તંત્રની કામગીરીથી પ્રજાજનોમાં ઉઠેલો ઉગ્ર રોષ: લોકોમાં ઉકળતો ચરૂ કોનો ભોગ લેશે?
માંગરોળ નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દાયકા જેટલા સમયગાળામાં કોઈ પ્રકારના વેરાઓની વસુલાત કરવામાં દાખવવામાં આવેલી ગંભીર બેદરકારીને છુપાવવા માટે તંત્ર દ્વારા અલગઅલગ વેરાઓનાં તોતીંગ બીલ પ્રજાજનોને ફટકાર્યા પછી પઠાણી ઉઘરાણી આરંભતા લોકોમાં ઉગ્ર રોષ ઉઠવા પામ્યો છે. સાથોસાથ લોકોમાં ઉકળતો ચરૂ કોનો ભોગ લેશે? તે અંગે તરેહ તરેહની ચર્ચાઓ ઉઠવા પામી છે.માંગરોળ નગરપાલીકાના તંત્ર દ્વારા છેલ્લા ચાર દાયકા જેટલા લાંબા સમયથી પ્રજાજનો પાસેથી કોઈ પ્રકારનો વેરો ઉઘરાવવામા આવ્યો ન હોવાનું તેમજ વેરા અંગેની જાણકારી પણ લોકોને આપવામાં આવી ન હતી. આ અંગે લાપરવાહીને છુપાવવા માટે હાલના વહીવટી શાસન દરમ્યાન તંત્ર દ્વારા અલગઅલગ વેરાઓની જંગી રકમના બીલો લોકોને ફટકારવામાં આવ્યા હતા.
જેના પગલે શહેરીજનોમા ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી હતી તંત્રની અણધારી બદલાયેલી નીતિ અંગે નગરજનોને કોઈ પ્રકારની જાણકારી આપવામાં આવી નથીતેમ છતાં તંત્ર દ્વારા કર્મચારીઓને વેરાની રકમ ઉઘરાવવા પઠાણી ઉઘરાણી કરવા દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. ઉપરાંત અધિકારીઓ કોઈ કારણોસર પોતાની આબરૂ બચાવવા અને સરકાર સમક્ષ સારો રિપોર્ટ કરવા માટે કર્મચારીઓને ત્વરીત કામગીરી કરવાનું જણાવી રહ્યા છે.
બીજીબાજુ સરકારના નીતિ-નિયમો મુજબ વ્યાજખોરોને ઝડપી લેવા આકરા પગલા ભરવામાં આવીરહ્યા છે. જયારે નગરપાલીકા દ્વારા રસ્તાઓ, પાણી, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધા આપવામાા નિષ્ફળ રહેતા લોકોમાં આક્રોશ પ્રસરી જવા પામ્યો છે.સાથોસાથ નગરપાલીકાની તિજોરી તળીયા જાટક થતા તંત્ર દ્વારા લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. જો કોઈ આરટીઆઈ કરે તોતેનીકોઈ માહિતી આપવામાં આવતી નથીઅને અરજદારોને ધાકધમકી આપી ચુપ કરી દેવામાં આવતા હોવાની અનેક પ્રકારની કાર્યવાહી અંગે પણ તરેહ તરેહની ચર્ચાઓ લોકોમાં ઉઠવા પામી છે.