આરબીઆઇએ ફુગાવાનો દર 4.4% સુધી રાખવાનો લક્ષ્યાંક રાખ્યો, પ્રથમ તબક્કામાં દર 6% સુધી લઈ આવશે
દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત કરવા માટે સરકાર ફુગાવાના દરને નિયંત્રણમાં રાખવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરી રહ્યું છે ત્યારે કહી શકાય કે ફુગાવવાની ’મા’ મોંઘવારી છેલ્લા પાંચથી છ મહિનામાં મહદંશે નથાણી છે. આગામી વર્ષોમાં ભારત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બેન્ક ઓફ ઇન્ડિયા એ દેશનો ફુગાવવાનો દર 4.4 ટકા રાખવા માટે નિર્ણય કર્યો છે પરંતુ પ્રથમ તબક્કામાં તે આંકડો એટલે કે ફુગાવાનો દર છ ટકા સુધી રાખવામાં આવે તે માટેના તમામ પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે. પરિણામે જુલાઈ માસમાં ફુગાવાનો દર 7% થી ઘટી 6.7% જોવા મળ્યો છે. તજજ્ઞોનું માનવું છે કે જથ્થાબંધ અને છૂટક ભાવાંક છેલ્લા 5 માસમાં ઘટતા ફુગાવાનો દર નીચે આવ્યો છે. પરંતુ એ વાત સ્પષ્ટ છે કે કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા અને ઝડપભેર આગળ વધારવા માટે થોડા અંશે ફુગાવો હોવો જરૂરી છે.
સામે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને સરકારે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે જેમાં મસાલા માં 12.9 ટકાનો ભાવ વધારો જુલાઈ માસમાં જ જોવા મળ્યો છે એટલું જ નહીં ઇંધણ માં 11.8% નો ઉછાળો, શાકભાજીમાં 10.9% નો ઉછાળો અન્ય ક્ષેત્રમાં હાલ જે રીતે ભાવ વધ્યા છે તેથી સરકારને એ વાતની આશંકા છે કે ફુગાવો આવનારા સમયમાં ન વધે પરંતુ હાલ જે રીતના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને ઔદ્યોગિક ક્ષેત્રે જેમકે ઉત્પાદન અને માયનિંગ ક્ષેત્રમાં જે વિકાસ જોવા મળ્યો છે તેનાથી ફુગાવાનો દર આવનારા સમયમાં હજુ પણ નીચો આવશે અને જીવન જરૂરિયાત સહિતની તમામ ચીજ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો જોવા મળશે.
શહેરી વિસ્તારમાં ફુગાવાનો દર 6.5 ટકા રહ્યો જ્યારે ગ્રામ્યમાં ફુગાવાનો દર 6.8% જોવા મળ્યો છે. આંકડાકીય માહિતી સામે આવી રહી છે તેમાં એવા સ્પષ્ટ છે કે દેશના 23 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો માં ફુગાવાનો દર છ ટકાથી વધુનો છે. સામે વૈશ્વિક સ્તર ઉપર જો વાત કરવામાં આવે તો અમેરિકાનો પણ વૃદ્ધિદર હાલ થોડા અંકુશમાં આવ્યો છે જેથી વૈશ્વિક સ્થિતિમાં પણ ઘણો ખરો સુધારો જોવા મળ્યો છે. એ વાતની પણ શક્યતા દેખાઈ રહી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા હજુ પણ ફુગાવાને કાબુમાં લાવવા માટે વ્યાજનો દર વધારી શકે છે. આ પગલા માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આશરે 10 થી 35 બેસીસ પોઇન્ટનો વ્યાજ દરમાં વધારો કરે તો નવાઈ નહીં. 4.4 ટકાના ફુગાવાના દર ના લક્ષ્યાંક ને પહોંચવા માટે અનેકવિધ પગલાંઓ લેવામાં આવતા હોય છે ત્યારે ઉદ્યોગિક વિકાસ જે રીતે આગળ વધી રહ્યો છે તેને જોતા ફુગાવાનો વૃદ્ધિદર ઝડપભેર નીચે આવે તેવી સંપૂર્ણ શક્યતા સેવાઈ રહી છે. સરકાર હજુ પણ જથ્થાબંધ અને છૂટક ભાવાંક ને નિયંત્રણમાં લાવવા માટેના પગલાઓ ભરી રહ્યું છે.
ઉત્પાદન ક્ષેત્રે સ્થિતિ સુધરી, જૂન માસમાં 12.3%નો ઉછાળો જોવા મળ્યો
દેશના વિકાસ દરને વધારવા અને ફુગાવાને નિયંત્રણમાં રાખવા કાર દ્વારા તમામ વિકાસલક્ષી પગલાંઓ લેવામાં આવતા હોય છે ત્યારે વિવિધ યોજનાને અનુસરી સરકારના પગલાંઓ અત્યંત નિવડ્યા છે જેમાં ઉત્પાદન ક્ષેત્રની સ્થિતિ સુધરતા જૂન માસમાં 12.3 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તારે હવે સ્થિતિમાં ઝડપભેર સુધારો આવતાની સાથે જ વિકાસદર ભારતનો ઊંચો આવશે અને પરિણામે ફુગાવાનો દર પણ નીચો જોવા મળશે.
વિવિધ ક્ષેત્રે જોવા મળ્યો સુધારો
ક્ષેત્ર જૂન 2022
માઇનિંગ 7.5 %
ઉત્પાદન 12.5 %
ઉર્જા 16.4 %