વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં સ્નેહમિલન યોજાયું: વર્ષ દરમિયાન વિવિધ સહીઓ પ્રાપ્ત કરનાર કર્મચારીઓનું સન્માન કરાયું
વીવીપી એન્જીનીયરીંગ કોલેજ અને ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કિટેકચરના તમામ પ્રાધ્યાપકગણ તથા કર્મચારીગણનું સ્નેહ મિલન યોજાયું હતુ આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ ડો.નરેન્દ્રભાઈ દવે, વી.વી.પી ગર્વનીયગ બોડીના સભ્ય ડો. રમણીકભાઈ રાણપરા, ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર કોલેજના નિયામક કિશોરભાઈ ત્રિવેદી, વીવીપી ઈજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકર, ઈન્દુભાઈ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચર કોલેજનાં પ્રિન્સીપાલ દેવાંગભાઈ પારેખ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વર્ષ દરમ્યાન અદ્વિતીય સિધ્ધિઓ પ્રાપ્ત કરનાર કર્મચારીઓનું સન્માન તથા નોંધપાત્ર સિધ્ધિઓ, કામગીરીની ઘોષણા કરવામાં આવી હતી. મીકેનીકલ વિભાગના અધ્યાપક ડો. પેશભાઈ રામાણી, એપ્લાઈડ સાયન્સ એન્ડ હ્યુમાનીટીઝમ વિભાગના વડા ડો. ઉર્જાબેન માંકડ તથા આર્કીટેકચર કોલેજના પ્રો. હકીમુદીન ભારમલે તમામ કર્મચારીઓ વતીપ્રતિભાવો તથા લાગણીઓ રજૂ કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતાએ જણાવ્યું હતુ કે, કોઈપણ સંસ્થામાંથી સ્નાતક અથવા તો અનુસ્નાતક થઈ બહાર પડતા વિદ્યાર્થીમાં તે વિષયનું મૂળભૂત જ્ઞાન અને તેના સિધ્ધાંતો હોતા જ નથી. આજના ટેકનોલોજીના યુગમાં માહિતીનો ભંડાર અપાર છે. ગુગલથી લઈને તમામ પ્રકારના માહિતીના સ્ત્રોત ઉપલબ્ધ છે. પણ આ માહિતીનો જ્ઞાનમાં અને જ્ઞાનને શાણપણમાં પરિવર્તન કરવું આવશ્યક છે.
ઉપરાંત, તેમણે અમેરિકન ફિલાડેલ્ફીયા અને પેન્સીલવેનીયા યુનિ.ના એક સર્વેનો ઉલ્લેખ કર્યો હતો.
વધુમાં જણાવેલ કે, એક નાનો પણ મૌલિક વિચાર ખૂબજ શકિતશાળી હોય છે અને તે કેવું પરિવર્તન લાવી શકે છે.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલએ જણાવ્યું હતુ કે, શિક્ષકોએ માતાની સાથે સ્પર્ધા કરવાની છે.દુનિયામાં સૌથી મોટો શિક્ષક ર્માં છે. બધા શિક્ષકોએ માની સાથે સ્પર્ધા કરવાની છે. ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર પહોચાડવાનું કાર્ય આજના વિદ્યાર્થીઓ અને યુવાનો જ કરશે અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જગાડવાની મહત્વની જવાબદારી આપણા જેવા શિક્ષણ સાથે જોડાયેલ લોકોની છે. અને એ માટે આપણે વિદ્યાર્થીઓને આપણી સંસ્કૃતિના ભવ્ય વારસાથી પરિચીત કરાવવા પડશે. અને ભારતીય સંસ્કૃતિનો પરિચય આપેલ હતો.
સ્નેહ મિલનના સમાપન પ્રસંગે બાયોટેકનોલોજી વિભાગના વડા ડો. ધર્મેશભાઈ સુરે આભાર વિધિ પ્રસ્તુત કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. નિરવભાઈ મણીઆર તથા ડો. સચિનભાઈ રાજાણીએ કર્યું હતુ.
આ સ્નેહ મિલનના આયોજનને સફળ બનાવા માટે ડો. નિરવભાઈ મણીઆર ડો. ચિરાગભાઈ વિભાકર, ડો.તેજસભાઈ પાટલીયા, ડો.સચીનભાઈ રાજાણી પ્રો. હકીમુદીન ભારમલ, વહીવટી અધિકારી જીજ્ઞેશભાઈ વ્યાસ, જયેશભાઈ સંઘાણી, નિલદીપભાઈ ભટ્ટી, કિરીટભાઈ શેઠ તથા સમગ્ર કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.