પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ સિટી, અમૃતમ યોજના જેવી વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
સેલવાસમાં શહેરી વિકાસ રાજય મંત્રી હરદિપસિંહ પુરીએ વીડિયો સંમેલન દ્વારા બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં શહેરી વિકાસના સચિવ પુજા જૈન, સેલવાસના નગર પરિષદના મુખ્ય અધિકારી મોહિત મિશ્રા તથા મીડિયાકર્મીઓ ઉપસ્તિ રહ્યાં. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ પ્રધાનમંત્રી આવાસ યોજના, અમૃત તેમજ સ્માર્ટ સિટી મિશનના ચાર વર્ષ પૂર્ણ. આ દરેક યોજનાની ઉપલબ્ધી ખાસ કરીને શહેરી ક્ષેત્રમાં પત્રકાર પરિષદ માધ્યમી દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો હતો. આ બેઠકમાં શહેરી વિકાસ રાજયમંત્રી હરદિપસિંહ પુરીએ સંપૂર્ણ જાણકારી આપી.
સેલવાસ નગર પરિષદના મુખ્ય અધિકારી મોહિત મિશ્રા દ્વારા શહેરી વિકાસના બધી યોજનાની માહિતી આપવામાં આવી જેમાં સ્માર્ટ સિટી અંતર્ગત ૧ હજાર કરોડી વધારે પ્રોજેકટને અનુમોદન મળ્યું છે. આ બધા પ્રોજેકટ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, તેમના સલાહકાર એસ.એસ.યાદવ અને શહેરી વિકાસ સચિવ પૂજા જૈનના દિશા નિર્દેશ અને સેલવાસ નગર પરિષદના અદ્ધયક્ષ રાકેશસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં આ પ્રોજેકટનું સંચાલન થઈ રહ્યું છે. આ પ્રોજેકટમાં પંચાયત માર્કેટનું પુન: નિર્માણ, રોડ-રસ્તા અને સ્માર્ટ રોડ બનાવવો તા રિવર ફ્રન્ટનું વ્યવસાયકરણ કરવું, શિવરેજને અંત સુધી પહોંચાડવું, વોટર સપ્લાય સ્કીમમાં મીટર આધારીત કરવું વગેરે જેવા તમામ મહત્વપૂર્ણ પ્રોજેકટ પર કામ શરૂ થયું છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એએચપી પ્રોજેકટ અંતર્ગત ૧૨૩૨ ઘરોનું નિર્માણ થઈ ચૂકયું છે. ડીએલસી પ્રોજેકટ અંતર્ગત ૬૧૯ અને ૪૭૭ ઘરોને મંજૂરી મળી ગઈ છે. જેમાં ૬૦૫ ઘરના નિર્માણ કાર્યનો પ્રારંભ થઈ ચૂકયો છે અને ૬૧ ઘરોનું નિર્માણ પૂરું થઈ ગયું છે અને લગભગ ૧૫૯ ઘર પૂરા વાની તૈયારીમાં છે. અમૃત યોજના અંતર્ગત સેલવાસ નગર પરિષદમાં ૪૩ કિ.મી.ની પાઈપ લાઈન લગાવાઈ છે. આ યોજના અંતર્ગત છેલ્લા ૨ વર્ષમાં ૩૭૨૪ પાણીના કનેકશન અપાયા છે જેમાં ૨૦૫૧૨ ઘરોને આવરી લેવાયા છે અને ૧૬૧૦ શિવરેજ કનેકશન અપાયા છે અને સાથે સાથે સેલવાસ નગર પરિષદ દ્વારા ઘરે-ઘરે પાણી અને શિવરેજ કનેકશન પહોંચાડશે. સેલવાસ નગર પરિષદ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઠોસ પગલા લેવાઈ રહ્યાં છે જેમાં ઘરે-ઘરેથી કચરો ઉઠાવવો અને તેનો નિકાલ કરવો અને અલગ અલગ કચરાના સંગ્રહ તેમજ કચરાપેટીના વિતરણનું કામ પણ ચાલુ છે.