આજે નાણાકીય વર્ષ ૨૦૨૪નો પ્રથમ દિવસ છે ત્યારે પહેલી એપ્રિલે જ સરકાર મોંઘવારીમાં લોકોને રાહત આપી છે. દિલ્હીથી પટના અને અમદાવાદથી અગરતલા સુધી કોમર્શીયલ એલપીજી સિલિન્ડર લગભગ 92 રૂપિયા સસ્તું થયું છે. ગયા મહિને 1 માર્ચના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 350 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો ત્યારે આજથી 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે.
નવા દર આજથી લાગુ થઈ ગયા છે. ગયા મહિને જ તેમાં ₹350નો વધારો થયો હતો. પરંતુ તેમ છતાં છેલ્લા એક વર્ષમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 2,028 રૂપિયાનો ઘટાડો થયો છે. ગયા મહીને જ ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરમાં 8 મહિના પછી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે આ વખતે પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
1 એપ્રિલ, 2023ના રોજ આ દરે ઘરેલુ એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ
શ્રીનગર 1219, દિલ્હી 1103, પટના 1201, લેહ 1340, આઈઝોલ 1255,આંદામાન 1179, અમદાવાદ 1110, ભોપાલ 1118.5, જયપુર 1116.5, બેંગ્લોર 1115.5, મુંબઈ 1112.5, કન્યા કુમારી 1187, રાંચી 1160.5, શિમલા 1147.5, ડિબ્રુગઢ 1145, લખનૌ 1140.5, ઉદયપુર 1132.5, ઇન્દોર 1131, કોલકાતા 1129, દેહરાદૂન 1122, વિશાખાપટ્ટનમ 1111, ચેન્નાઈ 1118.5, આગ્રા 1115.5,ચંદીગઢ 1112.5