અબતક, નવીદિલ્હી
કહેવાય છે કે દેવું કરીને પણ ઘી પીવાય પરંતુ આ સ્થિતિ ત્યારે જ શક્ય બને જ્યારે દેવ કર્યા બાદ કોઈપણ પ્રકારે લાભ એટલે કે આર્થિક ઉન્નતિ થઈ શકે. હાલની સ્થિતિને ધ્યાને લેતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે જે ફુગાવાનો દર બે આંકડામાં વર્ષ 2022 માં પહોંચવાનો હતો તે 10 નવેમ્બર 2021 માં જ જોવા મળ્યો છે અને હજુ પણ આ દર આગામી વર્ષ સુધી યથાવત રહેશે. દેશમાં વિકાસ કરવા માટે ફુગાવો હોવું જરૂરી છે પરંતુ સામે યોગ્ય આયોજન પણ એટલું જ અનિવાર્ય હોય છે જો સરકાર આ આયોજન યોગ્ય પદ રીતે કરી શકવામાં સફળ હશે તો ફુગાવો વધવાનો પરિણામ દેશને હકારાત્મક રીતે મળશે.
નવેમ્બરમાં ફુગાવો 20 બેસીસ પોઈન્ટે વધ્યો હતો, જે આગામી વર્ષ સુધી યથાવત રહેશે
કોરોના ની કપરી પરિસ્થિતિ બાદ જે રીતે આર્થિક સંકડામણ નો સામનો ભારત દેશ દ્વારા કરવામાં આવ્યો હતો તેને ધ્યાને લેતાં જે સ્થિતિ ઉદભવી થઈ છે તેનાથી એ વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં ફુગાવાને વધારવામાં આવશે અને તે દિશામાં તમામ પ્રકારે પગલાં લેવાશે એટલું જ નહીં ફુગાવા વધવાની સાથે ભારતનો વિકાસ પણ પૂર્ણ તહ શક્ય બનશે. લોકોમાં સતત ભય વ્યાપી જતો હોય છે કે ફુગાવો વધવાના કારણે ઘરેલુ લોકોને ઘણી તકલીફ નો સામનો કરવો પડે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશના વિકાસ માટે ફુગાવો અમુક અંશે વધૂઓ એટલો જ જરૂરી છે ત્યારે નવેમ્બર માસમાં 20 બેઝિસ પોઇન્ટનો વધારો થતાં દર 10.4 ટકાએ પહોંચ્યો હતો.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ આ વાત ઉપર સતત કાર્યરત થઈ રહ્યું છે જેમાં ફુગાવાને નિયંત્રણમાં રાખી વધુને વધુ લોકોને લાભ કઈ રીતે મળી રહે તે હેતુને સાર્થક કરવા માટે વ્યાજદર બદલાવ્યા વિના જ બજારમાંથી સોસવામાં આવશે. ફુગાવા વધવા પાછળના અનેક વિધકારણો સામે આવતા હોય છે જેમાં ક્રૂડ ઓઇલના ભાવ ની સાથો સાથ મેટલના કોસ્ટ માં પણ વધારો થતા ફુગાવાનો દર વધતો રહે છે. હાલ ભારત આર્થિક રીતે ખૂબ જ સમૃદ્ધ બની રહ્યું છે ત્યારે ફુગાવાનો દર વધતાની સાથે ભારત માટે અને તકો ઉદભવી થશે.
વ્યાજ દર બદલાવ્યા વિના બજારમાંથી દોઢ લાખ કરોડ શોષી લેશે
આર્થિક નીતિવિષયક બાબતો માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દર બે મહિને ત્રણ દિવસીય બેઠકનું આયોજન કરતું હોય છે ત્યારે આ બેઠક ના છેલ્લા દિવસે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો જેમાં એક પણ પ્રકારના વ્યાજ દરમાં બદલાવ કરવામાં આવ્યો નથી અને વ્યાજ દરને યથાવત રાખવામાં આવ્યા છે એટલું જ નહીં રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં પણ એક પણ પ્રકારનો બદલાવ કરવામાં ન આવતા લોકોને ઘણી નુકસાની વેઠવી પડશે. કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના પ્રકોપને ધ્યાનમાં રાખીને નીતિગત દરોને યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે રેપો રેટ 8 ટકા જ્યારે રિવર્સ રેપોરેટ 3.35 ટકા રાખવામાં આવ્યો છે. ત્યારે ફુગાવાને નિયંત્રણમાં લાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બજારમાંથી દોઢ લાખ કરોડ રૂપિયા સોસી લેશે. તેથી કોઈપણ પ્રકારે આર્થિક પ્રશ્ન ઉદભવી તો ન થાય અને દેશની અર્થવ્યવસ્થા ખૂબ સારી રીતે આગળ વધી શકે.