નરેન્દ્રભાઈ મોદીના વિઝન ‘માઈ આઈડીયા ઓફ ઈન્ડિયા’ને વિસ્તારક યોજના દ્વારા સાર્થક કરીએ: ધનસુખ ભંડેરી
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષતામાં તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ કાર્યશાળાના સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ પ્રદિપ ખીમાણી, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના મહામંત્રી નેહલ શુકલ, ભાજપના મહિલા મોરચાના અગ્રણી અંજલીબેન ‚પાણી, કાર્યશાળાના સંયોજન નિતીન ભુતની આગેવાનીમાં તેમજ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં શહેરના હેમુગઢવી હોલ ખાતે રાજકોટ શહેર ભાજપ દ્વારા વિસ્તારક યોજના અંગેનું માર્ગદર્શન પુરુ પાડવા માટેની પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મશતી વિસ્તારક કાર્યશાળા યોજાઈ હતી. આ કાર્યશાળામાં શહેરના તમામ ૮૮૬ બુથોમાંથી પૂર્ણ સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિ બદલ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યશાળાનો પ્રારંભ હયુમન રાઈટ સેલના પ્રદેશ ક્ધવીનર તેમજ વોર્ડ નં.૧૦ના ભાજપના પ્રભારી માધવ દવેએ સાંધિક ગીત કરાવીને કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રજજવલન કરી કાર્યશાળાનો શુભારંભ કરાયો હતો. આ કાર્યશાળામાં ઉપસ્થિત વિસ્તારક તરીકે નિકળનાર કાર્યકર્તાઓને માર્ગદર્શન પુરુ પાડતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવયું હતું કે પ્રદેશ ભાજપની યોજના અનુસાર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત સમગ્ર ગુજરાતભરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે તમામ બુથમાં જશે. શહેર ભાજપના કાર્યશાળામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નીકળે અને ઘર-ઘર સુધી પહોંચી કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી આપી પંડિત દીનદયાલજી ઉપાધ્યાયજીની વિચારધારાને પ્રસરાવે એ અપેક્ષિત છે.
ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરીએ વિશેષ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જયાં માનવી ત્યાં સુવિધાનો મંત્ર આપનાર પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરના ૮૮૬ બુથમાં વિસ્તારક યોજનાનો પ્રારંભ આગામી તા.૨૮ મેી તા.૫ જુન એટલે કે ૯ દિવસ સુધી વિસ્તારક કાર્ય હા ધરવામાં આવી રહ્યું છે. ત્યારે વિસ્તારક તરીકે નીકળનાર તમામ કાર્યકર્તાનું દાયિત્વ છે કે તેઓ ઘેર-ઘેર જઈ જન-જન સુધી પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની અંત્યોદય અને એકાત્મ માનવવાદની વિચારધારા અને પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીના વિઝન ‘માય આઈડીયા ઓફ ઈન્ડીયા’ને ર્સા કરવા તેમના વિચારો પહોંચાડે.
ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ દ્વારા પ્રદેશ ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે તેઓએ વિસ્તારક યોજના અંગેના આપેલ માર્ગદર્શનની સી.ડી.નું નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ વિસ્તારક કાર્યશાળાના સંયોજક નિતીન ભુતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન વડે ઉપસ્તિ કાર્યકર્તાઓને યોજના અંગેની વિષદ માહિતી પુરી પાડી હતી અને સો સો વિવિધ યોજનાઓ અંગેની પ્રશ્ર્નોતરી કરી હતી. ત્યારબાદ રાજકોટ શહેર ભાજપ સોશ્યલ મીડિયા વિભાગના સહ ઈન્ચાર્જ હાર્દિક ગોહિલે ભાજપ દ્વારા વિશેષત: વીકસાવાયેલી બુ વિસ્તારક મોબાઈલ એપ અંગેની માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
આ કાર્યશાળામાં વિસ્તારક તરીકે નીકળનાર કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરુ પાડતા પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ કાર્યશાળાના સૌરાષ્ટ્ર ઝોનના ઈન્ચાર્જ પ્રદિપ ખીમાણીએ જણાવ્યું હતું કે, પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી જીવંત સ્મૃતિ છે જે ચિર કાળ રહેવાની છે તેના ભાગ‚પે આ વિસ્તારક. આ કાર્યશાળામાં સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારીએ તેમજ અંતમાં આભારવિધિ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડે સંભાળી હતી. આ કાર્યશાળાની સંપૂર્ણ વ્યવસ સંભાળી કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી તેમજ કાર્યાલય પરિવારમાંી પ્રવિણભાઈ ડોડીયા, રામભાઈ પટેલ, રાજુભાઈ કુંડલીયા, રમેશભાઈ જોટાંગીયા, જયંત ઠાકર, પંકજભાઈ ભાડેશીયા, સમીર પરમાર, હરીશ ફીચડીયા, ચેતન રાવલ, કૃણાલ પરમાર, પી.નલારીયન પંડિત, રાજન ઠક્કર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.