વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું લક્ષ્ય હવે આર્થિક મહાસત્તા બનવા તરફ કેન્દ્રિત થયું છે, ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના રોડ મેપ પર દેશ દેશનું અર્થતંત્ર મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે, વર્તમાન વૈશ્વિક આર્થિક તરલ પરિસ્થિતિમાં પણ ભારતનો અર્થતંત્ર સ્થાનિકવિકાસદર, ઉદ્યોગિક વિકાસ, આયાત સામે નીકાસને વધુ મજબૂત બનાવી વિદેશી હુડિયામણ અને ખાસ કરીને ઉર્જા અર્થવ્યવસ્થામાં ભારત દુનિયાના તમામ દેશો કરતા અલગ પરિસ્થિતિ ઉભી કરવામાં સફળ થયું છે,.
કોરોના અને ત્યાર પછીની લોકડાઉન અને આર્થિક પડકાર જનક પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની અનિશ્ચિતતા દરમિયાન સ્થાનિક ધોરણે પેટ્રોલ ડીઝલના ભાવમાં સ્થિરતા અને બફર સ્ટોકની બેવડી રણનીતિથી અર્થતંત્રને સધ્ધરતા મેળવવામાં સાનુકૂળતા રહી હતી, આયાત સામે ઘર આંગણે ઓદ્યોગિક ઉત્પાદન અને આયાતની અવેજી ઘર આંગણે જ પૂરી થાય તેવા પ્રયાસોમાં “મેકઇનઇન્ડિયા “અને “સ્ટાર્ટઅપ”ના ક્ધસેપ્ટ ની અસર હવે દેખાઈ રહી છે, દેશનું આયાતનું ભારણ ઘટાડવા માટે કૃષિ, ઓદ્યોગિક ઉત્પાદન ના નિકાસથી આયાત સુલકમાં ઘટાડો કરવામાં સફળતા મેળવી છે.
સ્થાનિક ધોરણે ફુગાવા પર કાબુ આવતા હવે ધીરે ધીરે મોંઘવારી પણ કાબુમાં આવી રહી છે, મોંઘવારીનો દર સતત ઘટતો જાય છે અને આ મહિને છૂટક મોંઘવારીનો આંક છેલ્લા 11 મહિનાના તળિયે પહોંચી ગઈ છે આવકવેરા વિભાગની આવક માં 24 ટકાનો વધારો અને અર્થતંત્રની મજબૂત બનતી સ્થિતિથી હવે મોંઘવારીને કાબુમાં આવવા સિવાય છૂટકો નથી સરકારની આર્થિક નીતિમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ધોરણે લેવામાં આવતા આગોતરા પગલાથી અત્યારે વૈશ્વિક આર્થિક મંદીની અસમાન પરિસ્થિતિમાં પણ ભારતની અર્થવ્યવસ્થા તંદુરસ્ત રહી છે, અર્થતંત્રની સધ્ધર પરિસ્થિતિ નો પડઘો શેરબજારમાં પણ દેખાઈ રહ્યો છે
વિદેશી મૂડી રોકાણ માટે સમગ્ર વિશ્વના ધનકુબેરો ભારતને સૌથી સલામત અને વિશ્વાસપાત્ર સ્થળ માની ભારતીય શેરબજારમાં લાંબા ગાળાનું રોકાણ કરી રહ્યા છે, સ્થાનિક વિકાસદર ,રાજકોષીય આવકમાં વૃદ્ધિ, ફુગાવવા ના દર ને કાબુમાં રાખવાની સફળતા એ હવે મોંઘવારી ને પણ કાબુમાં લઈ લીધી છે ભારત નો અર્થતંત્ર પાંચટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવામાં નિર્ધારિત સમય કરતા પણ ઓછા સમયમાં લક્ષ્ય સિદ્ધ કરી લેશે તેવું હવે સ્પષ્ટ બનતું જાય