આ નાણાકીય વર્ષ પાકિસ્તાનની પ્રજા માટે ખૂબ જ કષ્ટદાયક રહ્યું છે. મોંઘવારી વધવાને કારણે પાકિસ્તાનની સામાન્ય પ્રજા હેરાન થઈ ગઈ છે. રોજ વપરાશમાં લેવાતા શાકભાજી,કઠોળ અને ઈંડાની કિંમતમાં ધરખમ વધારો થયો છે.
આપણાં પાડોશી દેશ પાકિસ્તાનમાં મોંઘવારીનો દર ખૂબ વધી ગયો છે .પાકિસ્તાનના વડપ્રધાન ઇમરાન ખાને અગાઉ દાવો કર્યો હતો કે ખાંડના ભાવ ઘટાડશે પરંતુ હકીકતમાં પાકિસ્તાનની મોંઘવારીએ બધા જ રેકોર્ડ તોડી નાખ્યાં છે. એક ઈંડાની ૩૦ રૂપિયા, એક કિલો ખાંડના ૧૦૪ રૂપિયા ,એક કિલો ઘઉંના ૬૦ રૂપિયા અને એક કિલો આદુના એક હજાર રૂપિયા લેવામાં આવે છે.
પાકિસ્તાનના સમાચારપત્ર અનુસાર દેશના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીના કારણે ઈંડાના ભાવ ડઝન દીઠ ૩૫૦ પાકિસ્તાની રૂપિયા ( લગભગ ૧૬૦ રૂપિયા ) સુધી પહોંચી ગયા છે.પાકિસ્તાનની મોટા ભાગની વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.આ વસ્તીનો મુખ્ય ખોરાક ઈંડા છે.ઈંડાના ભાવ વધવાથી તે લોકોને પોતાનું ગુજરાન ચલાવવામાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે.
ઘઉં જે લોકોનો મુખ્ય ખોરાક છે તેના ભાવમાં પણ જંગી ઉછાળો થયો છે. લોકોને ૬૦ રૂપિયાના કિલો ઘઉં વહેચવામાં આવી રહ્યા છે.અગાઉ પાકિસ્તાન ડુંગળીની નિકાસ કરતો હતો પરંતુ હવે ભાવ ઘટાડવા માટે બીજા દેશો પાસેથી આયાત કરવી પડે છે.
પાકિસ્તાન એક એવો વિકાસશીલ દેશ છે જેને વિશ્વમાં સોથી વધુ ફુગાવો જોયો છે .નાણાકીય વર્ષ ૨૦૨૦ પણ સૌથી વધુ ફુગાવો પાકિસ્તાનમાં જોવા મળ્યો છે. મોંઘવારી વધવાને કારણે પાકિસ્તાનની પ્રજા માટે આ વર્ષ ખૂબ જ કષ્ટદાયી વર્ષ રહ્યુ છે.