કોલ્ડ ચેઇન, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને વેર હાઉસ ફેસીલીટી ઓપરેટ કરતી કંપનીઓને આસાનીથી ફડિંગ મળી રહેશે

હવે માળખાગત સુવિધાઓ મજબૂત કરવા લોજિસ્ટિક સેકટરને ઇન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો આપવામાં આવ્યો છે. તેની હકારાત્મક અસરરૂપે  હવે પાકનો નાશ થવાનું પ્રમાણ ખૂબ જ ઓછું થશે. આ સિવાય લોજિસ્ટિક સેકટરમાં કાર્ય કરતી કંપનીઓને આસાનીથી ફડિંગ પણ મળશે.

લોજિસ્ટિક સેકટરને ઇન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો ન મળવા સુધી ખેડુતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા. પરંતુ હવે સરકારે લોજિસ્ટિક સેકટરને ઇન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો ફાળવતાં કોલ્ડ ચેઇન, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને વેરહાઉસ ફેસીલીટી ઓપરેટ કરતીકંપનીઓ માટે ગૂડ ન્યુઝ છે. કેમ કે –  હવેથી આવી બધી લોજિસ્ટિક સેકટરની કંપનીઓને ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો તેમજ અન્ય ફાઇનાન્સીયલ ઇન્સ્ટ્રીટયુટો તરફથી ખૂબ જ ઓછા દરે લાંબા ગાળાની ક્રેડીટ (લોન) મળી શકશે. તેમજ સરકારના આ હકારાત્મક પગલાંથ ફોરેન ઇન્વેસ્ટમેંટ એટલે કે વિદેશી રોકાણ પણ આકર્ષી શકાશે.

સરકારના ઇકોનોમિક અફેર્સ ડીપાર્ટમેન્ટે (ઇ.એ.ડી) એક નોટિફીકેશન જારી કરી ઇન્ફ્રાસ્ટ્રકચરની સબ-સેકટરની કેટેગરી વધારી હોવાની જાણ કરી છે. સંબંધીત સરકારી વિભાગોને જારી કરાયેલા આ પરીપત્રમાં હવેથી કોલ્ડ ચેન, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, વેર હાઉસ અને ટ્રાન્સપોર્ટેશનને ઇન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો અપાયાનું જણાવવામાં આવેલું છે.

લોજિસ્ટિકને ઇન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો ન હતો અપાયો તેનાથી માલ-સામાનના ભાવ પર તેની વિપરીત અસર પડતી હતી. દાખલા તરીકે ડુંગળીનું ડીસેમ્બરમાં ઉત્પાદન (પાક) થાય ત્યારે ખેડુતો પોષણક્ષમ ભાવ માટે રડતા હોય છે. પરંતુ હાઇ લોજિસ્ટિક કોસ્ટના કારણે માર્ચમાં આ જ ડુંગળી ગ્રાહકોને રડાવે છે. કેમ કે તેના ભાવ આસમાને આંબતા હોય છે. આવી ઘણી બધી જીવન જરુરીયાતની પાયાની ચીજ વસ્તુઓ છે. જે ઉત્પાદન બાદ ગ્રાહકોના હાથમાં જાય ત્યાં સુધી મોઘીદાટ થઇ જાય છે !!!

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે  – પાનએશિયન કંટ્રી ઓસ્ટ્રેલીયામાં આ સેકટર વિકાસને વરેલું છે. તેની ટકાવારી ૩૩ ટકા છે. જો કે ઘર આંગણે  પણ લોજિસ્ટિક સેકટર જી.ડી.પી.માં ૧૩ ટકા હિસ્સો ધરાવે છે. તેમ મહિન્દ્રા લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટડના પારોજશો સરકારીને જણાવ્યું છે.

તેમણે આગળ જણાવ્યું હતું કે હવે લોજિસ્ટિક સેકટરને ઇન્ફ્રાસ્ટ્રકચરનો દરજજો મળતા માલ સામાનની લોજિસ્ટિક (વેર હાઉસીંગ, ટ્રાન્સપોર્ટેશન) કોસ્ટ ઘટશે

સરકારે દેશભરમાં ૩૪ મેગા લોજિસ્ટિક પાર્ક ઉભા કરવાનું લક્ષ ધરાવે છે જેમાં ઘર આંગણાનું અને વિદેશી મૂડી રોકાણ મળી કુલ રૂપિયા ૧ લાખ કરોડનું ઇન્વેસ્ટમેંટ થવાની ધારણા નિષ્ણાતો સેવી રહ્યા છે. આમાં પ્રાઇવેટ કંપનીઓ અને રાજય સરકારો સાથે ભાગીદારી કરાશે

લોજિસ્ટિક અને ઇન્ફ્રાસ્ટ્રકચર સેકટરના આગેવાનોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.