જીલ્લા બાળ સુરક્ષા એકમ જુનાગઢ દ્વારા દરેક તાલુકાના તલાટીઓ, સરપંચઓને ગ્રામ્ય બાળ સુરક્ષા સમીતીમાં નિમણુંક થતા દરેક તલાટી અને સરપંચઓને બાળ કાયદાઓ અને બાળ સુરક્ષા યોજનાઓનો લાભ ગામડાના જરુરીયાત વાળા બાળકો સુધી પહોચાડી શકાય તેવા હેતુથી જે.જે. એકટ, પોકસો એકટ બાળ મજુર એકટ બાળ લગ્ન એકટ વિષે વિડીયો સાથે માહીતી આપવામાં આવેલી આ માહીતી દરેક તાલુકા લેવલે આપવામાં આવેલ હતી. આ સેમીનારમાં તાલુકા વિકાસ અધિકારી હાજરી આપેલ અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઇ મહીડા અને તેમની ટીમ દ્વારા ૮૩૦ તલાટીશ્રી અને સરપંચઓએ કાર્યક્રમનો લાભ લઇ જાગૃતિ અભિયાનમાં જોડાયા હતા.