંગ શુન્ય બુલેન્સથી પણ ખાતુ ખોલી શકાશે. તથા પુરાવાની ઝેરોક્ષ, અન્ય દસ્તાવેજો આપવાની પણ કોઇ જરુર નથી.
ફકત આધાર કાર્ડની વિગત અને મોબાઇલ નંબર પરથી ખાતું ખોલી શકાય તેવી સરળ કાર્ય પઘ્ધતિ છે. સમયાંતરે આવા દેશની લગભગ ૧.૫૫ (દોઢ લાખ) પોસ્ટ ઓફીસ પર ઉપલબ્ધ થશે. કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા મળતી સહમાય તથા સબસીડી સીધી જ આ ખાતામાં જમા થઇ શકે તેવી વ્યવસ્થા આ બેંકમા ઉપલબ્ધ કરાયેલ છે.
સરકારીના કેસલેસ વ્યવહારોના ભવિષ્યને પણ આ બેંકથી વેગ મળી રહેશે. તદઉપરાંતના સેવીંગ બેંકના એકાઉન્ટ ઉપર ૪ ટકા વ્યાજ તો મળશે જ ખાતામાં જમા-ઉપાડ કરવાની સગવડતા પણ ઘરે બેઠા મળી રહેશે. ગ્રામીણ પ્રજા કે જે આજ સુધી ડીજીટલ બેન્કીંગની સેવાઓથી વંચીત હતી તેઓને આ સુવિધા ઘરઆંગણે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
આમ, ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ગ્રામ્ય જીવનને સુખાકારી તરફ ગતિમય કરવાના સરકારશ્રીના નિર્ણયનો મહત્તમ લાભ મોટામવા ગ્રામજનોને અપાવવાનો શ્રેય સરપંચ વિજયભાઇ કોરાટની આગવી સુઝબુઝ, વિવેક બુઘ્ધિ અને અથાગ પ્રયત્નોનું પરિણામ છે. તેવું મોટામવા ગ્રામ પંચાયત તલાટી કમ-મંત્રી વનરાજસિંહ ગોહીલે જણાવેલ છે તથા આ સરળતા બદલ વિજયભાઇ કોરાટ તથા તેમની ટીમ અને તેમના સાથી સદસ્યોને અભિનંદન પાઠવેલ છે.
વિજયભાઇ કોટાર, મોટામવા ગામના સરપંચ તરીકેની ફરજ અદા કરી પોતાના ગામનો વિકાસ કરવાની સાથો સાથ સમગ્ર રાજકોટ જીલ્લાના સરપંચ એસો.ના પ્રમુખ તરીકે હોદાની ફરજ બજાવે છે. તથા સમગ્ર રાજકોટ જીલ્લાના ગ્રામ વિસ્તારના તમામ સરપંચો તેમનું બહુમૂલ્ય માર્ગદર્શન મળી રહેલ છે.
વિજયભાઇ કોરાટ રાજકોટ જીલ્લાના સમગ્ર ગ્રામ્ય વિસ્તારોને ખરેખર વાસ્તવિક વિકાસ કરવા તમામ સરપંચો સાથે ખડે પગે રહી રાજકોટ જીલ્લાના તમામ ગામોને તમામ આધુનિક સુખ, સગવડતા મળી રહે અને ગ્રામ્ય જીવનનું સામાજીક અને શૈક્ષણિક જીવન ધોરણ ઊંચુ આવે તે અંગે હંમેશા કટીબઘ્ધ છે તેમ જણાવેલ છે.