સમગ્ર દેશમાં મોંઘવારીએ ભરડો લીધો છે. છેલ્લા 2 મહિનામાં 32 વાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે અમૂલે દૂધની  વિવિધ બ્રાન્ડના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

અમુલ દુધના ભાવમાં લિટરે રૂ.બેનો વધારો

આવતીકાલથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના 500 મિલીના પાઉંચ માટે એક રૂપિયો વધુ ચૂકવવો પડશે

ગુજરાતમાં 1 જુલાઈથી અમૂલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. અમુલે 1 લીટર દૂધમાં 2 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. અમૂલ ડેરીએ ચાલુ વર્ષે પશુપાલકોને ખુશખબર આપી છે.દૂધના ખરીદ ભાવમાં રૂપિયા 1.54 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ડેરીએ પ્રતિ લીટર દૂધનો ભાવ 40.51થી વધારીને 42.05 રૂપિયા કર્યો છે. ભાવ વધારાનો અમલ ચાલુ વર્ષથી કરવામાં આવ્યો છે. અગાઉ પશુપાલકોને પ્રતિ કિલો ફેટના હિસાબે 710 રૂપિયા ચૂકવાતા હતા. જેની સામે હવે પ્રતિ કિલો ફેટના હિસાબે 835 રૂપિયા ચૂકવાય છે.

નોંધનીય છે કે, જૂન મહિનામાં સુમુલ ડેરીએ એક લિટરે દુધમાં 2 રૂપિયાનો વધારો કર્યા બાદ હવે અમુલે પણ દૂધના ભાવમાં વધારા કર્યો છે. અમુલે એક લિટર દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. જેને કારણે હવે અમુલની 500 મીલીની થેલી એક રૂપિયો મોંઘી થઈ જશે. અમુલ ગોલ્ડ 500 મીલી પહેલા 28 રૂપિયે હવે 29 રૂપિયાની મળશે. તેજ રીતે અમુલ તાજા શક્તિ ટી સ્પેસ્યલ બફેલો દુધ તમામમાં લિટરે 2નો વાધારો કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.