અબતક, નવીદિલ્હી
દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે જરૂરી તમામ પગલાઓ લેવા કેટલા જરૂરી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારત દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને ટામેટાએ જાણે સફરજનની સાઈડ કાપી હોય તેઓ ચિત્ર સામે આવ્યું છે તો બીજી તરફ પ્રશ્ન પણ ઉભો થાય છે કે મોંઘવારી વધતાં રૂપિયો પણ ઘસાયો છે સામે વ્યાજના દર પણ નીચે ગયા છે. મોંઘવારીને કાબુમાં લેવા માટે આ તમામ પરિબળો ઉપર સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે એક તરફ આરબીઆઈ દ્વારા રેપો રેટ ના દરમાં જે વધારો અને ઘટાડો થઈ રહ્યો છે તેનાથી પણ દેશની અર્થવ્યવસ્થાને ઘણી અસર પહોંચી છે.
મોંઘવારી વધતા રૂપીયો ઘસાયો, સામે વ્યાજના દર પણ નીચા થયા
આ સ્થિતિમાં પણ ટામેટાના ભાવ આકાશ આંબી રહ્યા હોય તેવા જોવા મળે છે દક્ષિણ ભારતમાં પ્રતિ કિલો ટામેટા ના ભાવ 140 રૂપિયા એ પહોંચ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે દક્ષિણમાં વરસાદ ખૂબ વધુ પ્રમાણમાં થયો છે. આ સ્થિતિના કારણે દરેક રાજ્યોમાં ટમેટાના ભાવ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો થતાં લોકોને સસ્તા દરે તમામ પ્રકારની લોન ઉપલબ્ધ થઇ શકે છે.
એટલું જ નહીં રો મટીરીયલ સહિતના ભાવોમાં વધારો થતાં ફિનિસડ પ્રોડક્ટ પણ મોંઘીદાટ થઈ રહી છે જેની સીધી જ અસર ભારતના અર્થતંત્ર ઉપર જોવા મળે છે. ત્યારે સતત મોંઘવારીમાં વધારો થતાં રૂપિયો ઘસાઈ રહ્યો છે જો આ સ્થિતિ આગામી દિવસોમાં આ પ્રકારે જોવા મળી તો અને ઘણી વિકટ અસર દેશના અર્થતંત્ર ઉપર પહોંચી શકે છે ત્યારે સરકારે આ તમામ મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી છે.
સ્ટીલ ,એલ્યુમિનિયમ સહિતના રો મટીરીયલના ભાવ વધતાં ટ્રક અને બસ મોંઘા થશે!!
કોઈપણ ઉદ્યોગ ને અસલ ત્યારે પહોંચે ત્યારે કોઈ પણ પ્રકારના રો મટીરીયલ ના ભાવમાં વધારો જોવા મળતો હોય ત્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમ માં વધારો હતા ટ્રક અને બસ પણ બે ટકાથી અઢી ટકા સુધી મોંઘા થઈ શકે છે. રો મટીરીયલ ના ભાવ સતત વધવાના કારણે ટાટા મોટર્સ પણ આગામી વર્ષની પહેલી જાન્યુઆરીથી મીડિયમ અને હેવી કોમર્શિયલ વાહનો માં સધી ટકાનો ભાવ વધારો કરી રહી છે. સ્ત્રી તરફ એલ્યુમિનિયમ સાહિત્યના જે પ્રેસિયસ મેટલના ભાવ સતત વધી રહ્યા છે જેના કારણે કોમર્શિયલ વાહનો ના ભાવમાં વધારો થયો છે ભાવ વધારો થતાં ટ્રાન્સપોર્ટના આપણામાં પણ વધારો થશે અને તેની સીધી અસર દેશના અર્થતંત્ર ઉપર પડી શકે છે.ીં
કાચો માલ મોંઘો તથા યુરિયા સહિતની સબસિડી 62%એ પહોંચી
મોંઘવારીના પગલે કાચો માલ પણ સતત મોંઘો થઇ રહ્યો છે પરિણામે યુરિયા સહિતની સબસિડી 62 ટકા સુધી પહોંચી ગઇ છે. એટલું જ નહીં ભાવ વધારાની સાથે જે રીતે માંગમાં વધારો થવો જોઈએ તે સ્થિતિ પણ ઉદભવી તેના થતા અનેક પ્રશ્નો ઉભા થયા છે સામે ગેસના ભાવમાં પણ વધારો નોંધાતા સબસીડી 62% એ પહોંચી છે. અમે સરકાર પણ ખેડૂતોને ફર્ટિલાઇઝર નો વધુને વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે જેથી સારો પાક આવે અને ખેડૂતોને લાભ થાય પરંતુ જ્યાં સુધી કાચોમાલ રસ્તો નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની અનુકુળ સ્થિતિ ઊભી થવી ખૂબ જ મુશ્કેલ છે. સરકારે પણ નોંધ યુરિયા ખાતર માં એડિશનલ સબસીડી જાહેર કરેલી છે જે કુલ 21,328 કરોડ જેટલી નોંધાવવામાં આવેલી છે. નામે એ વાત સામે આવે છે કે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈને જ મોંઘવારીનો દર સતત વધી રહ્યો છે જેને કાબૂમાં લેવો ખૂબ જ અનિવાર્ય છે.